બોલિવૂડ સ્ટાર્સના ઘરે દરોડા:રિપોર્ટમાં દાવોઃ તાપસી પન્નુની પાસે 44 કરોડ તથા અનુરાગ કશ્યપ પાસે 806 કરોડની સંપત્તિ

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનુરાગ કશ્યપ તથા તાપસી પન્નુના ઘરે આવકવેરાના દરોડા બાદ બંનેની સંપત્તિ અંગે સો.મીડિયામાં ચર્ચા થઈ રહી છે - Divya Bhaskar
અનુરાગ કશ્યપ તથા તાપસી પન્નુના ઘરે આવકવેરાના દરોડા બાદ બંનેની સંપત્તિ અંગે સો.મીડિયામાં ચર્ચા થઈ રહી છે
  • અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, મધુ મન્ટેના તથા તાપસી પન્નુના ઘરે ITના દરોડા

આવકવેરા વિભાગે બુધવાર, 3 માર્ચના રોજ મુંબઈ તથા પુનામાં બોલિવૂડની ચાર હસ્તીઓના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ, વિકાસ બહલ તથા મધુ મન્ટેના સામેલ છે. તપાસી પન્નુ તથા અનુરાગ કશ્યપ હાલમાં પુનામાં શૂટિંગ કરી રહ્યાં છે. બંનેના ઘરે દરોડા પડ્યા પછી સો.મીડિયામાં બંનેની સંપત્તિ અંગે ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન કેટલાંક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુરાગ પાસે 806 કરોડની સંપત્તિ તથા તાપસી પાસે 44 કરોડની સંપત્તિ છે.

તાપસી એક ફિલ્મ માટે 8-10 કરોડ રૂપિયા લે છે
તાપસી એક ફિલ્મ માટે 8-10 કરોડ રૂપિયા લે છે

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી વર્ષે 20 કરોડની કમાણી
વેબસાઈટ સીએનૉલેજના મતે, તાપસી પન્નુ વર્ષે ઓછામાં ઓછું ચાર કરોડની કમાણી કરે છે. આ રીતે તે મહિને 30 લાખથી વધુ કમાણી કરે છે. 2019-2020માં તાપસી એકથી બે કરોડનો ચાર્જ કરતી હતી. જોકે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, હવે તે એક ફિલ્મ માટે 8 કરોડ રૂપિયા લે છે. તે 10 બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરે છે. આ એન્ડોર્સમેન્ટમાંથી તે વર્ષે 2 કરોડની કમાણી કરે છે. આ રીતે 10 બ્રાન્ડમાંથી તાપસી વર્ષે 20 કરોડની કમાણી કરે છે.

તેલુગુ ફિલ્મમાં ત્રણ વર્ષ કામ કર્યા બાદ તાપસીએ 2013માં બોલિવૂડ ફિલ્મ 'ચશ્મે બદ્દૂર'થી હિંદી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'બેબી', 'બદલા', 'સાંડ કી આંખ', 'મિશન મંગલ' તથા 'મનમર્ઝિયા', 'થપ્પડ'માં જોવા મળી હતી. તાપસીની અપકમિંગ ફિલ્મ 'હસીન દિલરુબા', 'લૂપ લપેટા', 'રશ્મિ રોકેટ' તથા 'શાબાશ મિઠ્ઠુ' છે.

અનુરાગ કશ્યપ વર્ષે 60 કરોડથી વધુ કમાણી કરે છે
વેબસાઈટ સીએનૉલેજના મતે, હટકે ફિલ્મ બનાવવા માટે લોકપ્રિય અનુરાગની પાસે 806 કરોડની સંપત્તિ છે. એક ફિલ્મ ડિરેક્ટ કરવાના અનુરાગને 11 કરોડ રૂપિયા મળે છે. વર્ષે 60 કરોડથી વધુની કમાણી કરે છે. મહિનાની આવક 6 કરોડથી વધારે છે.

અનુરાગ કશ્યપ વર્ષે 9.8 કરોડનો ટેક્સ ભરે છે
અનુરાગ કશ્યપ વર્ષે 9.8 કરોડનો ટેક્સ ભરે છે

અનુરાગની પાસે ચાર કરોડ રૂપિયાની લક્ઝુરિયસ કાર્સ છે. અનુરાગે 'બ્લેક ફ્રાઈડે', 'ગુલાલ', 'નો સ્મોકિંગ', 'દેવ ડી', 'ગેંગ્સ ઓફ વાસેપુર' તથા 'બોમ્બે વેલવેટ' જેવી ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...