તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:પરેશ રાવલ, અનુપમ ખેર, સૈફ અલી ખાનથી લઈ હેમા માલિની સહિતના સેલેબ્સે કોવિડ 19ની વેક્સિન લીધી

મુંબઈ2 મહિનો પહેલા
  • બોલિવૂડ સેલેબ્સે સો.મીડિયામાં વેક્સિન લીધી હોવાની જાહેરાત કરી હતી

દુનિયા છેલ્લાં એક વર્ષથી કોરોનાવાઈરસનો સામનો કરી રહી છે. હવે વિવિધ દેશોએ કોરોના સામેની વેક્સિન બનાવી લીધી છે અને પોતાની જનતા માટે વેક્સિન ડ્રાઈવ શરૂ કરી દીધી છે. ભારતમાં પણ વેક્સિનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ પહેલાં હેલ્થ વર્કર્સ તથા કોરોના ફ્રન્ટ વૉરિયર્સને રસી આપવામાં આવી હતી. બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના તથા 45 વર્ષથી ઉપર કોમૉબિર્ડિટી ધરાવતા લોકોને રસી આપવાનું શરૂ કર્યું છે. સામાન્ય જનતાની સાથે સાથે સેલિબ્રિટી પણ કોવિડ 19ની વેક્સિન લઈ રહ્યાં છે. હાલમાં જ અનપુમ ખેર તથા પરેશ રાવલે વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો.

આ સેલેબ્સે કોવિડ 19ની વેક્સિન લીધી

પરેશ રાવલ

પરેશ રાવલે સો.મીડિયામાં વિક્ટરી સાઈન કરતી તસવીર શૅર હતી. એક્ટરે કહ્યું હતું, 'વી ફોર વેક્સિન. ડૉક્ટર્સ, નર્સ તથા ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સ અને વૈજ્ઞાનિકનો આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.'

અનુપમ ખેર

અનુપમ ખેરે સો.મીડિયામાં વેક્સિન લીધાનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કોવિડ 19નો પહેલો ડોઝ લીધો. મેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ, વૈજ્ઞાનિક તથા સરકારનો આભાર. ઈન્ડિયા રૉક્સ. જય હો.' અનુપમ ખેરે માતા દુલારી સાથે વેક્સિન લીધી હતી.

અર્ચના પુરણ સિંહ

એક્ટ્રેસ અર્ચના પુરણ સિંહે પણ કોરાનાની વેક્સિન લીધી છે. અર્ચનાએ સો.મીડિયામાં આ અંગેનો વીડિયો શૅર કર્યો હતો. અર્ચનાએ કહ્યું હતું કે તેમણે કોવિન વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને પછી એ જ દિવસે અપોઈન્ટમેન્ટ મળી હતી. માત્ર 15 મિનિટમાં વેક્સિનેશન પ્રોસેસ પૂર્ણ થઈ હતી.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને હાલમાં જ કોરોના વેક્સિન લીધી હતી. જોકે, સૈફ અલી ખાને આ અંગેની કોઈ જાહેરાત કરી નથી, પરંતુ સૈફ અલી ખાન વેક્સિનેશન સેન્ટરની બહાર લાઈનમાં ઊભો રહેલો જોવા મળ્યો હતો.

રાકેશ રોશન

ફિલ્મમેકર રાકેશ રોશને પણ કોવિડ 19ની રસી લીધી છે. રાકેશ રોશને થોડાં વર્ષ પહેલાં કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી હતી અને તેઓ હાલમાં કેન્સર ફ્રી છે. રાકેશ રોશને સો.મીડિયામાં કોરોનાનો ફર્સ્ટ ડોઝ લીધો તેની તસવીર શૅર કરી હતી. રાકેશ રોશને કહ્યું હતું કે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો.

હેમા માલિની

72 વર્ષીય ભાજપ સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિનીએ પણ સો.મીડિયામાં તસવીર શૅર કરી હતી. તેમણે મુંબઈની કૂપર હોસ્પિટલમાં કોવિડ 19ની રસી લીધી હતી. તેઓ મેડિકલ વર્કર સાથે જોવા મળ્યા હતા.

કમલ હસન

સુપરસ્ટાર કમલ હસને વેક્સિન લઈને જનતાને રસી લેવાની અપીલ કરી હતી. તેણે સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું કે શ્રીરામચંદ્ર હોસ્પિટલમાં વેક્સિન લીધી. પોતાની જ નહીં તમારી આસપાસ રહેતા લોકોની પણ ચિંતા કરો અને તાત્કાલિક વેક્સિન લો. આજે બૉડીને ઈમ્યુનાઈઝ કરો અને આવતા મહિને ભષ્ટ્રાચાર વિરુદ્ધ વેક્સિનેશન કરો.

સતિષ શાહ

સતિષ શાહે સો.મીડિયામાં રસી લેવાનો અનુભવ શૅર કર્યો હતો. સતિષ શાહે સો.મીડિયામાં કહ્યું હતું, ત્રણ કલાક લાઈનમાં ઊભો રહ્યો. BKC આગળ ભરતડકામાં રહ્યો અને પછી રસી લીધી. VIP એન્ટ્રીનો ઉપયોગ ના કર્યો તો મને ધમકાવ્યો પણ ખરો. બહાર બહુ જ ભીડ હતી પરંતુ અંદર એકદમ શિસ્તનું પાલન થતું હતું.'

શિલ્પા શિરોડકર

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરે દુબઈમાં વેક્સિન લીધી હતી.

જ્હોની લીવર

કોમેડી કિંગ જ્હોની લિવરે છ માર્ચના રોજ વેક્સિન લીધી હતી. જ્હોની લીવરે માતા સાથે કોવિડની વેક્સિન લીધી હતી. સો.મીડિયામાં તસવીર શૅર કરીને જ્હોનીએ કહ્યું હતું કે તેણે તથા તેની માતાએ વેક્સિન લઈ લીધી છે.

મેઘના નાયડુ

મેઘના નાયડુ પોર્ટુગીઝના ટેનિસ પ્લેયર લુઈ સાથે લગ્ન કર્યા બાદ દુબઈમાં સેટલ થઈ ગઈ છે. તેણે પતિ સાથે કોરોનાની વેક્સિન લીધી હતી. તેણે સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેણે વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લઈ લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો