વાઇરલ:કોરોના પોઝિટિવ ઈશા ગુપ્તાએ ક્વૉરન્ટીન પીરિયડમાં માત્ર શર્ટ પહેરીને ફોટોશૂટ કરાવ્યું

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈશા ગુપ્તાએ રવિવાર, 9 જાન્યુઆરીએ કોરોના થયો હોવાની જાણ કરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની કેટલીક તસવીર શૅર કરી હતી. હાલમાં ઈશા ગુપ્તા કોરોના પોઝિટિવ છે અને ઘરમાં જ આઇસોલેશનમાં છે.

ઈશાએ સેન્સેશનલ ફોટોશૂટ કરાવ્યું
ઈશા ગુપ્તાએ માત્ર વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. તેણ પેન્ટ કે બ્રા પહેરી નહોતી. ઈશા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. ઈશાની તસવીરો સ્પેનિશ બોયફ્રેન્ડ મેન્યુઅલે ક્લિક કરી હતી. ઈશા આ તસવીરોમાં ઘણી જ આકર્ષક લાગતી હતી. આ તસવીરો શૅર કરીને ઈશા ગુપ્તાએ કહ્યું હતું, 'કોઈક રીતે.'

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
9 જાન્યુઆરી, રવિવારે ઈશા ગુપ્તાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમામ સાવચેતી રાખી હોવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન છું. હું થોડાં સમયમાં જ સાજી થઈ જઈશ. મહેરબાની કરીને સાવચેત કરો અને માસ્ક પહેરો. તમારી તથા અન્યની કાળજી રાખો. માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. તમને બધાને પ્રેમ.'

28 નવેમ્બર, 1985માં દિલ્હીમાં જન્મેલી ઈશાના પિતા રિટાયર્ડ એર ફોર્સ ઓફિસર છે. 2007માં ઈશાએ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું હતું. ઈશાએ 2012માં ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઈશાએ 'રુસ્તમ', 'બાદશાહો'માં કામ કર્યું હતું. ઈશાએ છેલ્લે વેબ સિરીઝ 'નકાબ'માં જોવામાં મળી હતી. ઈશા એક્ટર સુનીલ શેટ્ટી સાથે 'ઇનવિઝિબલ વુમન'માં જોવા મળશે.