બિગ બીની ચિંતા:એક દિવસ ઘરે પાણી ના આવતા અમિતાભ બચ્ચન હાફળા-ફાફળા થઈ ગયા, બ્લોગમાં લખ્યું, ‘સવારે 6 વાગે ઉઠ્યો તો પાણી નહોતું આવતું,આખો દિવસ મુશ્કેલીભર્યો રહ્યો’

3 મહિનો પહેલા
  • બિગ બી KBCના શૂટિંગ માટે જવા વહેલા ઉઠ્યા હતા
  • પર્સનલ બ્લોગમાં ઘરેલું મુદ્દાને સામેલ કરવા બદલ ચાહકો સામે માફી પણ માગી

27 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ‘ચેહરે’ ફિલ્મ પછી એક્ટર અમિતાભ બચ્ચન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં જ તેમણે પોતાના ઘરની એક સમસ્યા યુઝર્સને જણાવી અને તેને લીધે સમાચારોમાં છવાઈ ગયા. બિગ બીના ઘરે હાલ પાણીનો પ્રોબ્લેમ છે. આ વાતની જાણકારી અમિતાભે તેમના બ્લોગમાં એક પોસ્ટ શેર કરીને ફેન્સને આપી હતી. બિગ બીએ કહ્યું, ‘કૌન બનેગા કરોડપતિ’ના શૂટિંગ દરમિયાન સવારે 6 વાગ્યે ઉઠ્યો તો ઘરમાં પાણી આવતું નહોતું. જો કે, પોસ્ટમાં ઘરેલું મુદ્દાને સામેલ કરવા બદલ ચાહકો સામે માફી પણ માગી.

અમિતાભ બચ્ચનનો બ્લોગ
અમિતાભ બચ્ચનનો બ્લોગ

બિગ બીએ બ્લોગમાં લખ્યું, ‘શરીર થાકેલું હતું અને મારે KBCના શૂટિંગ માટે જવાનું હતું. સવારે 6 વાગ્યે ઉઠ્યો તો ખબર પડી કે પાણી નથી આવતું. જ્યાં સુધી પાણી ના આવું જાય ત્યાં સુધી મને કનેક્ટ થવાનો સમય મળી રહ્યો છે. એ પછી હું કામ પર જઈશ અને વેનિટીમાં તૈયાર થઈશ. ઓહ ડિયર, ઘરેલું તકલીફોમાં તમને સામેલ કરવા માટે માફી માગું છું. કઈ નહીં હવે નહીં બોલું. આજનો દિવસ થોડો મુશ્કેલીભર્યો રહ્યો.’

બ્લોગમાં ‘ચેહરે’ ફિલ્મ માટે અમિતાભે આ વાત કહી
બચ્ચન સાહેબે બ્લોગમાં પોતાની ‘ચેહરે’ ફિલ્મ વિશે પણ લખ્યું છે. તેમણે જણાવ્યું, ‘ફિલ્મ બધી જગ્યાએ નહીં પણ અમુક રાજ્યોમાં જ રિલીઝ થઈ છે. નિયમ પ્રમાણે થિયેટર ખુલવાની રાહ જુઓ. ત્યાં સુધી અમે અહીં કામ કરી રહ્યા છીએ.’

પ્રથમ કરોડપતિ દિવ્યાંગ હિમાની બુંદેલા બની
'કૌન બનેગા કરોડપતિ 13' 23 ઓગસ્ટે શરૂ થયો છે અને ફર્સ્ટ વીકમાં જ શોને પહેલી કરોડપતિ મળી ગઈ છે. અમિતાભ બચ્ચનના આ શોની પહેલી કરોડપતિ દિવ્યાંગ હિમાની બુંદેલા છે. તે એક કરોડ રૂપિયા જીતી જાય છે. આટલું જ નહીં તે સાત કરોડના સવાલનો જવાબ પણ આપે છે. ઉલ્લેખનીય છે કે હિમાની પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, 78 વર્ષીય અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ઉપરાંત તેઓ ‘બ્રહ્માસ્ત્ર’,‘મેડે’,‘ગુડબાય’ અને ‘ધ ઇન્ટર્ન’ જેવી ફિલ્મમાં ટૂંક સમયમાં દેખાશે.