તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:‘નાયક’, ‘ખાકી’ જેવી ફિલ્મના સિનેમેટોગ્રાફર કેવી આનંદનું અવસાન, હાર્ટ અટેક આવ્યા બાદ જાતે કાર ચલાવીને હોસ્પિટલ ગયા હતા

ચેન્નઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્ટર, ડિરેક્ટર તથા નેશનલ અવોર્ડ વિનર સિનેમેટોગ્રાફર કેવી આનંદનું 54 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેમણે ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ પ્રમાણે, ગુરુવાર-શુક્રવારની રાત્રે તેમને ઘરમાં જ હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ જેમ તેમ કરીને જાતે જ કાર લઈને હોસ્પિટલ ગયા હતા. અહીંયા સવારના ત્રણ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. કેવી આનંદે તમિળ, તેલુગુ તથા મલયાલમની સાથે સાથે હિંદી ફિલ્મની પણ સિનેમેટોગ્રાફી કરી હતી.

અમિતાભ-શાહરુખ જેવા એક્ટર્સ સાથે કામ કર્યું
કેવી આનંદે હિંદીમાં અક્ષય ખન્નાની ફિલ્મ ‘ડોલી સજા કે રખના’, શાહરુખ ખાનની ફિલ્મ ‘જોશ’, અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’, અજય દેવગનની ફિલ્મ ‘ધ લીજેન્ડ ઓફ ભગત સિંહ’ તથા અમિતાભની ‘ખાકી’ જેવી ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી હતી. સાઉથમાં તેમણે ‘શિવાજી’, ‘થેનમાવિન કોમ્બથ’ સહિતની અનેક ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી હતી. મલયાલમ ફિલ્મ ‘થેનમાવિન કોમ્બથ’ માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો.

સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી
કેવી આનંદના નિધન પર મલાયલમ સુપરસ્ટાર મોહનલાલે કહ્યું હતું, તમે અમારી નજરથી દૂર જતા રહ્યા, પરંતુ હંમેશાં દિલમાં રહેશો. કેવી આનંદસર તમારી યાદ આવશે. દિવંગત આત્મા માટે પાર્થના. પ્રણામ.

અલ્લુ અર્જુને સો.મીડિયામાં કહ્યું હતું,
અલ્લુ અર્જુને કહ્યું હતું, સવારે ઊઠીને આ ખરાબ સમાચાર મળ્યા કે ડિરેક્ટર કેવી આનંદ ગુરુ નથી. શાનદાર કેમેરામેન, શાનદાર ડિરેક્ટર તથા બહુ જ સજ્જન વ્યક્તિ. સર તમારી હંમેશાં યાદ આવશે. પ્રિયજનો તથા પરિવાર પ્રત્યે સંવેદના. આત્માને શાંતિ મળે સર.

એક્ટર સિદ્ધાર્થે કહ્યું હતું, કેવી આનંદ સરના આકસ્મિક નિધન પર વિશ્વાસ થતો નથી. તે પેશનેટ, શાનદાર ક્રિએટિવ તથા મિલનસાર વ્યક્તિ હતા. તેમના પરિવાર માટે સંવેદના તથા પ્રાર્થના. અલવિદા કેવી સર. તમે બહુ જલ્દી જતા રહ્યા.

આ ઉપરાંત એક્ટ્રેસ ખુશ્બુ, એક્ટર દલકીર સલમાન, મ્યૂઝિક કમ્પોઝર હરિશ જયરાજ સહિત ઘણાં સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો