સાઉથ આફ્રિકના લોકપ્રિય રેપર તથા સંગીતકાર કોસ્ટા ટિચનું અવસાન થયું છે. તે માત્ર 27 વર્ષનો હતો. કોસ્ટા ટિચ શનિવાર, 11 માર્ચના રોજ જ્હોન્સબર્ગમાં અલ્ટ્રા મ્યૂઝિક કોન્સર્ટમાં પર્ફોર્મ કરતો હતો. આ સમયે તે ગાતા ગાતા અચાનક સ્ટેજ પર પડી ગયો હતો. સો.મીડિયામાં કોસ્ટાના છેલ્લા પર્ફોર્મન્સનો વીડિયો વાઈરલ થયો છે.
પર્ફોર્મન્સ દરમિયાન મોત
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં કોસ્ટા ટિચ સ્ટેજ પર પર્ફોમ કરે છે. આ દરમિયાન તે બેવાર પડે છે. એકવાર તે પોતાની જાતને સંભાળી લે છે, પરંતુ થોડીવાર બાદ તે ફરી સ્ટેજ પર પડી જાય છે. જોકે, હજી સુધી રેપરના મોત અંગેનું કારણ સ્પષ્ટ થયું નથી. કોસ્ટાના આકસ્મિક મોતથી આર્ટિસ્ટ, મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી તથા ચાહકો ઘેરા શોકમાં છે.
કોણ હતો કોસ્ટા ટિચ?
કોસ્ટા ટિચને કોસ્ટા ત્સોબાનોગ્લૂથી ઓળખવામાં આવતો હતો. તેનો જન્મ 1995માં નેલસ્પૂર્ટમાં થયો હતો. કોસ્ટા 'એક્ટિવેટ' તથા 'સુપરસ્ટાર' જેવા હિટ્સ સોંગ માટે જાણીતો હતો. તેણે હાલમાં જ અમેરિકન સિંગર એકોન સાથે એક રીમિક્સ રિલીઝ કર્યું હતું. કોસ્ટાના અવસાનથી સાઉથ આફ્રિકની મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીને ઝાટકો લાગ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.