ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ પાંચમો દિવસ:આર્યન સહિત આઠ આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં, જામીન અરજી પર આવતીકાલે 11 વાગે સુનાવણી થશે

મુંબઈ2 મહિનો પહેલા
 • ગૌરી ખાનનો આવતીકાલે 50મો જન્મદિવસ, સેલિબ્રેશન કેન્સલ કરવામાં આવ્યું
 • આર્યન ખાન મુશ્કેલીમાં મુકાતા શાહરુખ ખાને શૂટિંગ પોસ્ટપોન કર્યું

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના આજે (7 ઓક્ટોબર) NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની કસ્ટડી પૂરી થઈ હતી. NCBએ આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ સહિત 8ને આજે (7 ઓક્ટોબરે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મેટ્રોપૉલિટન કોર્ટે શાહરુખના દીકરા આર્યન સહિત 8 આરોપીઓને NCBની કસ્ટડીમાં મોકલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે આઠેય આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જામીન અરજી પર આવતીકાલ (8 ઓક્ટોબર)ના રોજ સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં NCBએ આર્યન સહિત 8 આરોપીઓની કસ્ટડી 11 ઓક્ટોબર સુધી વધારવાની માગણી કરી હતી.

અપટેડ્સ

 • NCBના ઝોનલ ડિરેક્ટરે કોર્ટને વિનંતી કરી હતી કે તમામ આરોપીઓને NCB લોકઅપમાં જ રાખવામાં આવે, કારણ કે સાંજે છ વાગ્યા પછી કોવિડ રિપોર્ટ વગર જેલમાં આરોપીની એન્ટ્રી થઈ શકતી નથી. આથી NCB પાસે જ આઠેય આરોપીના રિમાન્ડ રહે, જેને કોર્ટે માન્ય રાખી હતી.
 • NCBએ કોર્ટમાં 11 ઓક્ટોબર સુધીના રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે તે ફગાવી દીધા હતા. ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી.
 • ASG અનિલ સિંહે કહ્યું, મારા મિત્ર મિસ્ટર માનશિંદે એક વાર્તાની જેમ દલીલો કરી. તેમણે દાવો કર્યો કે આર્યન નિર્દોષ છે. હું તેમને આર્યનનું સ્ટેટમેન્ટ બતાવાવમાગું છું. આ બતાવવાનું કારણ એ છે કે તમે એક વાર્તા ઘડી કાઢી છે. NCBએ અડધો કલાક પહેલાં જ એક આરોપીની ધરપકડ કરી છે.
 • વિક્રાંત છોકરના વકીલ આશીષ રઘુવંશીએ કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ 144 કલાકોથી NCBની અટકાયતમાં છે. રિમાન્ડ રિપોર્ટમાં તેમની વિરુદ્ધ કંઈ જ નથી. તમામ 8 આરોપીની વચ્ચે અત્યાર સુધી કોઈ સંબંધ હોય તે વાત સામે આવી નથી.
 • આર્યનના વકીલે કહ્યું હતું, વ્હોટ્સએપ ચેટ ફુટબોલ અંગેની છે અને ફુટબોલમાં કોઈ જાતનું ડ્રગ્સ હોતું નથી
 • સતીશ માનશિંદેએ કોર્ટને કહ્યું કે 2 રાતથી આર્યનની પૂછપરછ થઈ નથી. પછી NCB આર્યનની કસ્ટડીની માગણી કેમ કરે છે. NCB વારંવાર એમ કહે છે કે તે મુખ્ય આરોપી સુધી પહોંચવા માગે છે, પરંતુ ત્યાં સુધી તે આર્યનને બંધ બનાવીને રાખી શકે નહીં.
 • મુનમુન ધામેચાના વકીલ અલી કાશિફ દેશમુખે કહ્યું હતું કે મુનમુનના સંબંધો એક પણ આરોપી સાથે નથી. તે મધ્ય પ્રદેશ સાગરની છે. તેને ઇન્વાઇટ કરવામાં આવી હતી અને તે ક્રૂઝ પર ગઈ હતી. મુનમુને જામીન માટે અરજી કરી છે.
 • અરબાઝના વકીલ તારક સૈય્યદે કહ્યું હતું કે જ્યારે બીજા લોકો પાસેથી ડ્રગ્સ મળ્યું ત્યારે અરબાઝની કસ્ટડીની કેમ જરૂર છે? 6 ગ્રામ ચરસના પંચનામાની નકલ પણ આપવામાં આવી નથી. તમામને સાથે બોલાવીને પૂછી લેવાની જરૂર છે કે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે નહીં?
 • એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહે NCB તરફથી દલીલો શરૂ કરી હતી. તેમણે જૂના કેસનો રેફરન્સ આફ્યો હતો. ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદેએ ડિમાન્ડ કરી હતી કે NCB ધરપકડથી લઈ કસ્ટડીમાં રાખવા સુધીની તમામ માહિતી કોર્ટને આપે.
 • સતનીશ માનશિંદેએ કહ્યું હતું કે આર્યનને પ્રતીક ગાબાએ ઇન્વાઇટ કર્યો હતો. પ્રતીક તથા આર્યન વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ અંગે કોર્ટમાં દલીલો થઈ હતી. આ ચેટમાં રેવ પાર્ટીનો ઉલ્લેખ નહોતો. ઉલ્લેખનીય છે કે પ્રતીક, અરબાઝ મર્ચન્ટનો પણ મિત્ર છે.
 • બચાવ પક્ષના વકીલે જજને આગ્રહ કર્યો કે જે લોકોનો કેસ સાથે સંબંધ નથી, તેમને કોર્ટરૂમની બહાર મોકલવામાં આવે. જજે કેસ સંબંધિત લોકોને હાથ ઉપર કરવાનું કહ્યું અને બાકીના લોકોને બહાર જવાનો આદેશ આપ્યો
 • કોર્ટે અચિત કુમારને 9 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો
 • જજે અચિત કુમારની ધરપકડને ગેરકાયદેસર માનવાનો ઈનકાર કર્યો
 • કોર્ટરૂમમાં પવઈમાં 2.6 ગ્રામ ગાંજો જપ્ત થયો તે અંગે દલીલો થઈ
 • અચિત કુમારના વકીલે પોતાના ક્લાયન્ટને ડ્રગ્સ રેકેટનો હિસ્સો ગણાવવા બદલ વિરોધ કર્યો
 • NCBના વકીલ અદ્વૈત સેતનાએ કહ્યું ખોટી ધરપકડ કરી હોવાનો દાવો કરવો ચલણ બની ગયું છે?
 • અચિત કુમારના વકીલનો સવાલ, 2 દિવસ તે NCBની કસ્ટડીમાં છે, તેની શું તપાસ ને પૂછપરછ કરવામાં આવે છે?
 • અચિત કુમારના વકીલ અશ્વિન થૂલે NCBના દાવાને ખોટો ગણાવ્યો અને NCBની ખામીઓ ગણાવી
 • NCBના વકીલે કહ્યું, સ્વતંત્ર તથા નિષ્પક્ષ તપાસ માટે અચિતના રિમાન્ડ વધારવા જરૂરી
 • અરબાઝ તથા આર્યનના નિવેદનને આધારે ધરપકડ કરાયેલા અચિત કુમાર અંગે કોર્ટમાં દલીલો
 • આરોપીઓના વકીલને રિમાન્ડ કૉપી વાંચવા માટે આપવામાં આવી
 • સૂત્રોના મતે, શાહરુખ ખાન ટ્રાઇડેન્ટ હોટલમાં છે અને દીકરાના હિયરિંગની પળ-પળની માહિતી લઈ રહ્યો છે
 • કોર્ટમાં માત્ર 3 પંખા જ છે અને વકીલ તથા સુનાવણી માટે આવેલા લોકો ગરમીથી આકળ-વિકળ થઈ રહ્યા છે.
 • કોર્ટરૂમમાં ભીડ છે અને મુનમુન ધામેચાના ભાઈને બેસવાની જગ્યા પણ મળી નથી.
 • આર્યનના વકીલોની ટીમની સાથે આવેલા લોકો પાસે કાળા રંગની 2 બેગ ભરીને પેપર છે.
 • NCBએ કોર્ટમાં કહ્યું હતું કે આર્યન ખાને પૂછપરછ દરમિયાન અચીત કુમારનું નામ આપ્યું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુ જગ્યાએ દરોડા પાડવા માટે તથા ધરપકડ કરવા માટે હાલના આરોપીઓની પૂછપરછ કરવી જરૂરી છે.

બીજી બાજુ મેટ્રોપૉલિટિન કોર્ટ એક સ્પેશિયલ કોર્ટ છે અને NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) એક્ટ હેઠળ જામીન આપવાનો અધિકાર આ કોર્ટ પાસે નથી. આથી જ માનવામાં આવે છે કે આર્યનના વકીલ સતીશ માનશિંદે કોર્ટમાં આર્યનના રિમાન્ડ પૂરા કરીને જેલમાં મોકલવાની દલીલ કરી છે અને તેથી જ તે હાયર કોર્ટમાં જામીન માટે અપીલ કરી શકે.

8 ઓક્ટોબરે ગૌરી ખાનનો 51મો જન્મદિવસ
આર્યનની માતા ગૌરી ખાનનો 8 ઓક્ટોબરે 51મો જન્મદિવસ છે. આર્યનની ધરપકડ પહેલાં ગૌરીના જન્મદિવસ પર પાર્ટી કરવાનું આયોજન હતું. જોકે, હવે આ સેલિબ્રેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

અરબાઝ મર્ચન્ટે NCBના દાવાને ખોટો ગણાવ્યો, ક્રૂઝ ટર્મિનલ ફુટેજ માટે એપ્લિકેશન ફાઇલ કરી
3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ ટર્મિનલમાંથી NCBએ અરબાઝ તથા આર્યન ખાનને પકડ્યા હતા. એપ્લિકેશનમાં અરબાઝે કહ્યું હતું કે તેની પાસે માત્ર 6 ગ્રામ ચરસ મળ્યું હોવા છતાંય આર્યન ખાન વિરુદ્ધ NCBની રિમાન્ડ એપ્લિકેશનમાં વધુ માત્રામાં ડ્રગ્સ મળ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. અરબાઝે એ પણ દાવો કર્યો છે કે NCBનો આરોપ છે કે તેમનો ઈરાદો ક્રૂઝ પર ચઢવાનો હતો, આ પૂરી રીતે ખોટો છે. તેમની પાસે શિપની એન્ટ્રી ટિકિટ જ નહોતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે, 6 ઓક્ટોબરે આર્યન ખાનને NCB લોકઅપમાંથી જેજે હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો.

આ દરમિયાન મોડી રાત્રે (6 ઓક્ટોબર) NCBએ વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ વિદેશી વ્યક્તિ પર ક્રૂઝમાં ધરપકડ કરાયેલા લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. આર્યન તથા અરબાઝના વકીલ જામીન અરજી દાખલ કરી છે.

શાહરુખે શૂટિંગ કેન્સલ કર્યું
શાહરુખનું 6 ઓક્ટોબરના રોજ અજય દેવગન સાથે જાહેરાતનું શૂટિંગ હતું. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહરુખે શૂટિંગ પોસ્ટપોન કરી દીધું હતું.

બીજી ઓક્ટોબરના રોજ આર્યનની અટકાયત કરવામાં આવી હતી
બીજી ઓક્ટોબરના રોજ આર્યનની અટકાયત કરવામાં આવી હતી

શાહરુખે સ્પેન પણ નહીં જાય
શાહરુખ ખાન 10 ઓક્ટોબરના રોજ 'પઠાન'ના શૂટિંગ માટે સ્પેન જવાનો હતો. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે અને તે પણ સ્પેન જવાની હતી. સ્પેનના મલ્લોર્કા તથા કાડિઝ જેવા લોકેશન પર સ્પેશિયલ રોમેન્ટિક શૂટિંગ થવાનું હતું. આ ઉપરાતં ફિલ્મના કેટલાંક એક્શન સીન પણ શૂટ થવાના હતા. અહીંયા 21 દિવસનું શૂટિંગ હતું, પરંતુ હવે આ શૂટિંગ હાલ પૂરતું પોસ્ટપોન કરવામાં આવ્યું હતું.

શાહરુખને જોતાં જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો આર્યન
ન્યૂઝ એજન્સી ' IANS'ના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાને NCBની સ્પેશિયલ પરમિશન લઈને દીકરાને લોકઅપમાં મળ્યો હતો. પિતા શાહરુખને જોતાં જ આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. શાહરુખ થોડીક જ મિનિટ માટે દીકરાને મળી શક્યો હતો.

ગૌરી ખાન બર્ગર લઈને આવી
દીકરાની તબિયત અંગે ચિંતિત ગૌરી ખાન ગઈકાલ સવારે (પાંચ ઓક્ટોબર) દીકરા માટે મેકડોનાલ્ડનાં બર્ગર લઈને આવી હતી. જોકે NCB અધિકારીઓએ બર્ગરનાં પેકેટ્સ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આરોપીઓને ઘરનું ભોજન ખાવાની લકઝરી નથી. આર્યન ખાન માટે ઘરેથી કપડાં આવે છે.

NCBએ અત્યારસુધી 16 લોકોની ધરપકડ કરી છે. આજે (6 ઓક્ટોબર) આર્યનને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અન્ય લોકોની સામે પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના મતે, NCBને આર્યનના ફોનમાંથી મહત્ત્વના સુરાગ મળ્યા છે.

ત્રીજી ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી
ત્રીજી ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી

NCBએ આર્યનનો ફોન ફોરેન્સિકમાં મોકલ્યો
પુરાવા જમા કરાવવા માટે NCBએ આર્યનના ફોનનું ક્લોનિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. NCBના અધિકારીઓને વ્હોટ્સએપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની માહિતી મળી છે, જેમાં આપત્તિજનક તસવીરો છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં તપાસ બાદ આ ફોનમાંથી વધુ રહસ્યો ઉજાગર થાય એવી આશા છે. આર્યન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં છે.

આર્યન ખાનને અન્ય આરોપીઓની જેમ ભોજન આપ્યું
આર્યન હાલમાં NCB લોકઅપમાં છે. તેણે કેટલીક સાયન્સની બુક માગી હતી અને અધિકારીઓએ આપી હતી. આર્યન માટે NCB ઓફિસ પાસે બનેલી નેશનલ હિંદુ રેસ્ટોરાં તથા બડે મિયાં રેસ્ટોરાંમાંથી ભોજન લાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...