તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિએક્શન:શરમન જોશીએ માધવનની '3 ઈડિયટ્સ'વાળી પોસ્ટ પર કમેન્ટ કરતાં કહ્યું, 'હું આ ક્લબમાં સામેલ થવા ઈચ્છતો નથી'

મુંબઈએક મહિનો પહેલા

આમિર ખાન પછી '3 ઈડિયટ્સ'ના તેના કો-સ્ટાર આર માધવનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બંને હોમ આઈસોલેશનમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલાં માધવને સો.મીડિયામાં પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી. માધવને '3 ઈડિયટ્સ'ની તસવીર શૅર કરીને ફની અંદાજમાં આ માહિતી આપી હતી. તેમે પોતાની પોસ્ટમાં રાજુ એટલે કે શરમન જોષીનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે શરમને આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું શરમને?
શરમન જોષીએ કહ્યું હતું, 'મને આશા છે કે હું આ ક્લબમાં સામેલ નહીં થાય. આમ તો મૈડી તે ઘણું જ સારું લખ્યું છે. તે ખરેખર ફની હતું.' આ પોસ્ટ પર માધવને કહ્યું હતું, 'હાહાહા... તું સલમાત તથા સ્વસ્થ રહે.'

ફરહાને તો રેન્ચોને ફોલો કરવાનો જ હતો

માધવને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ફરહાન રેન્ચોને ફોલો કરે છે અને વાઇરસ પણ અમારી પાછળ હોય છે, પરંતુ આ વખતે તેણે અમને પકડી પાડ્યા. જોકે, મને સારું છે. કોવિડ પણ સારો થઈ જશે. આ એક એવી જગ્યા છે કે અમે નથી ઈચ્છતા કે રાજુ આવે. તમારા પ્રેમ માટે આભાર.'

2009માં ફિલ્મ આવી હતી
માધવન, આમિર તથા શરમન જોષીએ '3 ઈડિયટ્સ'માં કામ કર્યું હતું. માધવને ફરહાન, આમિરે રેન્ચો તથા શરમને રાજુનો રોલ પ્લે કર્યો હતો. બમન ઈરાનીએ વીરુ સહસ્ત્રબુદ્ધિ (વાઇરસ)ની ભૂમિકા ભજવી હતી. રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.

આમિરનો રિપોર્ટ પોઝિટિવ
આમિર ખાનના સ્પોક પર્સને રિલીઝ કરેલા નિવેદનમાં કહ્યું હતું, 'આમિર ખાનનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સેલ્ફ ક્વૉરન્ટીન છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે. તેની તબિયત સારી છે. છેલ્લા થોડા દિવસોમાં આમિરના સંપર્કમાં આવેલા તમામ લોકોએ ટેસ્ટ કરાવી લેવા. તમારી ચિંતા તથા શુભેચ્છા માટે આભાર.'

આ સેલેબ્સ કોરોના પોઝિટિવ
રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, આશિષ વિદ્યાર્થી, મનોજ વાજપેયી, સતીશ કૌશિક, ડિરેક્ટર અમિત શર્મા, તારા સુતારિયા તથા સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. સંજય લીલા ભણસાલી તથા તારા સુતરિયાનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. રમેશ તૌરાની તથા પરેશ રાવલે વેક્સિનનો એક ડોઝ લીધા બાદ પોઝિટિવ આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો