વિવાદ:ફિલ્મ 'પૃથ્વીરાજ' ચૌહાણની જ્ઞાતિ પર વિવાદ શરૂ થયો, ગુર્જર સમાજે કહ્યું- તેઓ રાજપૂત નહોતા ગુર્જર હતા, રિલીઝ રોકવાની ધમકી આપી

જયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ફિલ્મ પૃથ્વીરાજની રિલીઝ પહેલા જ ફિલ્મનો વિરોધ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં ગુર્જર સમાજે અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'નું સ્ક્રીનિંગ રોકવાની ધમકી આપી છે. અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાનું કહેવું છે કે, જો પૃથ્વીરાજ ચૌહાણ માટે 'રાજપૂત' શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો તેઓ ફિલ્મ રિલીઝ નહીં થવા દે. સમાજનો દાવો છે કે પૃથ્વીરાજ ચૌહાણ ગુર્જર હતા, રાજપૂત નહીં.

પૃથ્વીરાજ વિજય મહાકાવ્યના સર્ગ 10 નો શ્લોક નંબર 50.
પૃથ્વીરાજ વિજય મહાકાવ્યના સર્ગ 10 નો શ્લોક નંબર 50.

અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાના સંરક્ષક આચાર્ય વીરેન્દ્ર વિક્રમે જણાવ્યું કે, કડવાહા અને રાજોરના શિલાખેલોમાં, તિલક મંજરી, સરસ્વતી કંઠભરણ, પૃથ્વીરાજ વિજયના શિખાલેખોમાં પૃથ્વીરાજના ગુર્જર હોવાના પુરાવા મળ્યા છે. તેમણે દાવો કર્યો છે કે પૃથ્વીરાજ વિજય મહાકાવ્યના સર્ગ 10ના શ્લોક નંબર 50માં પૃથ્વીરાજના કિલ્લાને ગુર્જર કિલ્લો લખવામાં આવ્યો છે. જ્યારે સર્ગ 11ના શ્લોક નંબર 7 અને 9માં ગુર્જરો દ્વારા ગૌરીના પરાજયનું વર્ણન છે. આ સાબિત કરે છે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ગુર્જર સમુદાયના હતા.

શ્લોક નંબર 50 નો અર્થ પણ સમજાવવામાં આવ્યો હતો.
શ્લોક નંબર 50 નો અર્થ પણ સમજાવવામાં આવ્યો હતો.
સર્ગ 11ના શ્લોક નંબર 7 અને 9માં ગુર્જરો દ્વારા ગૌરીના પરાજયનું વર્ણન કરવામાં આવ્યું છે.
સર્ગ 11ના શ્લોક નંબર 7 અને 9માં ગુર્જરો દ્વારા ગૌરીના પરાજયનું વર્ણન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી પૃથ્વીરાજ ફિલ્મમાં જો સમ્રાટ પૃથ્વીરાજને ગુર્જર તરીકે બતાવવામાં નથી આવ્યા. તેની સાથે જ તેમના જીવન સાથે જોડાયેલા તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી તો ગુર્જર સમાજ સહન કરશે નહીં. આવી સ્થિતિમાં ન માત્ર રાજસ્થાન પરંતુ દેશભરમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ.

ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર સિવાય, સોનુ સુદ, સંજય દત્ત પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. મિસ વર્લ્ડ રહી ચૂકેલી માનુષી છિલ્લર અક્ષયની અપોઝિટ જોવા મળશે. ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ પૃથ્વીરાજ 3 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાએ પત્રકાર પરિષદ યોજીને વિરોધ કર્યો હતો.
અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાએ પત્રકાર પરિષદ યોજીને વિરોધ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...