તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
AIIMSની પેનલે સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હત્યાની થિયરીની ચોખ્ખી ના પાડી દીધી છે. હવે CBI સમક્ષ કેટલાક પડકારો હશે અને તપાસ એજન્સીએ આ પડકારોનો સામનો કરીને તપાસ કરવી પડશે. દિલ્હી હાઈકોર્ટમાં પ્રેકટિસ કરતા એડવોકેટ મોહમ્મદ મુસબ્બિર અન્સારીએ એન્ટરટેઈનમેન્ટ વેબ પોર્ટલ સાથે આ પડકારો અંગે ચર્ચા કરી હતી.
સુસાઈડ નોટની ભૂમિકા મહત્ત્વની હોય છે
અન્સારીના મતે, કોર્ટમાં કોઈ પણ શંકાસ્પદને ત્યાં સુધી દોષિત જાહેર ના કરી શકાય જ્યાં સુધી તેનું નામ સુસાઈડ નોટમાં ના હોય. જો ભૂતકાળમાં કરેલા તેના વ્યવહારના કોઈ પુરાવા હોય અને અદાલતમાં તે સાબિત કરી શકાય તો જ શંકાસ્પદને દોષિત ગણાવી શકાય.
શંકાસ્પદ પર સીધો દોષનો ટોપલો ઢોળી ના શકાય
અન્સારી માને છે કે CBIએ સુશાંત અથવા તેના પરિવારે આરોપી રિયા ચક્રવર્તી વિરુદ્ધ કરેલી જૂની FIR જોવી પડશે. આ ઉપરાંત તેના ઈમેલ, વ્હોટ્સએપ ચેટ અથવા ટેલિફોન પર થયેલી વાતચીતના પુરાવા ભેગા કરવા પડશે. આ પુરાવા ફાઉલ પ્લે તરફ ઈશારો કરી શકે છે. એડવોકેટે એમ પણ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય ત્યારે શંકાસ્પદને સીધી રીતે દોષ આપી શકાય નહીં.
સુશાંતના રૂમમાંથી સુસાઈડ નોટ મળી નથી
14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની ડેડબોડી મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવી હતી. જોકે, મુંબઈ પોલીસને સુશાંતના ઘરમાંથી અથવા તેના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. શરૂઆતની તપાસમાં પોલીસે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું કહ્યું હતું. સુશાંતના પરિવારના સભ્યો, મિત્રો તથા ચાહકો સતત દાવો કરી રહ્યા છે કે તેની હત્યા થઈ હતી. જોકે, AIIMSએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ આત્મહત્યાનો કેસ છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.