તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

KBC 13:જ્યારે સૌરવ ગાંગુલી મેદાનમાં મોડો પહોંચ્યો ત્યારે ક્રિકેટર સ્ટીવ વો ગુસ્સે થઈ ગયો હતો, ગાંગુલી- સેહવાગે શેર કરી રમૂજી ઘટના

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગે KBCની ગેમ રમી અને તેમના પર્સનલ-પ્રોફેશનલ જીવન વિશેની રસપ્રદ વાતો શેર કરી હતી. - Divya Bhaskar
કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગે KBCની ગેમ રમી અને તેમના પર્સનલ-પ્રોફેશનલ જીવન વિશેની રસપ્રદ વાતો શેર કરી હતી.
  • અમિતાભે દાદાને કહ્યું, અમે સાંભળ્યું છે કે તમે લોકોને ઘણી રાહ જોવડાવો છો

કૌન બનેગા કરોડપતિની 13મી સીઝન ચાલી રહી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સીઝનમાં દર શુક્રવારે કેટલાક ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે અને બિગ બી તેમની સાથે KBC ગેમ રમે છે. કૌન બનેગા કરોડપતિના એપિસોડમાં ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બંનેએ KBCની રમત રમી અને તેમના પર્સનલ-પ્રોફેશનલ જીવન વિશે રસપ્રદ બાબતો શેર કરી.

અમિતાભે દાદાને પૂછ્યો અઘરો સવાલ
અમિતાભ બચ્ચને ગેમની શરૂઆત પહેલાં સૌરવ ગાંગુલીને પકડ્યો હતો અને તેમની શરૂઆતની કારકિર્દીને લગતો સવાલ પૂછતાં કહ્યું હતું કે તે મેદાનમાં મોડા આવવા માટે જાણીતો હતો. આ પછી ગાંગુલીએ તેને મળેલા આ ટેગ વિશે જણાવ્યું અને તેની પાછળનું કારણ પણ સમજાવ્યું કે છેવટે જ્યારે સૌરવ તેની કારકિર્દીની શરૂઆતમાં કેપ્ટન બન્યો ત્યારે તે મેદાનમાં મોડો પહોંચતો હતો. આ કિસ્સો વર્ષ 2001માં યોજાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાનનો હતો.

જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટનને દાદાએ ગુસ્સો અપાવ્યો
દાદાએ કહ્યું હતું કે તે નવો નવો કેપ્ટન બન્યો હતો અને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એક મેચ હતી. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ વો મેદાન પર 5 મિનિટ વહેલા પહોંચવા માટે લોકપ્રિય હતો. તે ટોસ માટે સમયથી પહેલાં આવ્યો અને અહીં દાદાની રાહ જોઇ રહ્યો હતો. દાદા એ દિવસે સમયથી થોડા મોડા પહોંચ્યા, કારણ કે તેનું બ્લેઝર ખોવાઈ ગયું હતું અને એ મળતું નહોતું. તેને બ્લેઝર શોધવામાં મોડું થયું. જ્યારે તે ટોસ માટે મોડો પહોંચ્યો તો આ દરમિયાન સ્ટીવ વો ખૂબ જ ગુસ્સામાં હતો. ટોસ થયો. ભારતે મેચ જીતી લીધી પણ તોફાની દાદા પોતાની હરકતોથી અટકતા ન હતા. સ્ટીવ વોને થોડા વધારે ચીડવવા માટે પછીની મેચમાં જ્યારે ટોસ થયો ત્યારે પણ તે થોડો મોડો પહોંચ્યો. આ વખતે પણ સ્ટીવ વો ગુસ્સે થયો હતો.

ગાંગુલી- સેહવાગે શેર કરી રમૂજી ઘટના
તમને જણાવી દઈએ કે ગાંગુલી અને સેહવાગે મેદાન અને ડ્રેસિંગ રૂમની ઘણી વાતો શેર કરી હતી. ગાંગુલીએ જણાવ્યું હતું કે જ્યારે તે અને સેહવાગ બેટિંગ કરતા હતા ત્યારે દાદાએ હંમેશાં સેહવાગને સંયમ સાથે રમવા અને મોટા શોર્ટ્સ મારવાથી બચવા માટે કહેતા હતા. બીજી બાજુ, સેહવાગ તેની હામાં હા પાડી દેતો હતો, પરંતુ બરાબર એની વિરુદ્ધ કરતો હતો અને ઘણી બાઉન્ડરી ફટકારતો હતો. સેહવાગે એમ પણ કહ્યું હતું કે જો તે મોટા શોર્ટ રમ્યા બાદ જલદી આઉટ થઈ જતો તો તેને ડ્રેસિંગ રૂમમાં સચિન, દ્રવિડ, ગાંગુલી અને લક્ષ્મણ દ્વારા ઠપકો પણ મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...