તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ તથા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કહેવાય છે કે રાજુ શ્રીવાસ્તવ તથા તેના સલાહકાર અજીત સક્સેના તથા PRO ગર્વિત નારંગને ફોન પર ધમકી આપવામાં આવી હતી.
રાજુ શ્રીવાસ્તવે ગૃહમંત્રી અમિત શાહને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી તેવી માગણી કરી છે. સાત વર્ષ પહેલાં પણ મુંબઈમાં રાજુ શ્રીવાસ્તવને પાકિસ્તાનના કરાચી તથા દુબઈથી ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે રાજુએ મહારાષ્ટ્રમાં FIR કરી હતી.
ગયા વર્ષે ખંડણી માગી હતી
ગયા વર્ષે મે મહિનામાં કોમેડિયન પાસેથી ખંડણી માગવામાં આવી હતી અને પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રાજુ શ્રીવાસ્તવને કોઈ મહિલા સાથે આપત્તિજનક હાલતમાં વીડિયો હોવાનું કહીને ખંડણી માગવામાં આવતી હતી. કોમેડિયને UPના DGPને ફરિયાદ કરી હતી કે તેને ત્રણ મહિનાથી ફોન કરીને હેરાન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ લખનઉની હઝરતગંજ પોલીસે તપાસ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
UP ફિલ્મસિટી પર નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે UP સરકાર નોઈડાની પાસે એક ફિલ્મસિટી બનાવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી હતી. આ અંગે રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે નોઈડામાં બની રહેલી ફિલ્મસિટી આધુનિક હશે. મુંબઈ, હૈદરાબાદ તથા ચેન્નઈમાં પહેલેથી જ ફિલ્મસિટી છે અને હવે તેઓ ઉત્તર પ્રદેશમાં ફિલ્મસિટી બનાવશે. ફિલ્મસિટીને કોઈ એક જગ્યા સુધી સીમિત કરી શકાય નહીં.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.