એક્ટ્રેસે સગાઈ કરી:'ચીની કમ' ફૅમ સ્વિની ખારાએ બોયફ્રેન્ડ સાથે એન્ગેજમેન્ટ કરી, જાણો ભાવિ પતિ ઉર્વીશ દેસાઈ શું કરે છે?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચનની 'ચીની કમ'માં તેમની પડોશણ બનેલી નાનકડી બાળકી હતી. બિગ બી ફિલ્મમાં ‘સેક્સી’ તરીકે ઓળખાતી આ બાળકીને જ પોતાના દિલની તમામ વાતો શૅર કરતા હતા. આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી. આ બાળકીનું સાચું નામ સ્વિની ખારા છે. તેણે હાલમાં જ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી અને સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી.

સ્વિની પિંક ગાઉનમાં જોવા મળી
સ્વિની ખારાએ એન્ગેજમેન્ટમાં પિંક ગાઉન પહેર્યું હતું અને તેના ભાવિ પતિ બ્લેક શેરવાનીમાં જોવામળ્યો હતો. સગાઈમાં ઉર્વીશે સ્વિનીને ઘૂંટણીયે બેસીને પ્રપોઝ કર્યું હતું અને રિંગ પહેરાવી હતી. ત્યારબાદ બંનેએ ડાન્સ પણ કર્યો હતો.

ચાહકો ને સેલેબ્સે શુભેચ્છા પાઠવી
સ્વિનીએ શૅર કરેલી તસવીરો પર ચાહકો ને સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી.

સ્વિનીએ 2005માં એક્ટિંગ કરિયર શરૂ કરી
સ્વિનીએ 2005માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે 'પરિણીતા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું તો 'બા બહુ ઔર બેબી'થી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે સ્વિની 2016માં આવેલી ફિલ્મ 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં જોવા મળી હતી. તેણે 11 વર્ષના લાંબા કરિયરમાં 11 ફિલ્મ ને 4 ટીવી શો કર્યા છે.

ભાવિ પતિ શું કરે છે?
સ્વિની ખારાનો ભાવિ પતિ ઉર્વીશ દેસાઈ મિકેનિકલ એન્જિનિયર તથા લીનિયર મોશન સ્પેશિયાલિસ્ટ છે. તે સુપરસ્લાઇડ્સ નામની કંપનીનો ડિરેક્ટર છે. તે મુંબઈમાં જ રહે છે.

સ્વિની સો.મીડિયા સ્ટાર
સ્વિની સો.મીડિયા ઇન્ફ્લૂઅન્સર સ્ટાર છે. 2016થી તે એક્ટિંગ વર્લ્ડ દૂર છે, પરંતુ સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...