#VaruSha વેડિંગ:સંગીતમાં સલમાન-કેટથી લઈ અર્જુન-જાહન્વી સહિતના સેલેબ્સ પર્ફોર્મ કરશે, 5 દિવસ વરુણ-નતાશાનું વેડિંગ સેલિબ્રેશન ચાલશે

મુંબઈએક વર્ષ પહેલા

વરુણ ધવન પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીના રોજ લગ્ન કરવાનો છે. લગ્નમાં 200 મહેમાનો હાજર રહેશે. વરુણ તથા નતાશા અલીબાગના કીહિમ બીચ પર લગ્ન કરશે. વરુણના લગ્નનું સેલિબ્રેશન 22થી 26 જાન્યુઆરી સુધી ચાલશે.

સંગીત સેરેમનીથી રિસેપ્શન સુધીના ફંક્શન
સૂત્રોના મતે, '#VaruSha'ના વેડિંગનું સેલિબ્રેશન સંગીત સેરેમનીથી શરૂ થઈને રિસેપ્શન સુધી ચાલશે. બ્રાઈડલ વેર નતાશા પોતે જ ડિઝાઈન કરવાની છે. નતાશા જાણીતી ફેશન ડિઝાઈનર છે. વરુણ ધવન લગ્નના દિવસે કુનાલ રાવલે ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેરશે.

22 જાન્યુઆરીએ સંગીત સેરેમની
વરુણ તથા નતાશાના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત સંગીત સેરેમનીથી થશે. સેરેમનીમાં વરુણ ધવનના ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ થશે, જેમાં સારા અલી ખાન, કરન જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જાહન્વી કપૂર-ખુશી કપૂર, જેકી ભગનાની, કેટરીના કૈફ, નીતુ સિંહ, કિઆરા અડવાણી, અનિલ કપૂર, રેહા કપૂર, હર્ષ વર્ધન કપૂર, શશાંક ખૈતાન, સલમાન ખાન હાજર રહેશે. વરુણ ધવનની ક્લોઝ ફ્રેન્ડ સોનમ કપૂર લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. હાલમાં તે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

જે રીતે કરીના કપૂરના ફોઈના દીકરા અરમાન જૈન તથા સોનમ કપૂરની સંગીત સેરેમનીમાં કરન જોહરે બધી જ વ્યવસ્થા કરી હતી, તે જ રીતે વરુણની સંગીત સેરેમનીમાં પણ કરન જોહર જ તમામ વ્યવસ્થા જોવાનો છે.

23મીએ મહેંદી સેરેમની
23 જાન્યુઆરીએ બપોરના સમયે મહેંદી સેરેમની યોજાશે.

કોકટેલ પાર્ટી
23 જાન્યુઆરીની સાંજે વરુણ ધવન તથા નતાશા દલાલ મહેમાનોને કોકટેલ પાર્ટી આપશે.

વેડિંગ ડે
24 જાન્યુઆરીના રોજ અલીબાગના બીચ પર વરુણ ધવન તથા નતાશા દલાલના લગ્ન યોજાશે. સૂત્રોના મતે, વરુણ ધવન તથા નતાશા દલાલ રાત્રે નહીં પરંતુ સાંજના સમયે લગ્ન કરશે.

રિસેપ્શન
લગ્નના બીજા દિવસે એટલે કે 25 જાન્યુઆરીના રોજ વરુણ ધવન તથા નતાશા અલીબાગમાં જ મહેમાનો માટે નાનકડું રિસેપ્શન યોજશે, તેમ માનવામાં આવે છે.

રિસેપ્શન 2.0
રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની જેમ જ વરુણ-નતાશા પણ મુંબઈમાં 26 જાન્યુઆરીના રોજ ઈન્ડસ્ટ્રી માટે વેડિંગ રિસેપ્શન યોજશે. આ રિસેપ્શન વરુણના પિતા ડેવિડ ધવન હોસ્ટ કરશે.