તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં કોરોના:‘દંગલ ગર્લ’ ફાતિમા સના શેખ કોરોના પોઝિટિવ, હોમ આઇસોલેશનમાં વર્કઆઉટ કરી રહી છે

3 મહિનો પહેલા
  • કોવિડ પોઝિટિવ હોવાની વાત એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી

દેશમાં કોરોનાની બીજી લહેરની ઝપેટમાં ઘણાબધા લોકો આવી ગયા છે, તેમાં ઘણા બોલિવૂડ સેલિબ્રિટી પણ સામેલ છે. જોકે કામ પર પરત ફરેલા સેલેબ્સ દર બીજે દિવસે કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. સંક્રમિત લોકોમાં નવું નામ ફાતિમા સના શેખનું છે. કોવિડ પોઝિટિવ હોવાની વાત એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર કરી છે. ફાતિમાએ લખ્યું, હું કોરોના પોઝિટિવ છું અને જરૂરી બધા પ્રિકોશન અને પ્રોટોકોલ્સ ફોલો કરી રહી છું. હાલ હું હોમ ક્વોરન્ટીન છું.

ફાતિમા હોમ આઈસોલેશનમાં કરી રહી છે વર્કઆઉટ
દંગલ ગર્લ ફાતિમાએ સોશિયલ મીડિયા પર તેના કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી છે. એ સાથે જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના સ્ટોરીમાં તેણે તેનું વર્ક આઉટ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આમ ફાતિમા હાલ હોમ આઈસોલેશનનો ફાયદો લઈને ઘરે પણ હેવી વર્કઆઉટ કરી રહી છે.

ફાતિમાની ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ.
ફાતિમાની ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ.

​​​​​​​

મહારાષ્ટ્રમાં લોકડાઉન આવી શકે છે
રવિવારે માત્ર મહારાષ્ટ્રમાં કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ આવ્યા. આંકડો જોઈને સરકારની ચિંતા વધી છે અને એકવાર ફરીથી લોકડાઉનની તૈયારીઓ થઈ રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉન સ્ટ્રેજી બનાવવા કહ્યું છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 6923 નવા કેસ આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રણબીર-સંજય લીલા ભણસાલી-તારા સુતરિયા રિકવર થયાં
અત્યારસુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આર. માધવન, રોહિત સરફા, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી અને હવે મિલિંદનું નામ કોરોના પોઝિટિવમાં આવ્યું છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.