તાઉ-તેની આફ્ટર ઈફ્કેટ:આલિયા-રણબીરના ઘરને ભારે નુકસાન, મલાઈકા-એકતા કપૂરના ઘરની બહાર વૃક્ષો ધરાશાયી

મુંબઈ8 મહિનો પહેલા
  • તાઉ-તેને કારણે મુંબઈમાં અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે
  • એકતા કપૂર તથા જીતેન્દ્રના બંગલાની બહાર મોટું ઝાડ પડી જવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે

વાવાઝોડું તાઉ-તેએ સોમવાર, 17 મેના રોજ મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં તબાહી મચાવી હતી અને તેમાંથી મુંબઈ પણ બાકાત રહ્યું નહોતું. તાઉ-તેએ સામાન્યથી લઈ સેલિબ્રિટીઝના ઘર-ઓફિસ ઘમરોળી નાખ્યા હતા. તાઉ-તેને કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ઝાડો પડી ગયા છે. વાવાઝોડાને કારણે રણબીર-આલિયાના નવા ઘરને ઘણું જ નુકસાન થયું છે.

હાલમાં જ વીડિયો વાઈરલ થયો
સો.મીડિયામાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના નવા ઘરનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘર મુંબઈના બાંદ્રામાં બની રહ્યું છે. નવી બનતી બિલ્ડિંગની બહાર અનેક ઝાડ પડ્યા છે. JCB મશીનથી આ આખો રસ્તો સાફ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં આલિયા તથા રણબીર પોતાના નવા ઘરની સાઈટ પર સાથે જોવા મળ્યા હતા.

મુંબઈમાં અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે
મુંબઈમાં અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે
આલિયા-રણબીરના નવા બનતા ઘરને ખાસ્સું નુકસાન થયું છે
આલિયા-રણબીરના નવા બનતા ઘરને ખાસ્સું નુકસાન થયું છે
આલિયા-રણબીર આ વર્ષની શરૂઆતમાં પોતાના નવા બનતા ઘરની મુલાકાતે આવ્યા હતા
આલિયા-રણબીર આ વર્ષની શરૂઆતમાં પોતાના નવા બનતા ઘરની મુલાકાતે આવ્યા હતા

એકતા-જીતેન્દ્રના ઘરની બહાર ઝાડ ધરાશાયી
અન્ય એક વીડિયોમાં એકતા તથા જીતેન્દ્રના ઘરની બહાર ઝાડ ધરાશાયી થયેલા જોવા મળે છે અને તેને કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો છે. એકતા તથા જીતેન્દ્રનો બંગલો મુંબઈના જુહૂમાં આવેલો છે.

જીતેન્દ્ર-એકતા કપૂરના ઘરની બહાર મોટું ઝાડ પડી ગયું હતું
જીતેન્દ્ર-એકતા કપૂરના ઘરની બહાર મોટું ઝાડ પડી ગયું હતું
ઝાડ પડવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો
ઝાડ પડવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો

રીતિક-અક્ષયના ઘરની બહાર પણ ઝાડ પડી જવાની ઘટના
રીતિક તથા અક્ષય કુમાર મુંબઈના જુહૂ વિસ્તારમાં રહે છે. બંનેનું ઘર એક જ બિલ્ડિંગમાં છે. આ બિલ્ડિંગની બહાર રસ્તા પર વૃક્ષ પડી ગયેલા જોવા પડે છે. મલાઈકાના ઘરની બહાર રસ્તા પર ઝાડ પડી ગયેલા જોવા મળે છે.

અક્ષય કુમારની ઓફિસની બહાર તાઉ-તેએ આ રીતે તારાજી સર્જી હતી
અક્ષય કુમારની ઓફિસની બહાર તાઉ-તેએ આ રીતે તારાજી સર્જી હતી

'તાઉ-તે' વાવાઝોડાને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગમાં નુકસાન થયું હોવાના અહેવાલો છે. તાઉ-તેને કારણે મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 14 લોકોનાં મૃત્યુના સમાચાર છે, જ્યારે 18 લોકોને એને કારણે ઈજા પહોંચી છે. તોફાની વાવાઝોડાને પગલે 3772 સ્ટ્રક્ચરને અત્યારસુધીમાં નુકસાન થયું છે. શોર્ટ સર્કિટ થવાના 17 જેટલા બનાવો બન્યા છે. મુંબઈમાં વાવાઝોડાને પગલે 604 જેટલાં વૃક્ષ પડી જવાના બનાવો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...