તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

'ગાંધી'નાં કોશ્ચ્યુમ ડિઝાઇનરનું અવસાન:દેશ માટે પહેલો ઑસ્કર જીતનારાં ભાનુ અથૈયાનું 91 વર્ષની વયે અવસાન, ઑસ્કરની ટ્રોફી સલામત રાખવા 8 વર્ષ પહેલાં પરત આપી દીધેલી

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'લગાન' અને 'સ્વદેશ' માટે પણ કોશ્ચ્યુમ ડિઝાઇન કરેલા
  • ભાનુ અથૈયાએ માર્ચ 2010માં પોતાની બુક 'ધ આર્ટ ઓફ કોસ્ચ્યુમ ડિઝાઈન' રિલીઝ કરી હતી
  • 2012માં ઓસ્કર ટ્રોફી પરત કરતાં કહ્યું હતું, મારા મોત બાદ પરિવાર આની સુરક્ષા કરી શકશે નહીં

1983માં ડિરેક્ટર રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' માટે ઓસ્કરમાં બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનર અવોર્ડ જીતનાર ભાનુ અથૈયાનું ગુરુવાર, 15 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. ભાનુએ 100થી વધુ ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું. ભાનુનાં અંતિમ સંસ્કાર સાઉથ મુંબઈના ચંદનવાડી સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા.

આઠ વર્ષ પહેલાં ટ્યૂમર થયું હતું
ભાનુની દીકરીએ કહ્યું હતું કે તેમણે ગુરુવાર સવારે છેલ્લાં શ્વાસ લીધા હતા. 8 વર્ષ પહેલાં બ્રેન ટ્યૂમર હોવાનું નિદાન થયું હતું. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ પથારીમાં જ હતા. ભાનુના શરીરનો એક હિસ્સો પેરાલાઈઝ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે તેમનો જન્મ કોલ્હાપુરમાં થયો હતો અને તેમણે 1956માં ગુરુદત્તની સાથે 'CID'માં કામ કર્યું હતું. છેલ્લે તેમણે આમિર ખાનની ફિલ્મ 'લગાન' તથા શાહરુખ ફિલ્મની 'સ્વદેશ' માટે કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યાં હતાં.

2012માં ઓસ્કર પરત કર્યો હતો
રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' માટે જોન મોલોની સાથે સંયુક્ત રીતે ઓસ્કર મળ્યો હતો. જોકે, 2012માં ભાનુએ આ અવોર્ડ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સને પરત કરી દીધો હતો. માનવામાં આવે છે કે અવોર્ડની સુરક્ષા માટે તેમણે આ અવોર્ડ પરત કર્યો હતો. પાંચ દાયકાની કરિયરમાં ભાનુને બે નેશનલ અવોર્ડ જીત્યા હતા. 1990માં ગુલઝારની ફિલ્મ 'લેકિન' માટે તથા 2001માં 'લગાન' માટે નેશનલ અવોર્ડ મળ્યા હતા.

15 મિનિટમાં ભાનુને ફાઈનલ કર્યાં હતાં
રિચર્ડે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મને મારી ડ્રીમ ફિલ્મ 'ગાંધી' બનાવવામાં 17 વર્ષ લાગ્યા હતા પરંતુ માત્ર 15 મિનિટમાં મારા મગજે એ વાત ફાઈનલ કરી દીધી હતી કે ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ ભાનુ જ કરશે. 55મા ઓસ્કર અવોર્ડ 11 એપ્રિલ, 1983ના રોજ યોજાયો હતો. ભાનુના ઓસ્કર જીત્યાના 26 વર્ષ બાદ ભારતને બીજો ઓસ્કર અવોર્ડ એ આર રહેમાને અપાવ્યો હતો. એ આર રહેમાનને 'સ્લમડોગ મિલિયોનર' માટે મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો