'જય ભીમ' વિવાદ:સૂર્યા પર હુમલો કરનારને એક લાખ આપવાની જાહેરાત કરનાર નેતા વિરુદ્ધ ફરિયાદ

ચેન્નઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તેલુગુ સ્ટાર સૂર્યાની ફિલ્મ 'જય ભીમ'નો વિવાદ વધતો જાય છે. રાજકીય પાર્ટી પાટ્ટાલી મક્કલ કોચી (PMK)ના એક નેતાએ સૂર્યા પર હુમલો કરનારને 1 લાખ રોકડા આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી તમિળનાડુની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. એક્ટરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફિલ્મ 'જય ભીમ'નો વિવાદ વન્નિયાર સમુદાયના કેરેક્ટરને કારણે થયો છે. ફિલ્મને ચાહકોએ તથા ક્રિટિક્સે વખાણી છે. બીજી બાજુ વિવાદ બાદ પણ ફિલ્મમેકર્સ તથા સૂર્યાને ઇન્ડસ્ટ્રીએ સપોર્ટ કર્યો છે.

બિનજામીન પાત્ર કલમો હેઠળ કેસ
મીડિયા રિપોર્ટ્સ પ્રમામે, મયિલાદુથુરાઈ પોલીસે સૂર્યાને ધમકી આપતા PMKના જિલ્લા સચિવ સીતામલ્લી પલાનીસામી વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. જો સીતામલ્લીની ધરપકડ થાય છે તો તેમને જામીન મળશે નહીં.

VCK પાર્ટીના પ્રમુખે નિવેદન આપ્યું
ચેન્નઈ સ્થિત સૂર્યાના ઘરે પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ફિલ્મની ચર્ચા રાજકીય પાર્ટીઓમાં પણ થઈ રહી છે. વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) પાર્ટીના પ્રમુખ થોલ તિરુમવાલવનને આ અંગે કહ્યું હતું, 'જ્યારે PMK પોતાનું રાજકીય અસ્તિત્વ ગુમાવવા લાગે ત્યારે આ રીતના વિવાદ ઊભા કરે છે. ધમકી આપીને તે સૂર્યાને ડરાવતા નથી, પરંતુ લોકશાહી તથા બંધારણ માટે પણ જોખમ છે. તમિલનાડુના તમામ લોકતાંત્રિક પક્ષો PMKનો વિરોધ કરે છે. પોલીસે આ રીતની અસામાજિક ગતિવિધિ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.'

સો.મીડિયામાં સૂર્યાને સમર્થન મળ્યું
PMKએ દાવ કર્યો છે કે 'જય ભીમ'ને કારણે તેમની પાર્ટીની ઇમેજને ઘણું જ નુકસાન થયું છે. ફિલ્મ અંગે ત્યારે વિવાદ શરૂ થયો જ્યારે સૂર્યાએ આ અંગે રાજકારણના કરવાની અપીલ કરી હતી. વિવાદની વચ્ચે સો.મીડિયા યુઝર્સે સૂર્યાને સમર્થન આપ્યું છે.

સૂર્યાએ આભાર વ્યક્ત કર્યો
સો.મીડિયામાં મળેલા સપોર્ટ બાદ સૂર્યાએ તમામનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, 'જય ભીમ' માટે તમારો પ્રેમ અઢળક છે. મેં આ પહેલાં ક્યારેય જોયો નથી. તમે જે વિશ્વાસ તથા આશ્વસાન આપ્યું તેનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. અમારી સાથે ઊભા રહેવા માટે દિલથી આભાર.'