વ્હોટ્સએપ ચેટને કારણે અટક્યા જામીન:કોર્ટે માન્યું આર્યન લાંબા સમયથી ડ્રગ એક્ટિવિટીમાં સામેલ, પેડલર્સ અને સપ્લાયર્સ સાથે પણ સાઠગાંઠ

મુંબઈ3 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
આર્યન ખાન 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
  • ગુનાકીય રેકોર્ડ નથી, પરંતુ ગેરકાયદે રીતે ડ્રગ્સ લેતો હતો
  • જામીન મળશે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે છે

આર્યન ખાનને જામીન ન મળવાની પાછળ તેનું વ્હોટ્સએપ ચેટ સૌથી મહત્ત્વના પુરાવા બન્યા છે. મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે માન્યું કે આર્યન લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ હતો. ચેટથી એવો પણ ખ્યાલ આવ્યો કે આર્યનના ડ્રગ-પેડલર્સ અને સપ્લાયર્સની સાથે સંબંધો છે.

મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. સ્પેશિયલ જજ વીવી પાટીલે પોતાના ઓર્ડરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની એ દલીલને માની છે કે ભલે જ આરોપીનો કોઈ ગુનાકીય રેકોર્ડ નથી, પરંતુ તેની વ્હોટ્સએપ ચેટથી ખ્યાલ આવે છે કે તે લાંબા સમયથી ગેરકાયદે રીતે ડ્રગ એક્ટિવિટીમાં સામેલ રહ્યો છે.

આર્યનને ડ્રગ્સની પૂરી જાણકારી આપી હતી
કોર્ટે કહ્યું હતું કે ભલે આર્યનની પાસે કોઈ ગેરકાયદે ડ્રગ નથી મળ્યું, પરંતુ અરબાઝ મર્ચન્ટની પાસેથી 6 ગ્રામ ચરસ મળ્યું હતું. સ્થિતિને જોતાં ખ્યાલ આવે છે કે આર્યનને અરબાઝની પાસે ડ્રગ હોવાની સંપૂર્ણ જાણકારી હતી. જજમેન્ટમાં જણાવવામાં આવ્યું કે આર્યન અને અરબાઝ બંને લાંબા સમયથી મિત્ર છે. બંને ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્નિલ પર સાથે જ ગયા હતા. બંનેએ નિવેદન આપ્યું છે કે તેઓ પોતાના ઉપયોગ અને આનંદ માટે ગેરકાયદે રીતે આ ડ્રગ સાથે લઈ આવ્યા હતા. આર્યનને એ પણ ખ્યાલ હતો કે અરબાઝે પોતાના જૂતામાં ડ્રગ્સ છુપાવ્યું છે.

જામીન મળશે તો ફરી ડ્રગ્સ લઈ શકે છે
કોર્ટે કહ્યું હતું કે આર્યનનો જામીન પર છુટકારો થયા બાદ ફરીથી આ પ્રકારની એક્ટિવિટી નહીં કરે એવું માનવાનું કોઈ જ કારણ નથી, એટલે કે જામીન પર બહાર આવ્યા બાદ તેઓ ફરીથી ડ્રગ્સ લેવાનું શરૂ કરી શકે છે.

આર્યન ખાન 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં છે. તેણે જેલનું ખાવાનો ઈનકાર કરી દીધો છે.
આર્યન ખાન 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં છે. તેણે જેલનું ખાવાનો ઈનકાર કરી દીધો છે.

કોર્ટે માન્યું- ષડયંત્ર રચાયું હતું
જજમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે 3 ઓક્ટોબરે NCBને ડ્રગ્સની સૂચના મળતાં ક્રૂઝ પર ચાલતી પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન આર્યન સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક લોકો પાસેથી ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ એવું પણ જણાવ્યું હતું કે તેને ડ્રગ કોને સપ્લાઈ કરી હતી. આ બધું જોતાં ખ્યાલ આવે છે કે બધાંએ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સેક્શન 29 મુજબ આ વાતને ષડયંત્ર ગણાવવામાં આવી શકે છે.