તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઇફ:ક્રિકેટર કે એલ રાહુલ કથિત પ્રેમિકા અથિયા શેટ્ટીના ભાઈ અહાન સાથે લંડનની ગલીઓમાં જોવા મળ્યો

લંડન15 દિવસ પહેલા
  • ઇંગ્લેન્ડમાં હાલ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ બ્રેક પર છે.

ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડમાં છે. ક્રિકેટર્સ જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમ્યા હતા, જેમાં ભારત હાર્યું હતું. હવે ટીમ ઇન્ડિયા ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમશે. આથી જ ક્રિકેટર્સ ઇંગ્લેન્ડમાં જ રોકાયા છે. તાજેતરમાં જ ક્રિકેટર કે એલ રાહુલ બોલિવૂડ એક્ટર અહાન શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અહાન શેટ્ટી એક્ટ્રેસ અથિયાનો ભાઈ છે. છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા છે કે કે એલ રાહુલ તથા અથિયા વચ્ચે અફેર છે.

કે એલ રાહુલે તસવીર શૅર કરી

લંડનમાં કે એલ રાહુલ તથા અહાન શેટ્ટી
લંડનમાં કે એલ રાહુલ તથા અહાન શેટ્ટી

કે એલ રાહુલ લંડનની ગલીઓમાં અહાન શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. રાહુલ તથા અહાને બ્લેક આઉટફિટ પહેર્યા છે. રાહુલે માસ્કથી પોતાનો ચહેરો કવર કર્યો છે. આ તસવીર શૅર કરીને રાહુલે કહ્યું હતું, 'હેપ્પી વાઇબ્સ અહાન શેટ્ટી સાથે.'

અથિયાએ સોલો તસવીર શૅર કરી

અથિયા શેટ્ટીની સો.મીડિયા પોસ્ટ
અથિયા શેટ્ટીની સો.મીડિયા પોસ્ટ

માનવામાં આવે છે કે કે એલ રાહુલ સાથે અહાન તથા અથિયા બંને હતા. જોકે, રાહુલ કે અથિયાએ લંડનમાં બંને સાથે હોય તેવી એક પણ તસવીર શૅર કરી નથી. અથિયાએ સો.મીડિયામાં સોલો તસવીર શૅર કરી હતી.

આ તસવીરે લંડનમાં સાથે હોવાની પોલ ખોલી હતી
થોડાં સમય પહેલાં અથિયાએ પોતાની એક મોનોક્રોમ તસવીર શૅર કરી હતી. આ તસવીર બાદ તરત જ ચાહકોએ એ વાત નોટિસ કરી કે અથિયા હાલમાં ઇંગ્લેન્ડમાં પોતાના કથિત બોયફ્રેન્ડ કેએલ રાહુલની સાથે છે. ઉલ્લેખનીય છે કે રાહુલે થોડાં સમય પહેલાં એક્યૂટ એપેન્ડિક્સની સર્જરી કરાવી હતી. પછી તે વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો. રાહુલે પણ એક તસવીર શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, આજના દિવસના અપડેટ. તસવીરમાં રાહુલ ગાર્ડનમાં બેસીને કૉફીનો મજા માણતો જોવા મળે છે. આ બંને તસવીરમાં બેકગ્રાઉન્ડ એક જ હતું અને તેથી જ આ વાત ચાહકોના ધ્યાનમાં આવી હતી.

અથિયા તથા રાહુલની પોસ્ટમાં બેક ગ્રાઉન્ડ એક જ છે
અથિયા તથા રાહુલની પોસ્ટમાં બેક ગ્રાઉન્ડ એક જ છે
રાહુલની સો.મીડિયા પોસ્ટ
રાહુલની સો.મીડિયા પોસ્ટ

ઇંગ્લેન્ડ-ભારત વચ્ચે 5 ટેસ્ટ રમાશે
ઇન્ડિયન ક્રિકેટર્સ હાલમાં બ્રેક પર છે. 14 જુલાઈની આસપાસ ક્રિકેટર્સ બાયબોલમાં જશે તેમ માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ 4 ઓગસ્ટના રોજ રમાશે. એ પહેલાં ટીમ ઇન્ડિયા વોર્મ અપ મેચ 20થી 22 જુલાઈની વચ્ચે ઇંગ્લેન્ડ સામે રમશે.

અથિયાએ બોલિવૂડમાં 'હીરો' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અથિયા છેલ્લે 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી. છેલ્લાં ઘણાં સમયથી અથિયા તથા રાહુલ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. જોકે, બંનેમાંથી કોઈએ ઓફિશિયલી આ સંબંધોનો સ્વીકાર કર્યો નથી.