કોણ છે 'બિકીની ગર્લ?':કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં એક્ટ્રેસ અર્ચના ગૌતમને ટિકિટ આપી, 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'માં કામ કરી ચૂકી છે

મુંબઈ4 મહિનો પહેલા
  • અર્ચના ગૌતમ મેરઠમાં હસ્તિનાપુરથી વિધાનસભાની ચૂંટણી લડવાની છે

કોંગ્રેસના રાષ્ટ્રીય મહા-સચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવાર, 13 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના 125 ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટ પ્રમાણે, કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપી છે. લિસ્ટમાં એક્ટ્રેસ અર્ચના ગૌતમનું નામ પણ છે. અર્ચના ગૌતમ મેરઠમાં હસ્તિનાપુરથી ચૂંટણી લડવાની છે. જાણીએ અર્ચના ગૌતમ કોણ છે?

મેરઠમાં જન્મ થયો છે
1 સપ્ટેમ્બર, 1995માં મેરઠમાં જન્મેલી અર્ચના એક્ટ્રેસ, મોડલ તથા બ્યૂટી પેજેન્ટ છે. અર્ચના 2014માં મિસ ઉત્તર પ્રદેશ બની હતી. ત્યારબાદ તે મિસ બિકીની ઇન્ડિયા, મિસ બિકીની યુનિવર્સ ઇન્ડિયા તથા મિસ બિકીની યુનિવર્સ વિજેત બની હતી. તેણે મિસ કોસમોસ વર્લ્ડ 2018માં ભારતને રિપ્રેઝન્ટ કર્યું હતું.

'બિકીની ગર્લ' તરીકે લોકપ્રિય
અર્ચનાએ મેરઠની IIMTમાંથી BJMCની ડિગ્રી લીધી હતી. અર્ચના ગૌતમે 2016માં બોલિવૂડ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'હસીના પારકર', 'બારાત કંપની'માં જોવા મળી હતી. અર્ચનાએ તેલુગુ તથા તમિળ ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત અર્ચના વિવિધ મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. અર્ચના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'બિકીની ગર્લ' તરીકે લોકપ્રિય છે.

મ્યૂઝિકિ વીડિયોમાં કામ કર્યું છે
અર્ચનાએ 'જંક્શન વારાણસી'માં આઇટમ ડાન્સ કર્યો હતો. અર્ચનાએ પંજાબી તથા હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. અર્ચનાને 2018માં ડૉ. એસ રાધાક્રિષ્નન મેમોરિયલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

નવેમ્બર, 2021માં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ સિંહ બઘલે અર્ચના ગૌતમને કોંગ્રેસ પાર્ટીની સભ્ય બનાવી હતી. 2017માં હસ્તિનાપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશ ખટીક જીત્યા હતા.