RRRના ગીત 'નાટુ-નાટુ'ને ઓસ્કર:એક સમયે આત્મહત્યા કરવાના હતા કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત, કમ્પોઝર મુહૂર્ત જોયા વિના કારમાંથી નીચે ઉતરતા નથી, વાંચો અજાણી વાતો

9 દિવસ પહેલાલેખક: ઈફત કુરૈશી

ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ-નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો છે. એ.આર.રહેમાનને છેલ્લે 2008માં ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'ના ગીત 'જય હો' માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. 15 વર્ષ બાદ ભારતને આ એવોર્ડ મળ્યો છે.

'જય હો' ગીતને ઓસ્કર એવોર્ડ તો મળ્યો હતો, જોકે તે બ્રિટિશ ફિલ્મ હતી. આ સ્થિતિમાં ઓસ્કરમાં જનારું પહેલું ગીત 'નાટુ-નાટુ' છે, જે હિન્દી ફિલ્મનું છે. આ ગીત જુનિયર એનટીઆર અને રામ ચરણ પર ફિલ્માવવામાં આવ્યું હતું, જેના હૂક સ્ટેપ માટે કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે 110 મૂવ્સ કમ્પોઝ કર્યા હતા. આ ગીતને ગોલ્ડન ગ્લોબ મળી ચૂક્યું છે. ગોલ્ડન ગ્લોબ્સ જીતનારું તે પહેલું ભારતીય અને એશિયન ગીત પણ છે.

આ ગીત બનાવનાર અને બનાવનારા લોકોની કહાની એકદમ રસપ્રદ છે. ઓસ્કર એવોર્ડ મેળવી ચૂકેલા સંગીતકાર એમ.એમ.કેરાવાની એક સમયે અકાળે અવસાનના ડરથી સંન્યાસી રહી ચૂક્યા છે. આ સાથે જ દુનિયાભરના લોકો જે ગીત પર ડાન્સ કરી રહ્યા છે તેના સ્ટેપ્સ બનાવનાર કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે પણ આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો હતો.

શૂટિંગના થોડા મહિના બાદ થોડા મહિના બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો હતો.
શૂટિંગના થોડા મહિના બાદ થોડા મહિના બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ સર્જાયો હતો.

'નાટુ-નાટુ' જ્યારે ઓસ્કર વિજેતા બની ત્યારે વાંચો તેની રચનાની કહાની અને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...

20 ગીતો લખવામાં આવ્યા હતા, જેમાંથી 'નાટુ-નાટુ' માટે આરઆરઆરની પસંદગી કરવામાં આવી
ફિલ્મનું ગીત 'નાટુ-નાટુ' દોસ્તી પર બનાવવામાં આવ્યું છે. આ ગીતને બનાવવામાં 19 મહિનાનો સમય લાગ્યો હતો. સંગીતકાર એમ.એમ.કેરાવાનીએ આ ફિલ્મ માટે 20 ગીતો લખ્યા હતા, પરંતુ એ 20માંથી'નાટુ-નાટુ'ને ફાઇનલ કરવામાં આવ્યા હતા. તે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા લોકોના વોટિંગના આધારે નક્કી કરવામાં આવ્યું હતું. 90 ટકા ગીત માત્ર અડધા દિવસમાં તૈયાર થઇ ગયું હતું, જોકે બાકીના ભાગનો 10 ટકા ભાગ પૂરો કરવામાં 19 મહિના લાગ્યા હતા.

એનટીઆર અને રામ ચરણે આ સીન માટે 18 ટેક લીધા હતા.
એનટીઆર અને રામ ચરણે આ સીન માટે 18 ટેક લીધા હતા.

કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે ગીતના સ્ટેપ્સ કમ્પોઝ કર્યા હતા. ફિલ્મના દિગ્દર્શક એસ.એસ.રાજામૌલી ઇચ્છતા હતા કે એવા સ્ટેપ્સ કે જે બે મિત્રો સાથે મળીને કરી શકે, પરંતુ આ સ્ટેપ્સ એટલા જટિલ ન હોવા જોઈએ કે અન્ય લોકો તેની નકલ ન કરી શકે. કોરિયોગ્રાફરે આ ગીતના હૂક સ્ટેપને કરવા માટે 110 મૂવ્સ બનાવ્યા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિના પેલેસમાં 'નાટુ-નાટુ'નું શૂટિંગ કરવામાં આવ્યું હતું

આ ગીત બન્યા બાદ તેનું શૂટિંગ ઓગસ્ટ 2021માં રાષ્ટ્રપતિના ઘર કીવ, યુક્રેનમાં મારિન્સ્કી પેલેસમાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ગીતનું શૂટિંગ કિવમાં 15 દિવસમાં કરવામાં આવ્યું હતું, જેમાં 50 બેકગ્રાઉન્ડ ડાન્સર અને 400 જેટલા જુનિયર આર્ટિસ્ટ હતા.

'નાટુ-નાટુ' એક તેલુગુ ગીત છે, જોકે હિન્દીમાં તેનો અનુવાદ નાચો-નાચો છે. આ ગીત તમિળમાં નટ્ટુ-કુથુ ટાઇટલ સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું, કન્નડમાં તેનું નામ હાલી નટુ અને મલયાલમમાં તે કરિંથોલ છે.

આ ગીત રિલીઝ થતાની સાથે જ ઘણા રેકોર્ડ બનાવ્યા હતા
'નાટુ-નાટુ' ગીત 10 નવેમ્બર 2021 ના રોજ રીલિઝ થયું હતું. રિલીઝ થયાના 24 કલાક બાદ જ તેના તમિલ વર્ઝનને યુટ્યુબ પર 17 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. તે જ સમયે તમામ 5 ભાષાઓમાં તેના કુલ વ્યૂઝ 35 મિલિયન હતા. 10 લાખ લાઇક્સ પૂર્ણ કરનારું તે પહેલું તેલુગુ ગીત હતું. હાલમાં માત્ર હિન્દી વર્ઝનને જ યુટ્યુબ પર 26.5 કરોડ વ્યૂઝ અને 2.5 મિલિયન લાઇક્સ મળી છે.

આ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત એક સમયે આત્મહત્યા કરવા માગતા હતા
સોંગ 'નાટુ-નાટુ'ના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતના પિતા એક સમયે હીરાના વેપારી હતા. પારિવારિક મતભેદોને કારણે 1993માં તેમના પરિવારને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. પરિવાર એટલો ગરીબ થઈ ગયો હતો કે પિતા ફિલ્મોમાં ડાન્સ આસિસ્ટન્ટ બની ગયા અને પ્રેમ ટેલરની દુકાનમાં કામ કરવા લાગ્યા. એક દિવસ ગરીબીથી કંટાળીને પ્રેમ ચેન્નઈના મરિના બીચ પર આત્મહત્યા કરવા ગયો. તેમણે વિચાર્યું કે આત્મહત્યા કરીને ડાન્સ ફેડરેશનના લોકો પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે.

આત્મહત્યા કરતા પહેલાં પ્રેમને લાગ્યું હતું કે, તે બીચ પર જે સાઇકલ લઈને પહોંચ્યા હતા તે સાઇકલ પણ બીજા કોઈની હતી. જો તેઓ આ રીતે મરી જશે સાઈકલ ચલાવનાર પરિવારને તકલીફ થશે. આ વિચાર સાથે તે ઘરે સાઈકલ રાખવા ઘરે આવ્યા જ હતા. ઘરે આવતા જ તેના પિતાનો ફોન આવ્યો કે પ્રેમને એક ફિલ્મમાં ડાન્સ એક્સ્ટ્રાની નોકરી મળી ગઈ છે. કામ મળતાં જ પ્રેમે આત્મહત્યાનો વિચાર છોડી દીધો.

સૌથી પહેલા પ્રેમે વિદ્યાર્થી ફિલ્મ માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. રાજામૌલી તે ગીત જોઈને એટલા ખુશ થયા કે તેમને કોરિયોગ્રાફરને વિશે જાણકારી મેળવી હતી. આ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત છે એવું જાણવા મળતાં જ રાજામૌલીએ પોતે એને ફોન કરીને પૂછ્યું હતું કે શું એ પોતાના બાળકોને ડાન્સ શીખવી શકે છે? આ પછી રાજામૌલીએ તેને છત્રપતિ ફિલ્મમાં કોરિયોગ્રાફર તરીકેની નોકરી આપી હતી. જુનિયર એનટીઆર આ ફિલ્મથી સ્ટાર બન્યા હતા સાથે જ પ્રેમ રક્ષિતને પણ આ ફિલ્મથી ઓળખ મળી હતી.

અકાળે મૃત્યુનો ડરથી દોઢ મહિના સુધી પરિવાર સાથે સંબંધ રાખ્યો ન હતો
'નાટુ-નાટુ' ગીતના સંગીતકાર એમ.એમ. કીરવાનીને આરઆરઆર ગીત 'નાટુ-નાટુ' માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળી ચૂક્યો છે. 'તુ મિલે દિલ ખિલે', 'તુમ આયે તો આયા મુઝે યાદ ગલી મેં આજ ચંદ નિકલા' અને 'જાદૂ હૈ નશા હૈ' એ સદાબહાર ગીત જે કીરવાની દ્વારા રચિત સદાબહાર ગીત છે, જે લાંબા સમયથી આપણા કાનમાં મધુરતા ઉમેરી રહી છે. કિરવાણીના જીવનમાં સંગીતની સફર ચાર વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. આ પછી તેણે વાયોલિન શીખવાનું શરૂ કર્યું. વચ્ચે એક સમય એવો પણ હતો જ્યારે તેણે નામબદલી નાખ્યું હતું અને એમ.એમ. કીરવાનીના નામથી સંગીત આપ્યું હતું.

બન્યું એવું કે તેમની પત્ની એમ.એમ. શ્રીવલ્લી ગર્ભવતી હતી. ત્યારે તેમના ગુરુએ કહ્યું કે કીરવાનીને અકાળે મૃત્યુનો ભય છે. જો તેઓ દોઢ વર્ષ સુધી સાધુ બનીને પરિવારથી દૂર રહે તો જ આ જોખમ ટળી શકે છે. કીરવાનીએ ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. તેણે ગુરુના કહેવાથી જ નામ બદલ્યું. કીરવાનીએ મરાકડમણિના નામથી તમિલ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેઓ નક્ષત્ર ગ્રહ અને શુભ, અશુભ ગ્રહને ખૂબ જ અશુભ માને છે.

ગમે તેટલું મોડું થાય તો પણ મુહૂર્ત જોઈને જ તેઓ કારમાંથી બહાર નીકળે છે.
એવું કહેવામાં આવે છે કે કીરવાની કારમાં ત્યાં સુધી બેસી રહે છે જ્યાં સુધી સાચો સમય ન આવે. એટલું જ નહીં મુહૂર્ત જોઇને જ તેઓ કોઇ સમારોહમાં જાય છે. તેમણે તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મો માટે સંગીત આપ્યું છે.

એસ.એસ.રાજામૌલીની 10 ફિલ્મોમાંથી 10 ફિલ્મો હિટ રહી
આરઆરઆર ફિલ્મ નિર્દેશક એસ.એસ.રાજામૌલીના નામે 100 ટકા ટ્રેક રેકોર્ડ છે, એટલે કે તેમની 10માંથી 10 ફિલ્મો હિટ રહી છે. તેઓએ બાહુબલી અને મખ્ખી જેવી મહાન ફિલ્મો બનાવીપી છે. 2015માં બાહુબલીની પેન ઇન્ડિયા ફિલ્મોના ટ્રેન્ડિંગનો શ્રેય પણ આપવામાં આવે છે. એસ.એસ.રાજામૌલીએ પોતે 2012માં આવેલી ફિલ્મ મખ્ખી બનાવવા માટે માખીઓ પર સંશોધન કર્યું હતું. તેઓ માખીઓને તેમના ફ્રિજમાં રાખતા હતા, જેથી તેમને નજીકથી સમજી શકાય.

RRR ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ વાતો

  • 2022માં આવેલી ફિલ્મ આરઆરઆર રામા રાજુ અને ભીમ નામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વાસ્તવિક પાત્રો પર આધારિત એક કાલ્પનિક વાર્તા છે.
  • 550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ હિંદી સિનેમાના ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે.
  • દુનિયાભરમાં 1200 કરોડની કમાણી કરનારી આ ફિલ્મે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ દુનિયાભરમાં ભારતની ત્રીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. વળી, તે બાહુબલી 2 બાદ દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી બીજી તેલુગુ ફિલ્મ છે.
  • રાજામૌલીએ રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મના શૂટિંગ માટે નકલી ગામ બતાવવા માટે 18 કરોડ રૂપિયાનો સેટ બનાવ્યો હતો.
  • આ ફિલ્મમાં રામચરણના એન્ટ્રી સીન શૂટ કરવામાં 32 દિવસનો સમય લાગ્યો હતો. સાથે જ રામચરણ અને એનટીઆરના એન્ટ્રી સીન પર 40 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
  • રામચરણ અને એનટીઆરના એક્શન સીનની કિંમત 45કરોડ રૂપિયાથી વધુ છે. જેમાં 2 હજારથી વધુ લોકો હતા.
  • આ ફિલ્મ માટે જુનિયર એનટીઆરએ 18 મહિનાની ટ્રેનિંગ લીધી હતી અને 9 કિલો મસલ્સ ગેઇન કર્યા હતા.
  • આ ફિલ્મ માટે લંડનથી 2500 ક્રૂ મેમ્બર્સ રાખવામાં આવ્યા હતા.
  • આખી ફિલ્મનું શૂટિંગ 300 દિવસમાં પૂરું થયું હતું.