તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધો જાહેર કર્યા?:ક્રિકેટર કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાર્ટનર ગણાવી, એક્ટ્રેસ ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડ ગઈ હતી

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેએલ રાહુલ તથા અથિયાએ હજી સુધી પોતાના સંબંધો અંગે ઓફિશિયલ જાહેરાત કરી નથી

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીનું અફેર ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ સાથે હોવાની ચર્ચા છે, જોકે બંનેએ ક્યારેય પોતાનો સંબંધોનો સ્વીકાર કર્યો નથી. હવે લાગી રહ્યું છે કે બંને આ સંબંધો અંગે ઘણાં જ ગંભીર છે. કેએલ રાહુલ હાલમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડમાં જ છે. તેની સાથે અથિયા શેટ્ટી પણ છે.

રાહુલે અથિયાને પાર્ટનર કહી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે રાહુલે BCCIને એથિયાની ઓળખાણ પાર્ટનર તરીકે આપી હતી. ગયા મહિને અથિયા તથા રાહુલ સાથે જ ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા. ક્રિકેટર્સ ઇંગ્લેન્ડ જાય એ પહેલાં લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ્સે તમામ ક્રિકેટર્સને તેમની સાથે ટ્રાવેલ કરનારી વ્યક્તિઓનાં નામ માગ્યા હતા. પ્લેયર્સે પોતાની પત્ની અથવા પાર્ટનર્સના નામ આપવાના હતા. કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાર્ટનર કહીને તેનું નામ આપ્યું હતું. અથિયા પણ સાઉથેમ્પ્ટનમાં ક્રિકેટર્સ સાથે જ બાયો બબલમાં રહી હતી.

ઇંગ્લેન્ડમાં રાહુલ તથા અથિયા.
ઇંગ્લેન્ડમાં રાહુલ તથા અથિયા.

બંનેએ સાથે હોય એવી તસવીર શૅર કરી નથી
ઇંગ્લેન્ડમાં અથિયા તથા રાહુલે સાથે હોય એવી એકપણ તસવીર સો.મીડિયામાં શૅર કરી નથી. સૂત્રોના મતે, ઇંગ્લેન્ડમાં તેઓ સાથે છે અને ટીમ માટે જે બબલ બનાવવામાં આવ્યો હતો એમાં જ અથિયા રહી હતી.

અથિયા જ નહીં, તેનો ભાઈ પણ લંડનમાં
હાલમાં જ કેએલ રાહુલ લંડનની ગલીઓમાં અહાન શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. રાહુલ તથા અહાને બ્લેક આઉટફિટ પહેર્યાં હતાં. રાહુલે માસ્કથી પોતાનો ચહેરો કવર કર્યો હતો. આ તસવીર શૅર કરીને રાહુલે કહ્યું હતું, 'હેપ્પી વાઇબ્સ અહાન શેટ્ટી સાથે.'

ઇંગ્લેન્ડ-ભારત વચ્ચે 5 ટેસ્ટ રમાશે
ઇન્ડિયન ક્રિકેટર્સ હાલમાં બ્રેક પર છે. 14-15 જુલાઈની આસપાસ ક્રિકેટર્સ બાયબોલમાં જશે, એમ માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ 4 ઓગસ્ટના રોજ રમાશે. એ પહેલાં ટીમ ઇન્ડિયા વોર્મ અપ મેચ 20થી 22 જુલાઈની વચ્ચે ઇંગ્લેન્ડ સામે રમશે એમ માનવામાં આવે છે.

અથિયાએ બોલિવૂડમાં 'હીરો' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. અથિયા છેલ્લે 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી. 28 વર્ષીય અથિયા તથા 29 વર્ષીય રાહુલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર હોવાની ચર્ચા છે. બંને સાથે વેકેશન મનાવવા માટે પણ ગયાં હતાં. બંને ચશ્માંની એક બ્રાન્ડનાં એમ્બેસેડર પણ છે.