200 કરોડની ખંડણીનો કેસ:મની લોન્ડરિંગ કેસમાં મોટો ઘટસ્ફોટ, જેકલીનની સાથે ઓળખાણ કરાવવા માટે કોનમેન સુકેશ ચંદ્રશેખરે પિંકી ઈરાનીને મોટી રકમ આપી હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્ની સાથે રૂ. 200 કરોડની છેતરપિંડી કરી હતી

200 કરોડ મની લોન્ડરિંગ કેસના આરોપી કોનમેન સુકેશ ચંદ્રશેખરને લઈને એક નવી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથે ઓળખાણ કરાવવા માટે જ પિંકી ઈરાનીને મોટી રકમ આપી હતી. પિંકી ઈરાનીની અત્યારે ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, EDના અધિકારીઓએ શુક્રવારે પિંકી ઈરાની અને સુકેશ ચંદ્રશેખરને તિહાડ જેલમાં મોકલી દીધાં છે. રિપોર્ટ્સ અનુસાર, તેમને એક જ પ્રકારના પ્રશ્નો અલગથી અને એકસાથે પૂછવામાં આવ્યા હતા અને તેમના નિવેદન લેવામાં આવ્યાં છે.

સુકેશે જેકલીનને મળવા માટે પિંકીને મોટી રકમ આપી હતી
ED અધિકારીઓએ કહ્યું હતું કે પિંકી ઈરાનીએ સુકેશ ચંદ્રશેખરને જેકલીન ફર્નાન્ડિઝ સાથે ઓળખાણ કરાવી અને આ કામ માટે તેને મોટી રકમ મળી હતી. પોતાનું કામ કરાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાના આ કેસમાં કોઈ નવી વાત નથી. EDના અધિકારીઓને અગાઉ જાણવા મળ્યું હતું કે સુકેશ રોહિણી જેલના જેલ સ્ટાફને દર મહિને કરોડો રૂપિયા ચૂકવતો હતો, જેથી તે પોતાનું રંગદારી રેકેટ ચલાવી શકે. રોહિણી જેલની અંદર તેને સંપૂર્ણ બેરેક આપવામાં આવી હતી. જ્યારે તે પોતાના બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર પણ હતો, તમામ CCTV કેમેરાને કવર કરી દીધા હતા.

સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્ની સાથે રૂ. 200 કરોડની છેતરપિંડી કરી હતી
EDએ જણાવ્યું હતું કે જ્યારે સુકેશ ચંદ્રશેખર જેલમાં હતો ત્યારે તેને રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્ની સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અદિતિ સિંહ પોતાના પતિ શિવિંદર મોહન સિંહ સાથે મળવા જતી હતી, જેની 2019માં ફંડની હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુકેશની અદિતિ સાથે જેલમાં મુલાકાત થઈ હતી, ત્યાર બાદ તેને એક સ્પૂફિંગ એપનો ઉપયોગ કરીને એક વર્ચ્યુઅલ નંબરથી તેને કોલ કર્યો અને કેન્દ્ર સરકારના એક અધિકારી તરીકે વાત કરી હતી અને 200 કરોડ રૂપિયા માગ્યા હતા. સુકેશે તે પૈસાના બદલામાં અદિતિ સિંહને તેના પતિ શિવિંદર મોહનને જામીન અપાવવાનું વચન આપ્યું હતું. EDના અધિકારી હવે આ વાતની તપાસ કરી રહ્યા છે કે શું આ પૈસા વિદેશમાં રોકાણ કરવામાં આવ્યા છે કે કેમ.

મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝ EDની રડાર પર છે
એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે, કેમ કે ઠગી એક્ટ્રેસને ઠગી સુકેશ પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ મળી હતી. જેકલીને ED અધિકારીઓને જણાવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે તેને કહ્યું હતું કે તે જયલલિતાના પરિવાર સાથે સંકળાયેલો છે અને સન ટીવીનો માલિક છે અને તેને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ કરવા માટે પણ કહ્યું હતું. જેકલીને એ પણ ખુલાસો કર્યો હતો કે સુકેશ તેના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા તેના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે સુકેશ ચંદ્રશેખર આ વર્ષની શરૂઆતમાં થોડા સમય માટે જામીન પર બહાર હતો ત્યારે તેની મુલાકાત જેકલીન સાથે થઈ અને બંનેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. જેકલીન સિવાય સુકેશ એક્ટ્રેસ નોરા ફતેહીને પણ મળ્યો હતો અને તેને પણ ઠગીને મોંઘી ગિફ્ટ આપી હતી.