વિકી જૈન-અંકિતા લોખંડેને ગિફ્ટમાં શું મળ્યું?:એકતા કપૂરથી લઈ ટાઇગર શ્રોફ-શ્રદ્ધા કપૂર સહિતના સેલેબ્સે મોંઘીદાટ ભેટ આપી, જાણો વિકીએ પત્નીને શું આપ્યું?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકિતા લોખંડેએ લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં

ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે તથા વિકી જૈને 14 ડિસેમ્બરના રોજ મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. ત્રણ દિવસમાં અલગ અલગ છ ફંક્શન્સ યોજાયા હતા, જેમાં મહેંદી, સગાઈ, હલ્દી, સંગીત, વેડિંગ તથા રિસેપ્શન સામેલ છે. હવે અંકિતા-વિકીને લગ્નમાં કઈ કઈ ગિફ્ટ મળી અને બંનેએ એકબીજાને ગિફ્ટમાં શું આપ્યું તે વાત સામે આવી છે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, અંકિતા તથા વિકીએ એકબીજાને કરોડોની ગિફ્ટ આપી છે. આટલું જ નહીં બંનેને ઇન્ડસ્ટ્રીના મિત્રોએ પણ મોંઘીદાટ ભેટ આપી છે. નોંધનીય છે કે આ તમામ ગિફ્ટ્સ અંગે કોઈ ઑફિશિયલ કન્ફર્મેશન નથી.

વિકી-અંકિતા તથા એકતા કપૂર
વિકી-અંકિતા તથા એકતા કપૂર

કોણ શું આપ્યું?
સૌ પહેલાં ટીવી ક્વીન એકતા કપૂરની વાત કરીએ તો તેણે અંકિતાને 50 લાખનો ડાયમંડ સેટ ગિફ્ટમાં આપ્યો છે. જાણીતી ટીવી એક્ટ્રેસ માહિ વીજે 15 લાખની ફેશન ડિઝાઇનર સબ્યસાચીની સાડી ભેટમાં આપી છે. 'પવિત્ર રિશ્તા' ફૅમ મૃણાલિની ત્યાગીએ અંકિતાને 10 લાખની ગોલ્ડ જ્વેલરી આપી છે. રશ્મિ દેસાઈએ ફેશન ડિઝાઈનર નીતા લુલ્લાની 10 લાખની સાડી આપી છે. અંકિતા સાથે 'પવિત્ર રિશ્તા'માં કામ કરનાર રીત્વિક ધનંજાનીએ વિકીને મોંઘી ઘડિયાળ આપી છે તો અંકિતાને 15 લાખનો ડાયમંડ ચોકર સેટ આપ્યો છે.

ટાઇગર શ્રોફ-શ્રદ્ધા કપૂરે પણ ગિફ્ટ આપી
'પવિત્ર રિશ્તા 2.0'માં અંકિતા સાથે કામ કરતાં ટીવી એક્ટર શહિર શેખે દુલ્હનને 25 લાખ રૂપિયાની સોનાની જ્વેલરી ગિફ્ટમાં આપી છે. અંકિતાએ 'બાગી 3'માં શ્રદ્ધા કપૂર તથા ટાઇગર શ્રોફ સાથે કામ કર્યું છે. આ બંને એક્ટર્સે પણ અંકિતાને મોઘીદાટ ગિફ્ટ આપી છે. ટાઇગર શ્રોફે 40 લાખ રૂપિયાની મિની કૂપર કાર તો શ્રદ્ધાએ 8 લાખનો ડાયમંડ નેકલેસ આપ્યો છે.

લગ્ન મંડપમાં વિકી-અંકિતા
લગ્ન મંડપમાં વિકી-અંકિતા

વિકી-અંકિતાએ શું આપ્યું?
વિકી જૈન તથા અંકિતાએ પણ એકબીજાને વેડિંગ ગિફ્ટ આપી છે. વિકી જૈને પત્ની માટે માલદીવ્સમાં પ્રાઇવેટ વીલા 50 કરોડમાં ખરીદ્યો છે. અંકિતાએ પ્રાઇવેટ પર્સનાલાઇઝ્ડ યૉટ પતિને આપી છે. આ યૉટની કિંમત 8 કરોડ રૂપિયાની છે.