તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોનાની અસર:સ્ટાર્સે સિક્યોરિટીમાં 50%નો ઘટાડો કર્યો, ડિઝાઇનર કપડાંમાં પણ કાપ, કેટલાકે પ્રોપર્ટી વેચી, તો કેટલાકે રોકાણ વધાર્યું

મુંબઈ10 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક
  • કેટલાક મોટા સ્ટાર્સની સ્થિતિ સારી, પરંતુ મોટા ભાગના માનસિક તણાવમાં, B અને C ગ્રેડના સ્ટાર્સ એડજસ્ટમેન્ટમાં વ્યસ્ત

છેલ્લા 12થી 15 મહિનામાં દેશમાં કોરોનાએ જે આતંક મચાવ્યો છે એનાથી માત્ર મિડલ કે લૉઅર ક્લાસના પરિવારોની જ આર્થિક સ્થિતિ બગડી નથી, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં મૂળિયાં પણ હલી ગયાં છે. પરિસ્થિતિ એવી છે કે છેલ્લા એક વર્ષમાં અનેક નાના કલાકારો માયાનગરી મુંબઈને અલવિદા કહી ચૂક્યા છે. સ્ટાર્સે પોતાના ઘરની સિક્યોરિટીમાં ઘટાડો કર્યો છે, ડિઝાઈનર કપડાંની ડિમાન્ડ અડધી થઈ ગઈ છે. કેટલાકે પોતાની લાઈફસ્ટાઈલને જાળવી રાખવા માટે પ્રોપર્ટી વેચી છે. આનાથી ઊલટું એક વાત એ પણ છે કે અનેક બોલિવૂડ સેલેબ્સે શૅર માર્કેટ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. કોરોનામાં કમાણીના રસ્તા બંધ થઈ જતાં બોલિવૂડ સ્ટાર્સે રોકાણના માધ્યમથી કમાણીની અનેક તકો શોધી છે.

ગણતરીના સ્ટાર્સ છે, જેમની પર કોરોના તથા લૉકડાઉનની વધુ અસર થઈ નથી, પરંતુ ઈન્ડસ્ટ્રી પર જે સંકટ છે એ આખા બોલિવૂડને બેચેન કરે છે. 2021ની શરૂઆતમાં આશા બંધાઈ હતી. થિયેટર તથા મલ્ટિપ્લેક્સમાં રોનક આવશે, એની રાહમાં બોલિવૂડનાં અનેક પ્રોડક્શન હાઉસે પોતાની ફિલ્મ રિલીઝની ડેટ પણ કન્ફર્મ કરી હતી. જોકે છેલ્લા 15-20 દિવસથી કોરોનાની બીજી લહેરને કારણે પ્રોડ્યુસર્સ રિલીઝ ડેટ પોસ્ટપોન કરી રહ્યા છે. આ વર્ષના શરૂઆતના છ મહિનામાં પરિસ્થિતિ સુધરે તેવા કોઈ અણસાર નથી.

ફિલ્મ ઓછી આવી, રેવન્યુમાં 80%નો ઘટાડો આવ્યો
વર્ષ 2019માં બોલિવૂડમાં કુલ 1833 ફિલ્મ રિલીઝ થઈ હતી, જ્યારે 2020માં માત્ર 441 ફિલ્મ જ રિલીઝ થઈ શકી છે. ફિલ્મ થિયેટરમાંથી આવતી કમાણીમાં 80%નો ઘટાડો થયો હતો. ફિક્કીએ હાલમાં જ એક રિપોર્ટમાં કહ્યું હતું કે એન્ટરટેઈનમેન્ટ સેક્ટરની કુલ આવકમાં 24%નો ઘટાડો થયો છે.

ડિઝાઈનર કપડાંમાં 50%નો ઘટાડો થયોઃ અંજુ મોદી
હવે સ્ટાર્સ ડિઝાઈનર ડ્રેસના ઓર્ડર ઓછા આપે છે. શૂટિંગ ઉપરાંત રેડ કાર્પેટ, ખાસ મીટિંગ કે ઈવેન્ટ માટે સ્ટાર્સ ડ્રેસ ઓર્ડર કરતા હતા. એક ડ્રેસની કિંમત 10 હજારથી લઈ 10 લાખ રૂપિયા સુધી રહેતી. સેલિબ્રિટી ફેશન-ડિઝાઈનર અંજુ મોદીએ કહ્યું હતું, 'પહેલાં દિવસમાં મારી પાસે એક્ટર્સના ડ્રેસના ઓર્ડર આવતા હતા, પરંતુ કોરોનાકાળમાં ઓર્ડર આવતા નથી. ઓર્ડર્સમાં 50%નો ઘટાડો થયો છે. આ જ કારણે મારે સ્ટાફમાં 50%નો ઘટાડો કરવો પડ્યો હતો.'

બોલિવૂડની સિક્યોરિટી સર્વિસમાં 50%નો ઘટાડો
દેશની સૌથી જૂની સિક્યોરિટી એસોસિયેશન ઓફ ઈન્ડિયા પ્રેસિડેન્ટ ગુરુચરણ સિંહ ચૌહાણે કહ્યું હતું, 'આખા દેશમાં અમારી સિક્યોરિટીના 5% બોલિવૂડ-ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. કોરોનાને કારણે 50% ઘટાડો થયો છે, કારણ કે ઈવેન્ટ, ક્રાઉડ, પાર્ટી તથા ફંક્શન બંધ છે. ઉપરથી સરકારે અમને ફ્રી વેક્સિન આપનાર યાદીમાં પણ સામેલ કર્યા નથી.'

ટાઈગર સિક્યોરિટી એજન્સીના આરકે દુબએ કહ્યું હતું, 'સ્ટાર્સ ઈવેન્ટના સમયે 10-12 બાઉન્સર તથા સિક્યોરિટી ગાર્ડ લઈને જતા હતા; હવે આ બંધ થઈ ગયું છે. કેટલાક સ્ટાર્સના ઘરે પહેલાં 20-20 સિક્યોરિટી ગાર્ડ રહેતા, હવે ત્યાં માત્ર 5 જ છે.'

વિવિધ ફંડ્સમાં રોકાણ કર્યું
મુંબઈની પ્રમુખ ઈદાફા ઈન્વેસ્ટમેન્ટ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર નિખત અશરફ મોહમ્મદીએ કહ્યું હતું, 'કોવિડમાં મુંબઈના અમીર (જેમાં બોલિવૂડ તથા એન્ટરટેઈનમેન્ટ સેક્ટરના પણ ક્લાયન્ટ છે)એ આ પહેલાં ના કર્યું હોય એટલું રોકાણ આ વખતે કર્યું છે. અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (AIF)ના માધ્મયથી સેલિબ્રિટીએ રોકાણ કર્યું છે, જેમાં મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ એક કરોડ રૂપિયા હોય છે. 3-4 વર્ષમાં 6 ગણા ગ્રોથ સાથે પૈસા મળે છે. આ ઉપરાંત સ્ટોક એક્સચેન્જ (ઈક્વિટી)માં પણ સેલેબ્સે રોકાણ કર્યું છે.

નિખતના મતે, ગ્રાઉન્ડ પર કોઈ કમાણી નથી અને કોઈ ક્યાંય જઈ શકે તેમ નથી. સેલિબ્રિટી પોતાના ફંડ્સનું અલગ અલગ જગ્યાએ રોકાણ કરી રહ્યા છે, તેથી આગામી વર્ષમાં નફો મળી શકે. તેમની કંપનીને કોવિડમાં પણ એક મિનિટનો સમય મળ્યો નથી. તમામ કામ ફોન તથા ઈમેલથી થતાં હતાં. તેમણે આ વર્ષે જેટલું કામ કર્યું એટલું આ પહેલાં ક્યારેય કર્યું નથી. લોકોએ રિલાયન્સ, ઓલા તથા ઝોમેટો અને ફાર્મા જેવી કંપનીના શૅરમાં પૈસા રોક્યા છે.

બિગ સ્ટાર્સ ડિપ્રેશન અથવા તણાવમાં, નાના સ્ટાર્સ આર્થિક તંગીમાં
એક્ટર પીયૂષ મિશ્રાએ કહ્યું હતું કે સ્થાપિત સ્ટાર્સને એક જ મુશ્કેલી છે કે તેઓ ડિપ્રેશનમાં છે, પરંતુ તેમને ગુજરાનની ચિંતા નથી. તો સ્ટ્રગલ કરતા તથા રોજની કમાણી પર જીવતા એક્ટર્સની હાલત ખરાબ છે. કેટલાકે સંપત્તિ વેચી નાખી છે. તેમની આસપાસ અનેક લોકો મુંબઈ છોડીને પોતાના શહેરમાં જતા રહ્યા છે.

ફિલ્મ-એક્ટર ઈસરાઈલ ખાને કહ્યું હતું, 'મારા જેવા એક્ટર માટે જ્મ તથા વર્કઆઉટમાં કપાત કરવો શક્ય નથી. પહેલાં હું મીટિંગ માટે જગુઆરથી જતો હતો, હવે ટેક્સીનો ઉપયોગ કરું છું. પહેલાં મીટિંગ ફાઈવ સ્ટાર હોટલમાં થતી, પરંતુ હવે એવું નથી. છેલ્લા એક વર્ષથી સોર્સ ઓફ ઈન્કમ લગભગ બંધ છે.

ખર્ચ પર પૂરી રીતે કાબૂ
ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ, ટીવી એન્ડ વેબ સિરીઝના ચેરપર્સન જેડી મજેઠિયાએ કહ્યું હતું કે ટીવી એક્ટર્સ મોટા ભાગે લાઈફસ્ટાઈલ મેઈનટેન કરવામાં ખર્ચ કરતા હોય છે. ડ્રેસ, પાર્લ, મોંઘી હોટલમાં ભોજન, ચંપલ અને બીજા તમામ પ્રકારના ખર્ચ હવે ઘટાડી દીધા છે.

નાના સ્ટાર્સનાં જીવનમાં ઊથલપાથલ
સિનિયર ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ કહ્યું હતું કે A તથા B ગ્રેડના એક્ટર્સ ખર્ચમાં ઘટાડો કરી શકે તેમ નથી, કારણ કે તેમની લાઈફસ્ટાઈલ તેમની મજબૂરી છે, પરંતુ કમાણીમાં ઘટાડો થયો છે. B ગ્રેડથી નીચેના એક્ટર્સની હાલત એકદમ ખરાબ છે. તેઓ દેવું કરી રહ્યા છે અથવા તો બચતમાં ગુજરાન ચલાવી રહ્યા છે અને સંપત્તિ વેચી રહ્યા છે. તેમના જીવનમાં મોટી ઊથલપાથલ થઈ છે, કારણ કે આ એક્ટર્સ રોજની કમાણી પર જીવતા હતા.

ફિલ્મ પ્રોડ્યુસર તથા ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડેના મતે, A ગ્રેડ એક્ટર્સ બે વર્ષ પહેલાં જ કોન્ટ્રેક્ટ સાઈન કરીને 25% ફી એડવાન્સ લેતા હોય છે, પરંતુ ગણતરીના સ્ટાર્સ જ આમ કરે છે. 70% ઈન્ડસ્ટ્રી રોજની કમાણી પર ચાલે છે. રોજના કામ પ્રમાણે પેમેન્ટ મળે છે. એવા અનેક B ગ્રેડ એક્ટર્સ, જેમની પાસે બે કે ત્રણ ફ્લેટ હતા, તેમણે ગુજરાન ચલાવવા માટે પોતાની સંપત્તિ વેચી છે. આ ઉપરાંત પાર્ટીમાં જવું, પાર્ટી હોસ્ટ કરવી, પ્રોપર્ટીમાં રોકાણ એ બધું બંધ થઈ ગયું છે.

આ સ્ટાર્સ પર કોઈ અસર નહીં
વર્ષ 2020માં ફોર્બ્સની યાદીમાં દુનિયાના ટોપ-10માં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સમાં ભારતમાંથી માત્ર અક્ષય કુમાર હતો. ફિલ્મ ઉપરાંત એન્ડોર્સમેન્ટ તથા અન્ય સોર્સથી વર્ષે 362 કરોડની કમાણી કરે છે. આ યાદીમાં અક્ષય છઠ્ઠા નંબર પર હતો.

વર્ષ 2020માં ફિલ્મની ફીના મામલે ઈન્ડસ્ટ્રીના ટોપ-5 એક્ટરમાં અક્ષય કુમાર, સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન તથા અજય દેવગન હતા. આમિર ખાનની 2020માં એકપણ ફિલ્મ નથી, પરંતુ 'લાલ સિંહ ચઢ્ઢા'ની ફીના આધારે તે ચાર નંબર પર છે. આ તમામ સ્ટાર્સ ફી ઉપરાંત ફિલ્મના નફામાં પણ ભાગીદાર હોય છે. ફિલ્મના તમામ રાઈટ્સના નફામાં પણ તેમનો હિસ્સો હોય છે. આવામાં તે પોતાની લાઈફસ્ટાઈલ મેઇનટેન કરી લેતા હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો