તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે આલિયા ભટ્ટ-સંજય લીલા ભણસાલીને કોર્ટનું સમન્સ, 21 મેએ હાજર થવાનો આદેશ

મુંબઈ2 મહિનો પહેલા
ગંગુબાઈના દીકરા બાબુજી રાવજી શાહે કહ્યું હતું કે જ્યારથી ફિલ્મના પોસ્ટર્સ તથા પ્રોમો સામે આવ્યા છે, તેમના વિસ્તારના લોકો તેમને હેરાન કરે છે

સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થાય તે પહેલાં જ વિવાદમાં આવી ગઈ છે. ફિલ્મ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, ડિરેક્ટર સંજય લીલા ભણસાલી તથા ફિલ્મ રાઈટરને મુંબઈની મઝગાંવ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. આ તમામને 21 મેના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ ફિલ્મ મુંબઈની માફિયા ક્વીન અને ત્યાંના કુખ્યાત વેશ્યાલયની માલિકણ ગંગુબાઈના જીવન પર આધારિત છે. ગંગુબાઈએ ચાર સંતાનો દત્તક લીધા હતા, તેમાંથી એક બાબુજી રાવજી શાહે હુસૈન ઝૈદી ('માફિયા ક્વીન ઓફ મુંબઈ' પુસ્તક પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે), એક્ટ્રેસ આલિયા ભટ્ટ, ડિરેક્ટર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો હતો. કોર્ટે કેસની સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો. કોર્ટે આ પહેલાં આલિયા, ભણસાલી તથા ઓથર પાસેથી જવાબ માગ્યો હતો.

શાહનો આક્ષેપ- લોકો હેરાન કરે છે
શાહે કહ્યું હતું કે જ્યારથી ફિલ્મના પોસ્ટર્સ તથા પ્રોમો આવ્યા છે ત્યારથી તેમના વિસ્તારના લોકો તેમને હેરાન કરે છે. આ જ કારણે તેમને એક પગમાં ફ્રેક્ચર પણ થઈ ગયું છે. માત્ર તેમને જ નહીં પરંતુ તેમના પરિવાર, સંબંધીઓને પણ 'વેશ્યાનો પરિવાર' કહીને હેરાન કરવામાં આવી રહ્યો છે.

પુસ્તકના એ ચેપ્ટરને અપમાનજનક ગણાવ્યું
શાહે પુસ્તકમાં ગંગુબાઈની વેશ્યાવૃત્તિ અંગે લખવામાં આવેલા ચેપ્ટરને અપમાનજનક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ તેમની પ્રાઈવસી, આઝાદી તથા સ્વાભિમાનના અધિકારનું ઉલ્લંઘન છે. શાહે ફિલ્મનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવે તથા પુસ્તક છાપવામાં ના આવે તથા વેચવામાં ના આવે તેવી માગણી કરી છે. આ સાથે જ અપીલ કરી છે કે બુકમાંથી તે સ્પેસિફિક ચેપ્ટર્સને હટાવી દેવામાં આવે.

ફિલ્મનું નામ બદલવાની માગણી
મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલે માગ કરી છે કે આ ફિલ્મનું નામ બદલી નાખવું જોઈએ, કેમ કે તેનાથી ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું નામ બદનામ થાય છે.

આલિયા ભટ્ટને મોકલવામાં આવેલું કોર્ટનું સમન્સ
આલિયા ભટ્ટને મોકલવામાં આવેલું કોર્ટનું સમન્સ

તમામ વિરુદ્ધ કેસ થઈ શકે છે
બાબુજી શાહના વકીલે કહ્યું હતું કે રાઈટર, ડિરેક્ટર તથા એક્ટ્રેસ વિરુદ્ધ એક મહિલાની માનહાનિ, તેની ખોટી ઈમેજ બનાવવી તથા તેના વિરુદ્ધ અભદ્ર સામ્રગી સર્ક્યુલેટ કરવાના આક્ષેપમાં ક્રિમિનિલ કેસ થઈ શકે છે. કેસમાં આલિયા ભટ્ટ અથવા મેકર્સ તરફથી કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યું નથી.

ફિલ્મસિટીમાં શૂટિંગ કરવામાં આવ્યું છે
ફિલ્મનું શૂટિંગ મુંબઈની ફિલ્મસિટીમાં કરવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલીને કોરોના થતાં ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સેટ ડિઝાઈનિંગ પાછળ અંદાજે 6-6.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અજય દેવગનનો સ્પેશિયલ રોલ
ફિલ્મમાં અજય દેવગનનો કેમિયો જોવા મળશે. અજય દેવગન એક્ટ્રેસ આલિયા ભટ્ટના મેન્ટરના રોલમાં જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો