તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે હાર્યા:બીજી લહેર બોલિવૂડ પર પડી ભારે, સંગીતકાર શ્રવણ રાઠોડથી લઈ એક્ટર બિક્રમજીત સહિતના સેલેબ્સે જીવ ગુમાવ્યો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13થી વધુ સેલેબ્સે કોરોનાની બીજી લહેરમાં પોતાનો જીવ ખોયો
  • કોરોનાની બીજી લહેરમાં બોલિવૂડના અનેક દિગ્ગજો પોઝિટિવ થયા

કેટલાંક લોકો હોસ્પિટલની બહાર બેડ મળે તે આશાએ ઊભા છે તો કેટલાંક ઓક્સિજન તથા દવાની અછતને કારણે મરી રહ્યા છે. સ્મશાનમાં 24 કલાક ચિતા સળગી રહી છે. ભારતમાં કોરોનાની બીજી વેવે આ હદની ભયાનક પરિસ્થિતિ દેશવાસીઓને બતાવી છે. આ વખતે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડના અનેક સ્ટાર્સ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. અક્ષય કુમાર, દીપિકા પાદુકોણથી લઈ આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા છે. અલબત્ત, બોલિવૂડમાંથી ઘણાં સેલેબ્સ નસીબદાર રહ્યા કે તેઓ સર્વાઈવ થઈ ગયા, પરંતુ એવા પણ કેટલાક છે, જેઓ કોરોનાને માત આપી શક્યા નહીં. તેઓ ડેડલી વાઈરસ સામે ઝઝૂમી શક્યા નહીં અને તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગર, સંગીતકાર એસપી બાલાસુબ્રમણ્યમ, મરાઠી એક્ટ્રેસ આશાલતા વાબગાંવકર, સંગીતકાર વાજિદ ખાન, બંગાળી વરિષ્ઠ કલાકાર સૌમિત્ર ચેટર્જી સહિત 10થી વધુ સેલેબ્સનું કોરોનાને કારણે અવસાન થયું હતું.

બિક્રમજીત કંવરપાલ

ટીવી તથા બોલિવૂડના જાણીતા કલાકાર બિક્રમજીત કંવરપાલનું 52 વર્ષની ઉંમરમાં પહેલી મેના રોજ કોરોનાને કારણે નિધન થયું હતું. ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ 2003માં બિક્રમજીતે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘પેજ 3’, ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’, ‘આરક્ષણ’, ‘મર્ડર 2’, ‘2 સ્ટેટ્સ’, ‘ગાઝી અટેક’, ‘પાપ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મ ઉપરાંત ટીવી શોમાં પણ કામ કર્યું હતું, જેમાં ‘દીયા ઔર બાતી હમ’, ‘યે હૈ ચાહતે’, ‘દિલ હી તો હૈ’ તથા ‘24’ સાામેલ છે.

શ્રવણ રાઠોડ

મ્યૂઝિક કમ્પોઝર શ્રવણ રાઠોડનું કોરોનાને કારણે નિધન થયું હતું. 20 એપ્રિલના રોજ કોવિડ 19ને કારણે કોમ્પ્લિકેશન ઊભા થયા હતા. તેઓ કુંભમેળામાંથી પરત ફર્યા હતા. શ્રવણ બોલિવૂડના જાણીતા સંગીતકાર હતા. તેમણે સંગીતકાર નદીમની સાથે મળીને અનેક ફિલ્મોમાં ઉત્કૃષ્ટ સંગીત આપીને લોકપ્રિયતા મેળવી હતી. નદીમ-શ્રવણની જોડી 90ના દશકાની સૌથી ચર્ચિત જોડીઓમાંથી એક ગણાતી હતી. બંનેને જોડીએ પહેલી વખત 1977માં ભોજપુર ફિલ્મ 'દંગલ' માટે મ્યુઝિક આપ્યું હતું, જેમાં તેમનું કમ્પોઝ થયેલું ગીત 'કાશી હિલે પટના હિલે' ઘણું જ હિટ સાબિત થયું હતું. એ બાદ બંનેએ પહેલી વખત બોલિવૂડ ફિલ્મ 'જીના સીખ લિયા' માટે સંગીત આપ્યું હતું, પરંતુ બંનેને સક્સેસ 'આશિકી' ફિલ્મથી મળી હતી, જે ફિલ્મ તેના સંગીતને કારણે જ ઘણું હિટ ગયું હતું.

સતિશ કૌલ

પંજાબી ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા સતીશ કૌલનું 74 વર્ષની ઉંમરમાં 10 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તેઓ કોરોના પોઝિટિવ હતાં. 300થી વધુ ફિલ્મમાં કામ કરનાર સતીશે સિરિયલ 'મહાભારત'માં ઈન્દ્રનો રોલ પ્લે કર્યો હતો. 'આંટી નંબર 1', 'પ્યાર તો હોના હી થા', 'ખેલ', 'કર્મા' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. ટીવીમાં 'વિક્રમ ઔર બેતાલ', 'ધ રિયલાઈઝેશન ઓફ પ્રિન્સ આનંદસેન' સહિતના વિવિધ શોમાં કામ કર્યું હતું.

દાદી ચંદ્રો તોમર

89 વર્ષના શૂટર દાદીના નામથી જાણીતા ચંદ્રો તોમરનું કોરનાને લીધે 26 એપ્રિલના રોજ અવસાન થયું હતું. છેલ્લાં કેટલાંક દિવસથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેને પગલે તેમને મેરઠની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 'સાંડ કી આંખ'માં દાદીનો સંઘર્ષ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકરે ચંદ્રો તોમરની ભૂમિકા ભજવી હતી. 65 વર્ષની ઉંમરમાં શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કર્યાં બાદ ચંદ્રોએ પાછળ વળીને જોયું નહોતું.

પંડિત રાજન મિશ્રા

બનારસ ઘરાનાના જાણીતા 70 વર્ષીય ગાયક પંડિત રાજન મિશ્રાનું રવિવાર, 25 એપ્રિલ અવસાન થયું હતું. તેમને ગંભીર સ્થિતિમાં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજન મિશ્રા કોરોનાથી પણ સંક્રમિત થયા હતા. તે સમયે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. કેટલાક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલમાં તેમને વેન્ટિલેટર મળ્યું નહોતું.

રોહિત સરદાના

ટેલિવિઝન ક્ષેત્રના મોટા પત્રકાર રોહિત સરદાનાનું 30 એપ્રિલના રોજ સવારે હાર્ટ-અટેકને કારણે અવસાન થયું હતું. તેઓ કોરોના પોઝિટિવ હતા. તેઓ ICUમાં એડમિટ હતા.

વીરા સાથીદાર

62 વર્ષીય મરાઠી એક્ટર વીરા ફિલ્મ 'કોર્ટ'ને કારણે લોકપ્રિય હતા. કોવિડ 19ને કારણે તેમનું અવસાન થયું હતું.

જગદીશ લાડ

ઇન્ટરનેશનલ બોડી બિલ્ડર અને મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા જગદીશ લાડનું 34 વર્ષની ઉંમરે કોરોના વાઇરસથી નિધન થઈ હતું. કોરોના સંક્રમિત જગદીશ લાડને 4 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો, પરંતુ, તે કોરોનાને માત આપી શક્યો નહીં.

કિશોર નંદલાસ્કર

‘જિસ દેશ મેં ગંગા રહેતા હૈ’માં ગોવિંદાના મિત્રનો રોલ પ્લે કરી પોપ્યુલર થયેલા દિગ્ગજ એક્ટર કિશોર નંદલાસ્કરનું અવસાન થયું છે. 81 વર્ષની ઉંમરે તેઓ કોરોનાવાઈરસ સામે હારી ગયા. મંગળવાર, 20 એપ્રિલના રોજ બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા. કિશોરે ફિલ્મી કરિયરમાં 40થી વધારે ફિલ્મમાં એક્ટર તરીકે કામ કર્યું હતું. તેમાં હિન્દી અને મરાઠી ફિલ્મ સામેલ છે. તેમની પોપ્યુલર ફિલ્મમાં ‘વાસ્તવ: ધ રિયાલીટી’,‘જિસ દેશ મેં ગંગા રહેતા હૈ’,‘પ્રાણ જાયે પણ શાન ન જાયે’,‘ખાકી’,‘સિંઘમ’ અને ‘સિમ્બા’સામેલ છે.

રામુ

​​​​​​​

જાણીતા કન્નડ પ્રોડ્યૂસર રામુએ 30થી વધુ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. જોકે, 52 વર્ષની ઉંમરમાં થયેલા કોરોનાના ચેપ સામે તેઓ હારી ગયા હતા. તેમને બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમને પત્ની તથા બે બાળકો છે.

થામિરા​​​​​​​

સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના ડિરેક્ટર થામિરાનું અવસાન 27 એપ્રિલના રોજ કોરોનાને કારણે થયું હતું.. તેઓ કેટલાક દિવસોથી કોરોના સામે ફાઈટ બેક આપી રહ્યા હતા. મંગળવારે ચેન્નઈની માયા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને કાર્ડિયેક અરેસ્ટ આવી ગયો હતો. થામિરાએ કે. બાલાચંદર અને ભારતીરાજા જેવા દિગ્ગજ ડિરેક્ટર્સ સાથે કામ કર્યું હતું. તેમણે 'Aan Devadhai'અને 'Rettai Suzhi' જેવી તમિળ ફિલ્મ્સ ડિરેક્ટ કરી હતી.

નવીન​​​​​​​

કન્નડ ફિલ્મમેકર નવીનનું માત્ર 36 વર્ષની ઉંમરમાં કોરોનાને કારણે અવસાન થયું હતું. 2011માં 'વનડે'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

કનુપ્રિયા​​​​​​​

ટીવી એક્ટર તથા એન્કર કનુપ્રિયાએ 'ભંવર', 'અનારો' 'કહી એક ગાંવ', 'મેરી કહાની' તથા બ્રહ્મા કુમારીના વિવિધ શો હોસ્ટ કર્યા હતા. કનુપ્રિયાનું અવસાન કોરોનાને કારણે થયું હતુ.

અજય શર્મા

તાપસી પન્નુની ફિલ્મ 'રશ્મિ રોકેટ'ના એડિટર અજય શર્માનું કોરોનાને કારણે 4 મેના રોજ અવસાન થયું હતું. અજય માટે 10 દિવસ પહેલાં પ્રોડ્યૂસર અશોક પંડિતે ઓક્સિજન બેડની મદદ માગી હતી.

લલિત બહલ​​​​​​​

​​​​​​​​​​​​​​દિગ્ગજ એક્ટર-ફિલ્મમેકર લલિત બહલનું 71 વર્ષની ઉંમરે 23 એપ્રિલના રોજ કોરોનાથી નિધન થયું હતું. કોવિડ પોઝિટિવ આવ્યા પછી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા. ફેમસ સ્ટેજ એક્ટર લલિત બહલે ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે કરિયરની શરુઆત 'તપિશ', 'આતિશ', 'સુનહરી જીલ્દ' જેવી ટેલીફિલ્મથી કરી હતી લલિતે ટીવીનો ફેમસ શો 'અફસાને'થી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. એ પછી તેમણે 'જજમેન્ટલ હૈ ક્યાં', 'તિતલી' અને 'મુક્તિ ભવન' જેવી ઘણી ફિલ્મમાં કામ કર્યું. આ ઉપરાંત તેઓ એમેઝોન પ્રાઈમ વીડિયો સિરીઝ ‘મેડ ઇન હેવન’માં પણ જોવા મળ્યા હતા.