તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ બન્યું પોર્ન હબ:એક નહીં અનેક 'કુંદ્રા',  કોરોનામાં સેક્સવર્કર્સ પણ પોર્નના રવાડે ચડી, નાના શહેરની યુવતીઓ ગુજરાન ચલાવવા મજબૂરીમાં કરે છે કામ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરની ઘણી યુવતીઓ મુંબઈમાં હીરોઈન બનવાના સપના લઈને આવે છે
  • કોરોના તથા લૉકડાઉનને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણો મોટો આર્થિક ફટકો પડ્યો

શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ પછી એ વાત પરથી પડદો ઉઠી ગયો કે પોર્ન ફિલ્મના કારોબાર સાથે કેટલા મોટા માથા સંડોવાયેલા છે. સવાલ એ છે કે આ બિઝનેસ આટલો ફૂલ્યોફાલ્યો કેવી રીતે? તાજેતરમાં જ નવભારત ટાઇમ્સ સાથે મુંબઈના અધિકારીએ પોર્ન બિઝનેસ અંગે વિગતે વાત કરી હતી. અહેવાલ પ્રમાણે, કોરોનાની સૌથી ખરાબ અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થઈ છે, તેમાંય ડાન્સબાર તથા ઓર્કેસ્ટ્રાને ફટકો પડ્યો છે. અહીંથી કેટલાંક લોકોએ પોર્ન ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

મોટાભાગની યુવતીઓ બીજા શહેરમાંથી આવે છે
પોર્ન કેસની તપાસ કરતાં એક અધિકારીએ કહ્યું હતું કે તપાસ દરમિયાન તેમણે અનેક યુવતીઓની પૂછપરછ કરી હતી, તેમાંથી કેટલીક યુવતીઓએ કહ્યું હતું કે બોલિવૂડની ચમક-દમકથી તેઓ અન્ય શહેરમાંથી મુંબઈ આવ્યા હતા. અહીંયા આવીને ઘણી યુવતીઓને ફિલ્મમાં એકસ્ટ્રા તરીકે કામ મળી જતું હતું. આ રીતે તેમનું ઘરનું ગુજરાન ચાલવા લાગ્યું હતું. જોકે, કોરોનાને કારણે ફિલ્મના શૂટિંગ બંધ થઈ ગયા હતા અને તેને કારણે રોજીરોટી પર સંકટ આવી ગયું હતું.

આર્થિક રીતે નબળા લોકો પોર્ન તરફ ઢળ્યા
ફિલ્મમાં લાઇટમેન, કેમેરામેન, કાસ્ટિંગ ડિરેક્ટર સહિત અલગ અલગ લોકો કામ કરે છે. આ તમામ સામે આર્થિક સંકટ આવ્યું હતું. આ તમામ કામની શોધમાં હતા. આ દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મ હિટ થવા લાગ્યું તો આર્થિક રીતે મજબૂર કેટલાંક લોકો પોર્ન ફિલ્મ તરફ વળ્યા હતા.

એક પોર્ન ફિલ્મના 10-15 હજાર રૂપિયા મળે છે
પોર્ન ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક યુવતીઓએ ક્રાઇમ બ્રાંચને કહ્યું હતું કે તેમને એક ફિલ્મ માટે 10-15 હજાર રૂપિયા મળે છે. ઘણી ફિલ્મના શૂટિંગ એક જ દિવસમાં તો કેટલીક ફિલ્મનું શૂટિંગ ચાર-પાંચ કલાકમાં પૂરું થઈ જતું હોય છે. કેટલીક ફિલ્મનું શૂટિંગ 2-3 દિવસ સુધી ચાલે છે.

યુવતીઓ મહિનામાં 2-3 ફિલ્મ કરે છે
અધિકારીએ વધુમાં એવું પણ કહ્યું હતું કે ઘણીવાર એવું થતું હોય છે કે એક જ દિવસમાં એક જ ટીમ 2-3 ફિલ્મ કરી લેતી હતી. કેટલીકવાર એવું પણ બનતું કે યુવતી એક મહિનામાં પાંચથી સાત ફિલ્મ કરી લેતી. તે ઘણીવાર મહિનામાં એક લાખથી લઈ 3-4 લાખ રૂપિયાની કમાણી કરી લેતી.

ગ્રાહક વેશ્યાલયમાં જતા નહોતા
મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, કોરોનાના સમયમાં લૉકડાઉનને કારણે મુંબઈના મોટાભાગના વેશ્યાલય બંધ થઈ ગયા હતા, કારણ કે લોકો બહાર જઈ શકતા નહોતા અને ચેપના ડરથી ગ્રાહક આવતા જ બંધ થઈ ગયા હતા. અલગ-અલગ વેશ્યાલય સાથે જોડાયેલી યુવતીઓને પોર્ન ફિલ્મમાં કામ કરાવવા માટે કેટલાંક લોકોએ મોટી લાલચ આપી હતી. શૂટિંગ મડ આઇલેન્ડ જેવા શાંત વિસ્તારમાં આવેલા બંગલાઓમાં થતું હતું. આ કારણે કોઈને ખબર પણ પડતી નહોતી.

ઓર્કેસ્ટ્રા બંધ થવાથી પણ આર્થિક સંકટ આવ્યું
મુંબઈ પોલીસની તપાસમાં એ વાત પણ સામે આવી કે પોર્ન ફિલ્મમાં બહુ બધી યુવતીઓ એવી હતી, જે એક સમયે ડાન્સબાર કે ઓર્કેસ્ટ્રામાં કામ કરતી હતી. ડાન્સબાર મહારાષ્ટ્ર સરકારે ઘણાં વર્ષો પહેલાં બંધ કરી દીધા હતા. માલિક સુપ્રીમ કોર્ટમાં કેસ તો જીતી ગયા, પરંતુ સરકારે લાઇસન્સ આપ્યું નથી. આથી ડાન્સબારના માલિકોએ ઓર્કેસ્ટ્રા બારનું લાઇસન્સ લીધું છે.

સચ્ચાઈ એ હતી કે ઓર્કેસ્ટ્રાના નામ પર જ અનેક જગ્યાએ ડાન્સબાર ગેરકાયદેસર રીતે ચાલતા હતા. અનેક ડાન્સબારના માલિકોના સ્ટેટમેન્ટ માત્ર ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ જ નથી લીધા, પરંતુ CBI (સેન્ટ્ર ઇન્વેસ્ટિગેશન બ્યૂરો) તથા NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ પણ લીધા છે.

ડાન્સબારમાં બોલિવૂડ સાથે જોડાયેલા લોકો પણ આવતા
કોરોનાની પહેલી લહેર વખતે મુંબઈ ભલે લૉક હતું, પરંતુ કેટલાંક ડાન્સબાર બેરોકટોક ચાલતા હતા. જે નહોતા ચાલતા ત્યાં કામ કરતી યુવતીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતી હતી. હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એક વ્યક્તિના મતે, ડાન્સબારમાં ઘણીવાર બોલિવૂડ પ્રોડ્યૂસર, ડિરેક્ટર પણ આવતા હતા. આથી જ તેઓ ડાન્સબારમાં કામ કરતી યુવતીઓના સંપર્કમાં હતા, આમાંથી જ કેટલાંક પોર્ન બિઝનેસમાં આવ્યા અને પછી તેમણે આ જ યુવતીઓનો સંપર્ક કર્યો હતો.

એક નહીં, અનેક રાજ કુંદ્રા
મુંબઈ પોલીસના એક અધિકારીએ સ્વીકાર્યું હતું કે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નહીં પણ 100થી વધુ રાજ કુંદ્રા છે. તેમણે સીધી રીતે નહીં, પરંતુ કોઈના માધ્યમથી મજબૂર યુવતીઓનો સંપર્ક કર્યો અને તેમની પાસે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરાવ્યું. પોર્ન ફિલ્મના તાર મુંબઈથી લઈ લંડન-સિંગાપોર સુધી જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...