તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ અપડેટ:કોવિડ પોઝિટિવ ગોવિંદાને શરદી તથા બૉડી પેઇન, પત્નીએ કહ્યું- અમે કોલકાતા ગયાં હતાં અને ત્યાંથી વાઈરસની ચપેટમાં આવ્યાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, ચાર એપ્રિલના રોજ બોલિવૂડ એક્ટર ગોવિંદાએ પોતાને કોરોના થયો હોવાની વાત કરી હતી. હવે તેની પત્ની સુનીતાએ એક્ટરની હેલ્થ અંગે વાત કરી હતી. સુનીતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુનીતાએ કહ્યું હતું કે હાલમાં જ તેઓ કોલકાતા ગયા હતા. તેમને લાગે છે કે અહીંથી જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

ગોવિંદાને શરીરમાં દુખાવો તથા શરદી
ગોવિંદાની હેલ્થ અપડેટ અંગે સુનીતાએ કહ્યું હતું, 'તમને શરદી હતી અને તે મટતી નહોતી. આથી અમે કોવિડનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. તેમને સ્મેલ તથા ટેસ્ટ પણ આવતો હતો. તાવ નહોતો. સૌથી સારી વાત એ હતી કે તે સારી રીતે જમતા હતા. હાલમાં તેમને બૉડીમાં દુખાવો તથા શરદી છે.'

કોલકાતામાં કોવિડ 19ના કોન્ટેક્ટમાં આવ્યા
સુનીતાએ આગળ કહ્યું હતું, 'મને લાગે છે કે કોલકાતામાં કોવિડનો ચેપ લાગ્યો હશે. ગોવિંદા તથા હું એક ચેનલના શો માટે ગયા હતા. અહીંયા ઘણી જ ભીડ હતી અને અમારો ફોટો ક્લિક કરવા માટે લોકો સો.ડિસ્ટન્સિંગ ભૂલ્યા હતા. લોકો ઘણાં જ નજીક આવી ગયા હતા. મુંબઈમાં આવ્યા બાદ મારામાં કોરોનાના લક્ષણો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મને સારું છું. જોકે, હવે તેમને (ગોવિંદા) લાગ્યો છે.'

પરિવારમાં સ્ટાફ સહિત તમામનો રિપોર્ટ નેગેટિવ
57 વર્ષીય ગોવિંદાએ કહ્યું હતું, 'મેં તપાસ કરાવી હતી અને કોરોનાવાઈરસથી બચવા માટેની તમામ તકેદારી રાખી હતી. જોકે, મારામાં સામાન્ય લક્ષણો હતાં અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઘરના સ્ટાફ મેમ્બર્સ સહિત તમામના રિપોર્ટ નેગેટિવ છે. સુનીતા થોડાં દિવસો પહેલાં જ કોવિડ 19થી રિકવર થઈ છે. હું ઘરમાં આઈસોલેશનમાં છું. તમામને અપીલ છે કે જરૂરી સાવચેતી રાખો અને ધ્યાન રાખો.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો