તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપી કેટ:સોશિયલ મીડિયા પર કંગના રનૌતની કોપી ‘છોટી કંગના’ ઉર્ફ નુપુરનાં ફોટો વાઈરલ, એક્ટ્રેસે કહ્યું, ‘તું ભણે પણ છે કે આ બધું જ કરે છે?’

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નુપુર 9 વર્ષની છે, તેના 4 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે - Divya Bhaskar
નુપુર 9 વર્ષની છે, તેના 4 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે
  • નુપુર કંગના જેવા જ કપડા અને જ્વેલરી પહેરીને ફોટો પોસ્ટ કરે છે
  • સોશિયલ મીડિયા પર અકાઉન્ટ પણ ‘છોટી કંગના’નાં નામે બનાવ્યું છે

સોશિયલ મીડિયા પર હાલ કંગના રનૌતની કોપી કરતી નાનકડી નુપુર પુરીના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. તેને લોકો છોટી કંગનાથી ઓળખે છે. નુપુર પુરી તેના કર્લી હેર અને નાક-નક્શાથી કંગના જેવી થોડી-ઘણી દેખાય છે. તે કંગનાની જેમ જ તૈયાર થઈને ફોટો પોસ્ટ કરે છે. નુપુરના આ ફોટો પર કંગનાની નજર ગઈ અને એક્ટ્રેસે રિએક્શન આપ્યું છે.

નુપુરના હેર પણ કંગના જેવા કર્લી છે
નુપુરના હેર પણ કંગના જેવા કર્લી છે

કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નાની કંગના એટલે કે નુપુર પુરીની એક પોસ્ટ શેર કરીને લખ્યું, એ છોટી, તું ભણે છે કે આખો દિવસ આ બધું જ કરે છે? શેર કરેલી પોસ્ટમાં નુપુર અસલ કંગનાની જેમ તૈયાર થઈને પોઝ આપતી દેખાઈ રહી છે.

કંગનાનું રિએક્શન
કંગનાનું રિએક્શન
કંગના અને નુપુર ચંદીગઢમાં મળ્યાં હતાં
કંગના અને નુપુર ચંદીગઢમાં મળ્યાં હતાં

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાની વાઈરલ સેન્સેશન નુપુર એક્ટ્રેસ કંગના રનૌતની ફેન છે અને તે માત્ર 9 વર્ષની છે. કંગના ચંદીગઢ ગઈ હતી ત્યારે તેની મુલાકાત નુપુર સાથે થઈ હતી . ફેન મુમેન્ટનો ફોટો કંગનાએ શેર કર્યો છે.

યુઝર્સ કમેન્ટ કરીને નુપુરના વખાણ પણ કરે છે
યુઝર્સ કમેન્ટ કરીને નુપુરના વખાણ પણ કરે છે
કંગનાની જેમ જ તૈયાર થાય છે
કંગનાની જેમ જ તૈયાર થાય છે

વર્કફ્રંટની વાત કરીએ તો, કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ બાયોગ્રાફિકલ ફિલ્મમાં કંગના પૂર્વ એક્ટ્રેસ અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલીતાના રોલમાં દેખાશે. આ ઉપરાંત કંગના અન્ય એક બાયોગ્રાફિકલ ફિલ્મ ‘ઈમર્જન્સી’માં દેખાશે. ફિલ્માં તે ઈન્દિરા ગાંધીનો રોલ ભજવશે. ઈન્દિરા ગાંધી જેવો લુક મેળવવા તેણે પ્રોસ્થેટિક મેકઅપ સાથે તૈયારી શરુ કરી દીધી છે. કંગના આ ફિલ્મની ડિરેક્ટર પણ છે.

અન્ય સમાચારો પણ છે...