તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિટિક ચોઈસ અવોર્ડ્સ 2021:'સ્કેમ 1992' બેસ્ટ વેબ સિરીઝ બની, વિજેતાઓમાં પ્રતીક ગાંધી, પંકજ કપૂર અને સુષ્મિતા સેન પણ સામેલ

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીક ગાંધીને વેબ સિરીઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી' માટે બેસ્ટ એક્ટર અને સુષ્મિતા સેનને વેબ સિરીઝ 'આર્યા' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો. - Divya Bhaskar
પ્રતીક ગાંધીને વેબ સિરીઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી' માટે બેસ્ટ એક્ટર અને સુષ્મિતા સેનને વેબ સિરીઝ 'આર્યા' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો.

ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ્સના ત્રીજા એડિશનમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કલાકારો, ટેક્નિશિયન્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સની સફળતાને સેલિબ્રેટ કરવામાં આવી. સૌથી પોપ્યુલર સેરેમનીમાંની એક આ અવોર્ડ સેરેમનીમાં બધી ભારતીત ભાષાઓની ફીચર ફિલ્મો, વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મોની પ્રતિભાઓ, કલાકારો અને ટેક્નિશિયનને સન્માનિત કરવામાં આવ્યા.

વિનર્સનું લિસ્ટ
શોર્ટ ફિલ્મ્સ

કેટેગરીવિનરશોર્ટ ફિલ્મ
બેસ્ટ શોર્ટ ફિલ્મબેબાક
બેસ્ટ ડિરેક્ટરશાઝિયા ઇકબાલબેબાક
બેસ્ટ એક્ટરઆદિલ હુસૈનમીલ
બેસ્ટ એક્ટ્રેસઅમૃતા સુભાષધ બૂથ
બેસ્ટ રાઇટિંગશાઝિયા ઇકબાલબેબાક

ફીચર ફિલ્મ્સ

કેટેગરીવિનરફીચર ફિલ્મ
બેસ્ટ ફિલ્મઇબ આલે ઉ
બેસ્ટ ડિરેક્ટરપ્રતીક વત્સઇબ આલે ઉ
બેસ્ટ એક્ટરમનોજ બાજપેયીભોંસલે
બેસ્ટ એક્ટ્રેસતિલોત્તમા શોમસર
બેસ્ટ કો-એક્ટરપંકજ ત્રિપાઠીગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ
બેસ્ટ કો-એક્ટ્રેસ ​​​​​​​સઇ પલ્લવીપાવા કધાઈગલ (તમિળ)
બેસ્ટ રાઇટિંગસાચીઅયપ્પનમ કોશિયમ (મલયાલમ)
બેસ્ટ સિનેમેટોગ્રાફી ​​​​​​​સિદ્ધાર્થ દીવાનબુલબુલ
બેસ્ટ એડિટિંગમહેશ નારાયણનસી યુ સૂન (મલયાલમ)

વેબ સિરીઝ

કેટેગરીવિનરવેબ સિરીઝ
બેસ્ટ વેબ સિરીઝસ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી
બેસ્ટ એક્ટર ​​​​​​​પ્રતીક ગાંધીસ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી
બેસ્ટ એક્ટ્રેસસુષ્મિતા સેનઆર્યા
બેસ્ટ કો-એક્ટરઅભિષેક બનર્જીપાતાલ લોક
બેસ્ટ કો-એક્ટ્રેસસ્વસ્તિકા મુખર્જીપાતાલ લોક
બેસ્ટ રાઇટિંગસુમિત પુરોહિત, સૌરવ ડે, વૈભવ વિશાલ, કરણ વ્યાસસ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી

શું કહે છે સેરેમની સાથે જોડાયેલા લોકો
'ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ'ના ચેરપર્સન અનુપમા ચોપરાએ કહ્યું, 'હું ઘણી ઉત્સાહિત છું. ગયું વર્ષ ઘણું જ મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાં આપણે આટલી એનર્જી અને ચમક સાથે આ સ્ટોરીને સેલિબ્રેટ કરી શકીએ છીએ. બધા વિનર્સને ખૂબ વધામણી.'

મોશન કન્ટેન્ટ ગ્રુપ ઇન્ડિયાના બિઝનેસ હેડ સુદીપ સાન્યાલ કહે છે, 'કન્ટેન્ટ ક્રિએટર્સ અને પ્રતિભાઓને સન્માનિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અમે સફળતાપૂર્વક ખરા ઉતર્યા છીએ. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી અમને જે રિસ્પોન્સ મળ્યા, તે ઘણા જબરદસ્ત હતા. અમને આશા છે કે આ સકારાત્મકતા આપણા મનોરંજનની ગુણવત્તાને વધુ નિખારશે.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો