કિશોરી સાથે યૌનશોષણ:કોર્ટે 'ડૉક્ટર સ્ટ્રેન્જ'ની એક્ટ્રેસ ઝારાને 8 અને પતિને 14 વર્ષની સજા ફટકારી

લોસ એન્જલસ2 મહિનો પહેલા

માર્વલ સિરીઝની ફિલ્મ 'ડૉક્ટર સ્ટ્રેન્જ'ની એક્ટ્રેસ ઝારા ફાઇથિયન તથા પતિ વિક્ટર માર્ક પર 13 વર્ષીય કિશોરીનું યૌનશોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, ઝારાને નોટિંઘમ ક્રાઉન કોર્ટે યૌનશોષણ કેસમાં દોષિત જાહેર કરી છે. કોર્ટે આ કેસમાં ઝારાને 8 વર્ષની જેલની સજા ફટકારી છે.

ઝારાના પતિ વિક્ટરને 13 વર્ષીય કિશોરી ઉપરાંત અન્ય બાળકીનું શોષણ કરવાના આરોપમાં 14 વર્ષની જેલની સજા મળે છે. બંનેએ આરોપોનો ઈનકાર કર્યો હતો, પરંતુ કોર્ટે બંનેને દોષિત જાહેર કરીને સજા ફટકારી હતી. બંને હવે સેક્સ્યૂઅલ ક્રિમિનલ રજિસ્ટર પર સાઇન કરશે અને પછી બંનેને ક્યારેય બાળકો સાથે કામ કરવાની પરવાનગી મળશે નહીં.

2005-2008 સુધી હેરાન કરી હતી
ઝારા તથા વિક્ટર પર 2005થી 2008 સુધી બાળકીની સાથે યૌન એક્ટિવિટીમાં સામેલ હોવાનો આક્ષેપ હતો. રિપોર્ટ્સ પ્રમાણે, પીડિતાએ કહ્યું હતું કે કપલ તેની સાથે 'ડેર' ગેમ રમતા હતા. પીડિતાએ કહ્યું હતું, 'તેમણે મારી નિર્દોષતા છીનવી લીધી, મને બરબાદ કરી નાખી અને મને કોઈપણ રિલેશનશિપને લાયક છોડી નહીં.'

સજા સાંભળીને વિક્ટર રડી પડ્યો
કોર્ટમાં સજા માટે કપલ હાજર રહ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, વિક્ટર પબ્લિક ગેલરીમાં લોકોને જોઈને રડી પડ્યો હતો. ઝારા ખુરશી પર બેઠી હતી. તેણે પબ્લિક ગેલરીમાં કોઈની તરફ હાસ્ય સાથે વેવ કર્યું હતું. સજા સાંભળતી વખતે જજ માર્ક વોટ્સને કહ્યું હતું કે જોઇન્ટ વિક્ટિમના યૌનશોષણની શરૂઆત પ્રી-પ્લાન્ડ હતી.

'ડૉક્ટર સ્ટ્રેન્જ'માં ઝારા જોવા મળી હતી
ઝારાએ 'ડૉક્ટર સ્ટ્રેન્જ'માં બ્રુનેટ ઝીલોટનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં એક્ટર બેનેડિક્ટ લીડ રોલમાં છે. ઝારા ફિલ્મ 'એક્સિડન્ટ મેન 2'માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તે 'ટ્રાઇબલ ગેટ આઉટ અલાઇવ'માં હતી.

અન્ય સમાચારો પણ છે...