હાઇકોર્ટમાં રાજ કુંદ્રાએ પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને રિટ પિટીશન કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે અનેક ઘટસ્ફોટ તથા તથ્યો રજૂ કર્યા હતા. તેમણે કોર્ટમાં એ વાત કહેવાનો પ્રયાસ કર્યો હતો કે રાજ કુંદ્રાની ધરપકડ યોગ્ય છે અને શા માટે જરૂરી હતી. વકીલે કહ્યું હતું કે રાજ કુંદ્રાના લેપટોપમાંથી યુઝર્સ ફાઇલ્સ, ઇમેલ્સ, મેસેજ, ફેસટાઇમ્સ, ઇન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટ્રી મળી છે, જેમાં સબસ્ક્રાઇબર્સની માહિતી તથા અલગ અલગ પ્રકારના ઇનવોઇસ મળી આવ્યા છે.
ઘણો ડેટા ડિલીટ કરી નાખ્યો
વકીલે કહ્યું હતું કે ક્રાઇમ બ્રાંચને સ્ટોરેજ નેટવર્કમાંથી 51 એડલ્ટ ફિલ્મ મળી હતી, જ્યારે રાજ કુંદ્રાના લેપટોપમાંથી 68 એડલ્ટ મૂવી મળી છે. રાજ કુંદ્રા બ્રિટિશ નાગરિક છે અને તે સતત અનેક પુરાવાઓનો નાશ કરી ચૂક્યો હતો અને કરતો હતો. તો શું તપાસ એજન્સી આ બધું કરતાં ચૂપચાપ જોયે રાખે રાજ કુંદ્રાએ આઇફોનથી આઇક્લાઉટ ડેટામાંથી ઘણું જ ડિલિટ કર્યું હતું.
રાજ માર્કેટિંગ સ્ટ્રેટેજી તૈયાર કરતો હતો
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનમાં હોટશોટ્સ એપ્લિકેશનની ડિટેલ્સ મળી હતી, જેમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી, ફંક્શનની તમામ માહિતી હતી. આ ઉપરાંત ફિલ્મની સ્ક્રિપ્ટ સેક્સ્યુઅલ કન્ટેન્ટ સાથે મળે છે. કેટલાંક ઇમેલ્સ રિવાઇવ કરવામાં આવ્યા છે. રાજ કુંદ્રાના વ્હોટ્સએપ ગ્રુપમાં રાયન, વિઆન ઇન્ડસ્ટ્રીના અકાઉન્ટ, બોલીફેમ ટેકઓવર મળ્યા છે. આરોપી નંબર 11 રાયને જે પણ કન્ટેન્ટ ડિલિટ કર્યું હતું, તેને રિવાઇવ કરી શકાયું નથી.
ઉમેશ કામત સાથેની રાજની ચેટ મળી
રાયનની પ્રદીપ બક્ષીની સાથે રાજ કુંદ્રા તથા ઉમેશ કામત સાથેની ચેટ મળી આવી છે. સરકારી વકીલના મતે, રાજ કુંદ્રાને 41A નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેણે નોટિસ સ્વીકારી નહોતી. રાજ કુંદ્રા સતત તપાસમાં સહયોગ આપતો નહોતો. આ ઉપરાંત રાજ કુંદ્રા પુરાવાઓનો નાશ કરતો હતો. અનેક ચેટ્સ તથા પુરાવાઓ નષ્ટ કરી નાખ્યા છે.
પ્લાન B હેઠળ બોલીફેમ લાવવામાં આવી હતી
રાજ કુંદ્રાની હોટશોટ્સ એપ્લિકેશનના વ્હોટ્સએપ ગ્રુપનો એડમિન હતો, તેને ગૂગલમાંથી પોર્નોગ્રાફી કન્ટેન્ટને કારણે બૅન કરી દેવામાં આવ્યું હતું. આ કન્ટેન્ટ ન્યૂડિટી તથા સેક્સ્યુઅલ કન્ટેન્ટની ગાઇડલાઇનનો ભંગ કરતું હતું. સરકારી વકીલના મતે, હોટશોટ્સને બૅન કર્યા બાદ પ્લાન B હેઠળ બોલીફેમ લાવવાની વાતનો ઉલ્લેખ છે.
કુંદ્રાના વકીલે દલીલ નકારી
કુંદ્રાના વકીલ આબાદ પોંડેએ પોલીસના આરોપ નકારી કાઢીને દલીલ કરી કે ફોન અને લેપટોપ સહિત આ બધાં ડિવાઈસીસ પોલીસે તલાશીમાં મેળવ્યા હતા. થોર્પેના વકીલ અભિનવ ચંદ્રચુડેદલીલ કરી કે થોર્પેને કલમ 41એ હેઠળ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેનું પાલન કે પ્રતિસાદ આપવાનો સમય અપાયો નહોતો. થોર્પે નોટિસ સામે જવાબ આપે તે પૂર્વે તેની ધરપડ કરાઈ હતી.
કુંદ્રાની વધુ એક કેસમાં આગોતરા જામીન અરજી
ચંદ્રચુડે કેસ સંબંધમાં અનેક શંકાકુશંકાઓ વ્યક્ત કરી હતી. બંને પક્ષની દલીલો પછી કોર્ટે આદેશ અનામત રાખ્યો છે. કુંદ્રાએ આ અરજીમાં એમ પણ જણાવ્યું છે કે પોલીસ જેને પોર્નોગ્રાફિક બતાવી રહી છે તે વાસ્તવમાં જાતિય કૃત્યો બતાવતી નથી, પરંતુ ટૂંકી ફિલ્મના સ્વરૂપમાં સામગ્રી બતાવે છે, જે કામુક પ્રકારની છે. દરમિયાન 2 ઓગસ્ટ સોમવારે સેશન્સ કોર્ટે કુંદ્રા દ્વારા પોલીસે ગયા વર્ષે નોંધાવેલા આવા જ અન્ય કેસમાં દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી પર આદેશ અનામત રાખ્યો છે. તે 7 ઓગસ્ટે ચુકાદો આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.