સેલેબ્સના મોંઘા શોખ:ક્રિતિ સેનનથી લઈ રણવીર સિંહ સહિતના સેલેબ્સ પાસે છે 2 કરોડની મર્સિડિઝ મેબેક GLS600

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે મર્સિડિઝ મેબેક GLS600 માત્ર 50 યુનિટ જ બનશે

એ વાત ક્યારેય નકારી શકાય નહીં કે સેલેબ્સને લક્ઝૂરિયસ લાઇફ જીવવી ગમે છે. મોંઘા અપાર્ટમેન્ટથી લઈ ફેન્સી કારમાં સેલેબ્સ પૈસા ખર્ચ કરતા હોય છે. જોકે, હાલમાં જ એક કાર પર ઘણાં સ્ટાર્સની નજર પડી છે. ભારતમાં મર્સિડિઝ મેબેક GLS600 અંદાજે 2.43 કરોડની મળે છે. થોડાં સમયમાં જ આ કાર બોલિવૂડ સેલેબ્સમાં ઘણી જ લોકપ્રિય છે. હાલમાં જ ક્રિતિ સેનને આ કાર ખરીદી હતી.

આ વર્ષે જ મોડલ લૉન્ચ કરવામાં આવ્યું
મર્સિડિઝ મેબેક બ્રાન્ડ હેઠળ લૉન્ચ થનારી આ પહેલી SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હિકલ) છે. આ બ્રાન્ડ 2021ની શરૂઆતમાં લૉન્ચ થઈ હતી અને આ વર્ષે આ કારના માત્ર 50 યુનિટ જ બનશે. કારમાં ચાર લોકો આરામથી બેસી શકે તેમ છે.

કયા સેલેબ્સે આ કાર ખરીદી?

ક્રિતિ સેનન

ક્રિતિએ સપ્ટેમ્બર મહિનાની બીજા વીકમાં મર્સિડિઝ મેબેક GLS600 કાર ખરીદી હતી. ક્રિતિ આ કારમાં બેસીને મુંબઈમાં મેડોક ફિલ્મ્સની ઓફિસ આવી હતી. આ જ બેનર હેઠળ ક્રિતિએ 'રાબ્તા' તથા 'લુકા છુપી' ફિલ્મ કરી હતી. ક્રિતિની કારનો શેડ બ્લૂ છે.

રણવીર સિંહ

બોલિવૂડમાં સૌ પહેલાં મર્સિડિઝ મેબેક GLS600 ખરીદનારો રણવીર સિંહ પહેલો સેલેબ છે. તેણે આ કાર જુલાઈમાં ખરીદી હતી. રણવીરનો છ જુલાઈના રોજ 36મો જન્મદિવસ હતો. રણવીરે પોતાને બર્થડે ગિફ્ટમાં આ કાર આપી હતી.

અર્જુન કપૂર

અર્જુન કપૂરે મહિનાની શરૂઆતમાં મર્સિડિઝ મેબેક GLS600 ખરીદી હતી. અર્જુન કપૂર આ પહેલાં રણવીર સિંહની મર્સિડિઝ મેબેક GLS600માં રાઇડ લેતો જોવા મળ્યો હતો. અર્જુનની કાર પણ બ્લૂ શૅડમાં જ છે. અર્જુનની કારનો નંબર 2911 છે. માનવામાં આવે છે કે અર્જુને પિતા બોની કપૂરની બર્થ ડેટ 29, ડિસેમ્બર તથા બહેન અંશુલાની બર્થ ડેટ 11 નવેમ્બરના કોમ્બિનેશનથી કારનો નંબર લીધો છે.

આયુષ્માન ખુરાના​​​​​​​

આયુષ્માન ખુરાનાએ પણ જુલાઈમાં પણ મર્સિડિઝ મેબેક GLS600 ખરીદી હતી. આયુષ્માન પોતાની નવી કારમાં ડ્રાઇવ કરતો જોવા મળ્યો હતો. આયુષ્માન પાસે ઓડી, BMW, મર્સિડિઝ બેન્ઝ જેવી કાર છે. આયુષ્માન છેલ્લે ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે આયુષ્માન 'ચંદીગઢ કરે આશિકી', 'ડૉક્ટર જી'માં જોવા મળશે.
રામ ચરણ

સાઉથ સુપરસ્ટાર રામ ચરણે પણ થોડાં દિવસ પહેલાં જ મર્સિડિઝ મેબેક GLS600 ખરીદી હતી. જોકે, રામચરણે આ કાર પર્સનાલાઇઝ્ડ કસ્ટમાઇઝ કરાવી હતી અને તેને કારણે એક્ટરને આ કાર 4 કરોડ રૂપિયામાં પડી હતી. રામચરણ મર્સિડિઝ મેબેક GLS600 કસ્ટમાઇઝ કરાવનાર દેશનો પહેલો વ્યક્તિ છે.