મુલાકાત:પપ્પા મને દિવસમાં 20 વખત ફોન કરે છે: અહાન શેટ્ટી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારા સુતારિયા અને અહાન શેટ્ટીએ દિવ્ય ભાસ્કરની મુલાકાત લીધી

અહાન શેટ્ટી, સાજિદ નાડિયાડવાલાના બેનર હેઠળ બની ફિલ્મ ‘તડપ’થી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. આ સાઉથની ‘આરએક્સ 100’ની એડોપ્ટેશન છે. ફિલ્મમાં તારા સુતારિયા પણ અગત્યના રોલમાં છે. અહાન અને તારાએ દિવ્ય ભાસ્કરની મુલાકાત દરમિયાન કેટલીક રસપ્રદ વાતો કરી હતી. પ્રસ્તુત છે આ વાતચીતના મુખ્ય અંશ...

સવાલ :ડેબ્યૂ કરવા માટે ઓરિજિનલની જગ્યાએ રિમેક ફિલ્મ શા માટે પસંદ કરી?
અહાન : મારા માટે ફિલ્મની સ્ટોરી મહત્ત્વની હતી. ફિલ્મમાં કેરેક્ટર પણ એન્ગેજિંગ લાગ્યું માટે આ ફિલ્મ કરવાનું પસંદ કર્યું. બાકી ફિલ્મ રિમેક છે કે ઓરિજિનલ તે મારા માટે વધારે મેટર નથી કરતું.

સવાલ : શૂટિંગ માટે કોઈ સ્પેશિયલ તૈયારી કરવી પડી હતી?
અહાન : મને બાઇક ચલાવતા નહોતું આવડતું. માટે બાઇક ચલાવતા શીખ્યો, તેની સાથે અમુક માર્શલ આર્ટ્સનાં પણ બેઝિક સ્ટન્ટ્સ શીખ્યો. જોકે ફિલ્મમાં જે પ્રકારનાં એક્શન સીન કરતો જોવા મળીશ તેના માટે કોઈ વધારે એક્સ્ટ્રા એફર્ટ નથી કરવા પડ્યા.

સવાલ : ફિલ્મમાં તું ખૂબ સિગારેટ પીવે છે તો શું તું રિયલ લાઇફમાં પણ સિગારેટ પીવે છે?
અહાન : ના. હું રિયલ લાઈફમાં સિગારેટ નથી પીતો. ફિલ્મમાં મારો રોલ સિગારેટ પીવે છે તેથી મારે સિગારેટ કઈ રીતે પીવી તે શીખવા માટે પણ વર્કશોપ કરવો પડ્યો હતો.

સવાલ : યંગસ્ટર્સ માટે કોઈ રોમેન્ટિક ટિપ્સ શેર કરશો?
અહાન : વેલ, હું તો એટલું જ કહીશ કે તમે જેને પ્રેમ કરો છો તેનું સન્માન કરો, તેની દરેક ઇચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરો.

સવાલ : અહાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
તારા :
અહાન એક સારો એક્ટર હોવાની સાથે સારો વ્યક્તિ પણ છે. તેની સાથે કામ કરવાની મજા આવી. તેણે આ ફિલ્મમાં ઘણી રિયાલિસ્ટિક એક્ટિંગ કરી છે. અમે બંને શૂટમાં એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપતા રહેતા હતા.

સવાલ : ઓરિજિનલ ફિલ્મનાં પર્ફોર્મન્સ સાથે કેવી રીતે મેચ કરી શક્યા?
તારા :
મેં બે વખત ઓરિજિનલ ફિલ્મ જોઈ છે. ફિલ્મ રિમેક જરૂર છે પણ તેની ટ્રીટમેન્ટ ઓરિજિનલ ફિલ્મ કરતા હટકે રાખવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ ક્લાઇમેક્સમાં એકદમ જુદી લાગશે.

સવાલ :ફેવરિટ સિટી
તારા - અહાન : લંડન

સવાલ :ફેવરિટ ફૂડ
તારા : બિરયાની
અહાન : જાપાનીઝ ફૂડ

સવાલ :‘તડપ' ફિલ્મનો બેસ્ટ સીન
તારા - અહાન : ક્લાઈમેક્સ

સવાલ :‘તડપ' માંથી ફેવરિટ સોન્ગ
તારા - અહાન : તુમ સે ભી જ્યાદા

સવાલ :ફોનમાં છેલ્લે કયો ફોટો પાડ્યો હતો
તારા : ફૂડ ફોટો
અહાન : ગંગા આરતી

સવાલ :વોટ્સએપ સ્ટેટસ
અહાન : બિઝી
તારા : લેટ્સ ક્રોસ ઓવર

સવાલ :મમ્મી-પપ્પાનો ફોન દિવસમાં કેટલી વખત આવે છે?
તારા : મમ્મીનો ફોન આવતો નથી પણ હું સામેથી દિવસમાં બે-ત્રણ વાર કરુ છું.
અહાન : મમ્મીનો ફોન ઓછો આવે છે પણ પપ્પાનો ફોન દિવસમાં 15થી 20 વાર આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...