બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તથા ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ડેટ કરતા હોવાની ચર્ચા છે. હાલમાં જ વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચમાં શુભમને 149 બોલમાં બેવડી સદી ફટકારી હતી અને 208 રન બનાવીને આઉટ થયો. આ મેચનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં ચાહકો ગિલને જોઈને 'સારા...સારા..'ની બૂમો પાડે છે. જોકે, સો.મીડિયા યુઝર્સને ખબર નથી પડતી કે આ કઈ સારાની વાત થઈ રહી છે. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સવાલો પૂછ્યા હતા કે અહીંયાં કઈ સારાનું નામ લેવામાં આવ્યું છે, સારા અલી ખાન કે પછી સારા તેંડુલકર?
શુભમને શું પ્રતિક્રિયા આપી?
મેદાનમાં જ્યારે ચાહકોએ 'સારા...સારા..'ની બૂમો પાડી તો શુભમને માત્ર દર્શકો સામે હાથ હલાવ્યો હતો.
ઘણીવાર સારા અલી ખાન સાથે જોવા મળ્યો છે
23 વર્ષીય શુભમન ગિલ ઘણીવાર સારા અલી ખાન સાથે ક્યારેક લંચ ડેટ પર તો ક્યારેક ડિનર ડેટ પર જોવા મળે છે, પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ તેના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી. જાણીતા પંજાબી શો ' દિલ દિયા ગલ્લા'માં શુભમનને પૂછવામાં આવ્યું હતું કે બોલિવૂડની સૌથી ફિટ ફીમેલ એક્ટ્રેસ કોણ છે? શુભમને કંઈપણ વિચાર્યા વગર સારાનું નામ આપી દીધું હતું. આ બાદ ફરીથી સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે? આ સવાલનો જવાબ હતો ' શાયદ.' આ બાદ શુભમનને પૂછવામાં આવ્યું હતું કે સારાની સત્ય હકીકત જણાવો. ક્રિકેટરે શરમાતાં-શરમાતાં જવાબ આપ્યો હતો કે સારાની સત્ય હકીકત તો જણાવી દીધી છે.
સારા અલી ખાનના દાદા ક્રિકેટર હતા
નોંધનીય છે કે સારા અલી ખાનના દાદા નવાબ મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. સારાને પણ દાદાને કારણે ક્રિકેટમાં ઘણો જ રસ છે.
સચિનની દીકરી સાથે પણ નામ જોડાયું હતું
શુભમન ગિલ અને સારા તેંડુલકર રિલેશનશિપમાં હોવાની ચર્ચા ઘણા સમયથી થતી હતી. જોકે બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ જ વાત કરી નહોતી. જોકે બંને સો.મીડિયામાં એકબીજાની તસવીરો પર કમેન્ટ્સ કરતાં રહેતાં હતાં. હાલમાં જ સારા તથા શુભમને સો.મીડિયામાં એકબીજાને અનફૉલો કર્યાં હતાં, આથી જ માનવામાં આવે છે કે બંને વચ્ચે બ્રેકઅપ થયું ગયું છે.
સારા આ પહેલાં કાર્તિક આર્યનને કરી ચૂકી છે ડેટ
સારા અને શુભમનના ફેન્સ હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બંને ક્યારે તેમના સંબંધને ઓફિશિયલ કરશે. સારા અલી ખાન આ પહેલાં કાર્તિક આર્યનને ડેટ કરી ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.