તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Congress MLA Harish Chandra Meena Questions On Kangana Ranaut's Credentials, Actress Replies I Am The Best Person To Lead Among So Many Fools

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ નેતા પર ભડકી કંગના:હરીશ ચંદ્ર મીણાએ કંગના રનૌતની લાયકાત પર સવાલ ઉઠાવ્યા, એક્ટ્રેસ બોલી- મૂર્ખાઓને પાઠ ભણાવવા માટે હું સૌથી બેસ્ટ

એક મહિનો પહેલા

એક્ટ્રેસ કંગના રનૌત તેના સ્ટેટમેન્ટને લઈને સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ કંગનાએ રિહાનાને મૂર્ખ અને તાપસી પન્નુને દેશનો ભાર કહ્યો હતો. હવે તેણે તેના એક નવા સ્ટેટમેન્ટમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર આટલા બધા મૂર્ખાઓને પાઠ ભણાવવા માટે તે સૌથી બેસ્ટ માણસ છે.

એટલું જ નહીં તેણે ખુદને મહારાણી ગણાવી અને તેને નફરત કરનારાને તેની સામે શીશ નમાવવા પણ કહ્યું. કંગનાનું આ સ્ટેટમેન્ટ કોંગ્રેસના પૂર્વ સાંસદ હરીશ ચંદ્ર મીણાની તે સોશિયલ મીડિયા પોસ્ટ પર આવ્યું છે જેમાં તેમણે કંગનાની શૈક્ષણિક અને રાજનૈતિક યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા.

કોંગ્રેસ સાંસદને કંગનાએ આપ્યો વળતો જવાબ
કંગનાએ પૂર્વ ડીજીપી અને એમપી હરીશ ચંદ્રની પોસ્ટ પર જવાબ આપતા લખ્યું, 'મારી યોગ્યતા, હાહા. હું સાચે ખુદને એક એવરેજ માણસ માનું છું, પણ ઘણા મૂર્ખાઓની વચ્ચે સોશિયલ મીડિયા પર હું લીડ કરવા માટે સૌથી બેસ્ટ માણસ છું. માટે રાણીની સામે શીશ નમાવો.'

હરીશ ચંદ્રએ કંગનાની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા
હરીશ ચંદ્રએ કંગનાને ટેગ કરીને પોસ્ટમાં તેની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે પોસ્ટમાં લખ્યું હતું, 'હું જાણવા ઈચ્છું છું કે કંગના રનૌત પાસે એવી કઈ લાયકાત છે કે તે દરેક મુદ્દે કમેન્ટ કરે છે. કે પછી સોશિયલ મીડિયા પર તે માત્ર એક પ્યાદાનો રોલ નિભાવી રહી છે. હું કંગનાની શૈક્ષણિક અને રાજનૈતિક લાયકાત જરૂર જાણવા ઇચ્છીશ.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો