ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી:આર્યન ખાનની સાથે જ પકડાયેલી નૂપુર સારિકાએ સેનિટરી પેડ્સમાં ડ્રગ્સ છુપાવ્યું હતું, દિલ્હીમાં છે પ્રાઇમરી ટીચર

મુંબઈ2 મહિનો પહેલા
  • આર્યન તથા અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ પર ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા

શનિવાર, ગાંધીજયંતીની રાત્રે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ દરિયામાં યોજાયેલી પાર્ટી પર દરોડા પાડીને શાહરુખના દીકરા સહિત 7 આરોપીની પહેલા અટકાયત અને પછી ધરપકડ કરી હતી. આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાઇમરી ટીચર છે નૂપુર સારિકા
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, નૂપુર સારિકા મૂળ દિલ્હીની છે. તે પ્રાઇમરી સ્કૂલની ટીચર છે. નૂપુરને અન્ય આરોપી મોહકે ડ્રગ્સ આપ્યું હતું. નૂપુરે આ ડ્રગ્સ સેનિટરી પેડ્સમાં છુપાવ્યું હતું અને તે રેવ પાર્ટીમાં આવી હતી.

આર્યન, અરબાઝ તથા મુનમુનને 7 ઓક્ટોબર સુધી કસ્ટડી આપવામાં આવી છે
આર્યન, અરબાઝ તથા મુનમુનને 7 ઓક્ટોબર સુધી કસ્ટડી આપવામાં આવી છે

ઈસ્મિત સિંહ
ઈસ્મિત દિલ્હીનો છે. તેની દિલ્હીમાં અનેક હોટલ છે. ઈસ્મિત પાર્ટીનો શોખીન છે અને NCBને તેની પાસેથી 14 MDMAની ગોળીઓ મળી આવી હતી.

મોહક જયસ્વાલ
મોહક પણ દિલ્હીનો છે. તે IT () પ્રોફેશનલ છે. મોહકની પાસે ફોરેન વર્ક એક્સપિરિયન્સ પણ છે. મોહકે મુંબઈના સ્થાનિક વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લીધું હતું. પછી તેણે આ ડ્રગ્સ નૂપુરને આપ્યું હતું. કહેવાય છે કે નૂપુરે સેનિટરી પેડ્સમાં આ ડ્રગ્સ છુપાવી દીધું હતું. તે ક્રૂઝમાં મોહકને ડ્રગ્સ આપવાની હતી.

આ ક્રૂઝમાં આઠેય આરોપી ઝડપાયા હતા
આ ક્રૂઝમાં આઠેય આરોપી ઝડપાયા હતા

વિક્રાંત છોકર
વિક્રાંત પણ દિલ્હીનો જ છે. કહેવાય છે કે વિક્રાંત ડ્રગ એડિક્ટ છે. તે અવારનવાર મનાલા ક્રીમ તથા ગોવા જઈને ડ્રગ્સ લે છે. NCBને વિક્રાંત પાસેથી 5 ગ્રામ મેફેડ્રોન, 10 ગ્રામ કોકેન મળી આવ્યું છે.

ગોમિત ચોપરા
ગોમિત દિલ્હીમાં ફેશન મેકઅપ આર્ટિસ્ટ છે. દિલ્હીના જાણીતા સેલેબ્સ ગોમિતને મેકઅપ માટે બોલાવે છે. ભાગ્યે જ એવો કોઈ બ્રાઇડલ ફેશન શો હશે, જેમાં ગોમિતે મેકઅપ ના કર્યો હોય. ગોમિત આઇ લેન્સના બોક્સમાં ડ્રગ્સ લઈને આવ્યો હતો. તેની પાસેથી 4 MDMAની ગોળીઓ મળી આવી હતી.

આર્યન ખાન સહિતના આરોપીઓને NCB ઓફિસના લોકઅપમાં રાખવામાં આવ્યા છે
આર્યન ખાન સહિતના આરોપીઓને NCB ઓફિસના લોકઅપમાં રાખવામાં આવ્યા છે

શ્રેયસ નાયરે ડ્રગ્સ સપ્લાય કર્યું
શ્રેયસ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રહે છે. રેવ પાર્ટીમાં અલગ અલગ ગ્રુપ પાર્ટી કરતું હતું, આમાંથી જ એક ગ્રુપના લોકોને શ્રેયસે ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. શ્રેયસ પણ તે પાર્ટીમાં જવાનો હતો. જોકે, કેટલાંક કારણોસર તે જઈ શક્યો નહીં. શ્રેયસ રેવ પાર્ટીના ઇવેન્ટ મેનેજર્સમાંથી એક છે. શ્રેયસ, અરબાઝ મર્ચન્ટ તથા આર્યન ખાન સ્કૂલ સમયના ખાસ મિત્રો છે.

અન્ય સમાચારો પણ છે...