તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો.મીડિયામાં પોસ્ટ કરીને ગુમ:વિવાદમાં ઘેરાયેલો રેપર આદિત્ય તિવારી દિલ્હીથી લાપતા, છેલ્લે કહ્યું હતું- યમુના નદીના સુમસામ બ્રિજ પર છું

મુંબઈ21 દિવસ પહેલા
  • છેલ્લાં કેટલાંક દિવસથી આદિત્ય પોતાના એક જૂના વાઇરલ વીડિયોને કારણે વિવાદમાં હતો
  • સતત મળતી ધમકીને કારણે કોડે નબળો પડી ગયો હોવાનો દાવો કર્યો હતો

રેપર MC કોડ ઉર્ફએ આદિત્ય તિવારી, બુધવાર, 2 જૂનના રોજથી દિલ્હીથી લાપતા છે. તેણે સો.મીડિયામાં પોતાની છેલ્લી પોસ્ટમાં આત્મહત્યાનો સંકેત આપ્યો હતો. તે છેલ્લાં કેટલાંક દિવસથી પોતાના એક જૂના વાઇરલ વીડિયોને કારણે વિવાદમાં હતો. આ વીડિયોમાં તેણે મહાભારત પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. સો.મીડિયામાં આ અંગે ભારે વિરોધ થયો હતો. યુઝર્સે તેને હિંદુ ફોબિક તથા સ્ત્રી વિરોધી ગણાવ્યો હતો. તેને ધમકીઓ મળતી હતી અને ધરપકડની માગણી કરવામાં આવી હતી. વિવાદ વધતા કોડે માફી પણ માગી હતી.

છેલ્લી પોસ્ટમાં શું લખ્યું?
કોડે પોતાની છેલ્લી પોસ્ટમાં કહ્યું હતું કે સતત મળતી ધમકીને કારણે તે નબળો પડી ગયો છે. આશા છે કે અંતમાં બધુ જ ઠીક તથા શાંત થઈ જશે. હાલમાં તે એકલો યમુના નદીના સુમસામ બ્રિજ પર છે. જ્યાં તે જોઈ શકે છે કે લહેરો તેના દર્દનો જવાબ આપી રહી છે.

વધુમાં કોડે કહ્યું હતું કે તે માત્ર માફી માગી શકે છે, કારણ કે તેના સ્વાર્થભર્યા નિર્ણયોએ અનેક લોકોને ઠેસ પહોંચાડી છે, પરંતુ આ તમારે એ અનુભવવાની જરૂર હતી કે તેના માટે અંતમાં શાંતિ તથા આસપાસના લોકોની સુરક્ષા આ કિંમત પર આવે છે. તે માત્ર પોતાને દોષ આપે છે. તેના અસ્તિત્વથી છૂટકારો સજાની જેમ કામ કરશે. આવું આખો દેશ ઈચ્છે છે. આભાર.

કોડના ફોલોઅર્સે કહ્યું, આ સુસાઈટ નોટ છે
કોડની આ પોસ્ટ બાદ ફોલોઅર્સે દાવો કર્યો છે કે આ સુસાઈડ નોટ છે. અનેક લોકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને દિલ્હી પોલીસને તેની તપાસ કરવાની અપીલ કરી હતી. આ પહેલાં કોડે પોતાની વાઇરલ પોસ્ટ માટે માફી માગતા કહ્યું હતું કે આ બધી એ બાબતો છે, જે તે ટીનેજમાં કરતો હતો. કોડે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે કમાણીનું હવે કોઈ સાધન રહ્યું નથી. અનેક બ્રાન્ડ્સે તેની સાથેના કરાર રદ કરી નાખ્યા હતા.