રણબીર-આલિયાએ દીકરીનું નામ 'રાહા' પાડ્યું:દાદી નીતુ સિંહે નામકરણ કર્યું, જાણો નામનો અર્થ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે દીકરીનું નામકરણ કર્યું છે. આલિયાએ હાલમાં જ સો.મીડિયા અકાઉન્ટમાં એક લાંબી પોસ્ટ શૅર કરીને દીકરીના નામની માહિતી આપી હતી. આલિયા તથા રણબીરે દીકરીનું નામ 'રાહા' પાડ્યું છે. દાદી નીતુ સિંહે પૌત્રીનું નામ પાડ્યું છે. આલિયાએ પોતાની સો.મીડિયા પોસ્ટમાં દીકરીના નામનો અર્થ પણ સમજાવ્યો છે. આલિયાએ કહ્યું હતું કે રાહાનો અર્થ જોય એટલે કે ખુશી છે. આ ઉપરાંત રાહા નામનું ગોત્ર પણ છે. આલિયાએ 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો.

આલિયાએ દીકરીના નામનો અર્થ સમજાવ્યો
આલિયાએ સો.મીડિયા અકાઉન્ટમાં દીકરીના નામની માહિતી આપતા કહ્યું હતું, 'રાહા'નો અર્થ જોય છે. સંસ્કૃતમાં રાહા એક ગોત્ર છે. બંગાળીમાં આનો અર્થ આરામ તથા રાહત છે. અરબીમાં રાહા એટલે શાંતિ. આ ઉપરાંત ખુશી, સ્વતંત્રતા તથા આનંદ જેવા અનેક અર્થ છે. અમે જ્યારે પહેલી જ વાર તેને હાથમાં લીધી ત્યારે આ તમામ અર્થ ફીલ કર્યા હતા. અમારા પરિવારને એક નવું જીવન આપવા માટે તારો આભાર. એવું લાગી રહ્યું છે કે અમારા જીવનની અત્યારે શરૂઆત થઈ છે.'

6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો
આલિયાએ છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મની જાહેરાત સો.મીડિયામાં કરી આલિયાએ સો.મીડિયામાં સિંહ, સિંહણ તથા બાળ સિંહની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને આલિયાએ કહ્યું હતું, 'અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છીએ. પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા તથા રણબીર.'

14 એપ્રિલે લગ્ન કર્યાં ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો. આલિયાએ પ્રેગ્નન્સીમાં સતત કામ કર્યું હતું. પહેલાં તેણે 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે 'ડાર્લિંગ્સ' તથા 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. આલિયાએ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું પણ શૂટિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...