તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:મધ્યપ્રદેશમાં કંગનાની ખેડૂત વિરોધી પોસ્ટના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ શૂટિંગ સ્પોટ પર બેરિકેડ તોડ્યા, પોલીસનો લાઠીચાર્જ

બૈતુલ23 દિવસ પહેલા

કંગના રનૌત હાલમાં મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન ભારે હંગામો થયો હતો. કોંગ્રેસે શુક્રવાર, 12 ફેબ્રુઆરીના રોજ કોલ હેડલિંગ પ્લાન્ટના મુખ્ય દરવાજા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બેરિકેડ તોડી નાખ્યા હતા. અહીંયા ફિલ્મ 'ધાકડ'નું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારબાદ પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સીમા અતુલકર સહિત અનેક કાર્યકર્તા ઘાયલ થયા હતા. કોંગ્રેસ કાર્યકર્તાએ કંગનાની સો.મીડિયા પોસ્ટ પર માફી માગવાની માગણી કરી હતી. કંગનાએ પોતાની સો.મીડિયા પોસ્ટમાં ખેડૂતોને આતંકી કહ્યાં હતાં.

હંગામો થયો ત્યારે કંગના હાજર નહોતી
હંગામો થયો ત્યારે કંગના ચૂરના રેસ્ટ હાઉસમાં હતી. પોલીસે તેને શૂટિંગ સ્થળે આવવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસ નેતાઓએ કહ્યું હતું કે કંગના જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. કોંગ્રેસે સરાણીમાં થઈ રહેલા શૂટિંગને અટકાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગૃહમંત્રીના આદેશ પર પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી હતી.

કંગના માફી માગે, નહીંતર ઉગ્ર દેખાવો થશેઃ કોંગ્રેસ
કોંગ્રેસના કાર્યકર્તા પર લાઠીચાર્જ થયા બાદ કોંગ્રેસ IT સેલના જિલ્લાધ્યક્ષ ભૂષણ કાંતિએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે 48 કલાકની અંદર કંગના વિરુદ્ધ FIR કરવામાં નહીં આવે તો બીજીવાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે શનિવાર, 13 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના સમર્થનમાં સરાણીમાં ટ્રેક્ટર રેલી કાઢશે. કોંગ્રેસ કાર્યકર્તાઓ પર થયેલા લાઠીચાર્જ પર બૈતુલ ધારાસભ્ય નિલય ડાગાએ કહ્યું હતું કે કંગના માફી નથી માગતી તો આગળ પણ ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. કંગનાએ અન્નદાતાઓનું અપમાન કર્યું છે.

લાઠીચાર્જ પર બૈતુલના ASP શ્રદ્ધા જોષીએ કહ્યું હતું કે કોંગ્રેસી બેરિકેડ્સ તોડીને અંદર ઘુસવાનો પ્રયાસ કરતાં હતાં. તેમને સમજાવવામાં આવ્યા પરંતુ તેઓ માન્યા નહીં. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.

મારી આસપાસ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી
કોંગ્રેસ કાર્યકર્તાઓના દેખાવા બાદ કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું, 'મારી આસપાસ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે, કારણ કે મધ્યપ્રદેશના કોંગ્રેસ કાર્યકર્તાઓએ મારું શૂટિંગ અટકાવવા માટે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ ખેડૂત તરફથી દેખાવો કરે છે. કયા ખેડૂતોએ તેમને આવું કરવાનું કહ્યું છે, તેઓ જાતે પોતાના માટે કેમ દેખાવો કરતાં નથી?'

કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી

દેખાવોને કારણે કાર બદલવી પડી
કંગનાએ લોકેશનનો એક વીડિયો શૅર કર્યો છે. વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'આજે સાંજે મારા શૂટિંગ સ્થળની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારબાદ પોલીસે તેમને હટાવ્યા. આ કારણે મારા મારી કાર બદવી પડી અને લાંબો રસ્તો પસંદ કરવો પડ્યો.'

કંગનાએ ખેડૂતોને આતંકી તથા ખાલિસ્તાની કહ્યાં હતાં
કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતો છેલ્લાં 78 દિવસથી પણ વધુ સમયથી આંદોલન કરે છે. દેશભરના અનેક ખેડૂત સંગઠન આ આંદોલનમાં જોડાયા છે. જોકે, કંગના પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આંદોલનકારી ખેડૂતો માટે આતંકવાદી તથા ખાલિસ્તાની જેવા શબ્દોનો ઉપયોગ કરી ચૂકી છે. આટલું જ નહીં તેણે એવું પણ કહ્યું હતું કે આ આંદોલનને ચીન તથા પાકિસ્તાનના ફંડિંગથી ચલાવવામાં આવી રહ્યું છે.

થોડાં દિવસ પહેલાં જ્યારે ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું ત્યારે કંગનાએ કહ્યું હતું, 'કોઈ આ અંગે વાત નથી કરી રહ્યું, કારણ કે તેઓ ખેડૂતો નથી, આતંકવાદી છે. આ લોકો દેશના ભાગલા પડાવવાનો પ્રયાસ કરે છે, જેથી ચીન તેનો ફાયદો ઉઠાવીને પોતાનો અધિકાર જમાવી શકે, જેવી રીતે તેણે અમેરિકામાં કર્યું છે. તમે મૂર્ખ છો. આથી ચૂપ રહો. અમે તમારી જેમ અમારા દેશને વેચતા નથી.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો