કન્ફર્મ:કંગના રનૌતની ‘થલાઈવી’ ફિલ્મ આવતા મહિને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે, પણ મેકર્સને હજુ પણ થિયેટર્સ ખુલવાની આશા છે

7 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
ફિલ્મ ત્રણ ભાષાઓ તમિળ, તેલુગુ અને હિન્દીમાં હશે
  • 45થી 50 કરોડ રૂપિયામાં એમેઝોન સાથે ડીલ થઇ હોવાની ચર્ચા છે
  • આ રકમ મેકર્સની આશા કરતાં ઘણી ઓછી છે

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ થલાઈવી આવતા મહીને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એમેઝોન પ્રાઈમે આ ફિલ્મ 23 મેના રોજ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. ફિલ્મ ત્રણ ભાષાઓ તમિળ, તેલુગુ અને હિન્દીમાં હશે.

આથી પ્લાનમાં આવ્યો વળાંક
નજીકનાં સૂત્રો જણાવે છે, આ ફિલ્મ 23 એપ્રિલે જ થિયેટરમાં રિલીઝ થવાની હતી પણ દેશમાં ઘણા રાજ્યોમાં લોકડાઉનને લીધે થલાઈવીની રિલીઝ ડેટ પોસ્ટપોન થઇ ગઈ. હાલ થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવા જેવી કોઈ સ્થિતિ નથી. જો કે, મેકર્સે હજુ પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવાની આશા છોડી નથી. તેમને હજુ આશા છોડી નથી. તેમને લાગે છે કે, મે મહિનામાં સ્થિતિ સુધરશે અને થિયેટર ખુલી જશે. મેકર્સ ફિલ્મ મોટી સ્ક્રીન પર રિલીઝ કરચા માગે છે, પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર જ રિલીઝ કરશે. આ પ્લાનમાં એક વળાંક પણ છે.

કંગના આ ફિલ્મમાં અભિનેત્રી અને તમિલનાડુના સીએમ જયલલિતાનાં રોલમાં દેખાશે
કંગના આ ફિલ્મમાં અભિનેત્રી અને તમિલનાડુના સીએમ જયલલિતાનાં રોલમાં દેખાશે

45થી 50 કરોડ રૂપિયામાં એમેઝોન સાથે ડીલ થઇ છે
એમેઝોને આ ફિલ્મ માટે ડિજિટલ રાઈટ્સ મેકર્સની આશા કરતાં ઓછી રકમે ખરીદી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ડીલ 45થી 50 કરોડ રૂપિયામાં થઇ છે કારણકે મેકર્સ ટેને ડિજિટલ પ્રીમિયરને બદલે પહેલાં થિયેટરમાં રિલીઝ કરવા માગતા હતા. જો તેઓ પહેલાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કરતા તો કદાચ મેકર્સને નફો થાત.

કંગનાએ ફિલ્મ રિલીઝનાં પોસ્ટપોનની સૂચના આપી હતી
થોડા દિવસ પહેલાં કંગનાએ તેના એક સ્ટેટમેન્ટમાં થલાઈવી પોસ્ટપોન થઇ હોવાની વાત કરી હતી. તેણે લખ્યું હતું, ફિલ્મ થલાઈવી એક બહુભાષી ફિલ્મ છે અને આ દરેક ભાષાઓમાં 23 એપ્રિલે રિલીઝ થવા તૈયાર છે. પણ હાલની સ્થિતિને લીધે દરેક ભાષામાં એકસાથે રિલીઝ કરવી શક્ય નથી.

કંગના જયલલિતાના રોલમાં
કંગના આ ફિલ્મમાં અભિનેત્રી અને તમિલનાડુના સીએમ જયલલિતાનાં રોલમાં દેખાશે. ફિલ્મમાં જયલલિતાનો ફિલ્મથી લઈને રાજનીતિ સુધીનો સફર દેખાડ્યો છે. જયલલિતા જેવું દેખાવા માટે કંગનાએ વજન પણ વધાર્યું હતું. ફિલ્મનાં ડિરેક્ટર એ. એલ. વિજય છે.

ડિરેક્ટર માટે કંગનાએ ઈમોશનલ લેટર લખ્યો હતો
કંગનાએ લખ્યું કે, આપણી યાત્રા અંત તરફ વધી રહી છે. મને પહેલાં ક્યારેય આટલો ગાઢ અનુભવ નથી થયો જેવો મને આ વખતે થઈ રહ્યો છે. મને આ અનુભવ તમને યાદ કરતી વખતે થયો. મારે એક કન્ફેશન કરવું છે.

પ્રથમ વસ્તુ જે મેં તમારા માટે જોઈ હતી એ તમારી ચા, કોફી, વાઈન, નોનવેજ, પાર્ટીઓ માટેનો ઈનકાર. તમારી નજદીક આવવું મુશ્કેલ હતું. ત્યારબાદ ધીરે ધીરે મને અહેસાસ થયો કે તમે ક્યારેય દૂર નહોતા. જ્યારે એક કલાકાર તરકે હું સારું પર્ફોર્મન્સ આપું છું ત્યારે તમારી આંખોમાં અનોખી ચમક આવી જાય છે. જોકે ઘણા ઉતાર ચઢાવ પણ આવ્યા.

મેં તમારી અંદર ક્યારેય ગુસ્સો, અસુરક્ષા અથવા નિરાશાનો સંકેત નથી જોયો. તે લોકો સાથે વાત કરી, જે તમને દશકોથી ઓળખે છે અને જ્યારે તેમણે મને તમારી વિશે જણાવ્યું તો મારી આંખો ચમકી ઉઠતી હતી. તમે માણસ નથી દેવતા છો. હું તમારો આભાર અદા કરવા માગું છું અને કહેવા માગું છું કે હું તમને યાદ કરું છું. લવ. તમારી કંગના.

એ. એલ. વિજય સક્સેસફુલ એડ ફિલ્મમેકર છે, જે અત્યાર સુધી 100થી વધારે એડ ફિલ્મ બનાવી ચૂક્યા છે. 2001માં પ્રિયદર્શનના અસિસ્ટન્ટ તરીકે તેમણે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી અને 2007માં પ્રથમ ફિલ્મ ‘કિરીડમ’ ડાયરેક્ટ કરી. ત્યારબાદ તેમણે ‘ખોસલા કા ઘોસલા’ની તમિળ રિમેક ‘પોઈ સોલ્લા પોરોમ’ (2008) ડાયરેક્ટ કરી. આ ફિલ્મનું શૂટિંગ માત્ર તેમણે 13 દિવસમાં પૂરું કર્યું હતું. વિજયે 2016માં આવેલી પ્રભુદેવા, તમન્ના ભાટિયા અને સોનુ સૂદ સ્ટારર ‘તૂતક તૂતક તૂતિયા’ ડાયેરક્ટ કરી હતી, જે તમિળ, તેલુગુ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી.