લતા મંગેશકરની હેલ્થ અપડેટ:92 વર્ષીય ભારત રત્ન ગાયિકાને કોરોના અને ન્યુમોનિયા બંને છે; તબિયત નોર્મલ નથી, 7-10 દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાશે

મુંબઈ13 દિવસ પહેલા
  • લતા મંગેશકરને શનિવાર મોડી રાત્રે એડમિટ કરવામાં આવ્યા હતા

બોલિવૂડમાં એક પછી એક સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે. અર્જુન કપૂર તથા અંશુલા બાદ હવે ખુશી કપૂરને કોરોના થયો છે. જાહન્વી કપૂર તથા બોની કપૂર હાલમાં ક્વૉરન્ટીન છે. 'બિગ બોસ'માં પોતાનો અવાજ અપાનાર અતુલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે. 92 વર્ષીય ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે. નોંધનીય છે કે નવેમ્બર, 2019માં લતાજીને ન્યુમોનિયા થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં 28 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

હાઉસ હેલ્પર પોઝિટિવ આવતા લતા મંગેશકરને ચેપ લાગ્યો
લતા મંગેશકર સ્ટૂડિયોઝ એન્ડ મ્યૂઝિકના CEO (ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર) મયુરેશ પઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર (8 જાન્યુઆરી) મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ ICUમાં છે અને સારવાર ચાલે છે. દીદી, તેમના બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. ઘરમાં કામ કરતાં હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યા હતા. આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે.

ડૉક્ટરે શું કહ્યું?
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર પ્રતીક સમધાનીએ કહ્યું હતું કે લતા મંગેશકરને શનિવાર મોડી રાત્રે એડમિટ કરવામાં આવ્યાં હતાં. તેમને કોરોના તથા ન્યુમોનિયા છે. સારવાર હજી ચાલુ છે. તેમની સ્થિતિ નોર્મલ નથી. 90 વર્ષની મહિલાને આ પરિસ્થિતમાં હોસ્પિટલના ICUમાં રાખવામાં આવે તો તેમના માટે ખતરનાક છે. તેમને સાતથી 10 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

લતા મંગેશકરની ભાણી રચના (મીના મંગેશકરની દીકરી)એ કહ્યું હતું, 'તેમની તબિયત સારી છે. ઉંમરને કારણે સાવચેતીના ભાગરૂપે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. મહેરબાની કરીને અમારી પ્રાઇવસી જાળવો અને દીદી માટે પ્રાર્થના કરો.'

જાહન્વી-ખુશીને કોરોના થયો હતો
જાહન્વીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેય મિત્રો, 3 જાન્યુઆરીએ મારો તથા મારી બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમે કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને હોમ આઇસોલેશનમાં રહ્યા હતા. અમારા બંનેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. પહેલાં બે દિવસ ઘણાં જ મુશ્કેલભર્યાં હતાં. પછી દિવસે દિવસે સારું થતું ગયું હતું. વાઇરસથી બચવા માટે વેક્સિન લગાવો તથા માસ્ક પહેરો. તમામ લોકો સાવચેતી રાખે.'

સુઝાન ખાનને પણ કોરોના
હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝાન ખાનને કોરોના થયો છે. સુઝાનને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. સુઝાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'બે વર્ષ સુધી કોવિડ 19નો સામનો કર્યા બાદ ત્રીજી વર્ષે એટલે કે 2022માં ઓમિક્રોન વેરિયન્ટ મારી ઇમ્યુન સિસ્ટમમાં આવી ગયો છે. ગઈ કાલે રાત્રે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સલામત રહો અને પોતાનું ધ્યાન રાખો. આ ઘણો જ ચેપી છે.'

અતુલ કપૂર પણ પોઝિટિવ
'બિગ બોસ'ના ઘરમાં 'બિગ બોસ' બનીને વાત કરતાં અતુલ કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોશિયલ મીડિયામાં અતુલ કપૂરને કોરોના થયો હોય તેવી પોસ્ટ શૅર કરવામાં આવી છે. અતુલ કપૂરની સાથે કામ કરતી ટીમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. તેઓ હાલમાં ક્વૉરન્ટીન છે. ઉલ્લેખનીય છે કે અતુલ કપૂર વોઇસ આર્ટિસ્ટ છે. તેઓ 'બિગ બોસ' સાથે પહેલી સીઝનથી જોડાયેલા છે.

અતુલ કપૂર.
અતુલ કપૂર.

આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં બોલિવૂડ-ટીવીના 40થી વધુ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા છે. કરીના કપૂર, અમૃતા અરોરા, મહિપ કપૂર, સીમા ખાન, શનાયા કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બુલાની, અલાયા, જ્હોન અબ્રાહમ-પ્રિયા રૂંચાલ, નોરા ફતેહી, સ્વરા ભાસ્કર, રણવીર શૌરીનો દીકરો હારુન, રાહુર રવૈલ, શિલ્પા શિરોડકર, વિશાલ દદલાણી, બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની, કુબ્રા સૈત, માનવી ગાગરુ, અરિજિત સિંહ, ઈશા ગુપ્તા, મધુર ભંડારકર, નફીસા અલી, પ્રતીક બબ્બરને કોરોના થયો હતો. પ્રેમ ચોપરા તથા ઉમા ચોપરાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર પ્રિયદર્શન તથા 'બાહુબલી' ફૅમ 'કટપ્પા' સત્યરાજ હાલમાં હોસ્પિટલમાં છે. સોનુ નિગમ પણ કોરોના પોઝિટિવ છે.

એરિકા ફર્નાન્ડિઝ.
એરિકા ફર્નાન્ડિઝ.

ટીવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો વરુણ સૂદ, શરદ મલ્હોત્રા, શિખા સિંહ, અર્જુન બિજલાણી, દૃષ્ટિ ધામી, એકતા કપૂર, મૃણાલ ઠાકુર, સુમોના ચક્રવર્તી, અનિતા રાજ, એરિકા ફર્નાન્ડિઝ, ડેલનાઝ ઈરાની, સિમરન બુધરુપ, અક્ષય ખરોડિયા, એલિસ કૌશિક, મોહિત પરમાર, યામિની સિંહ, હિના ખાનનો પરિવાર, કામ્યા પંજાબી, તન્મય વેકરિયા ('તારક મહેતા...'નો બાઘા), આયેશા સિંહ ('ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં સઈનો રોલ પ્લે કરનાર), સુનીલ લહરી (રામાનંદ સાગરની 'રામાયણ'માં લક્ષ્મણનો રોલ પ્લે કર્યો હતો)ને કોરોના થયો છે. એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટના ચાર મહિનાના દીકરા તથા અદિતિ મલિકના 9 મહિનાના દીકારાને પણ કોરોના થયો હતો.

સાઉથ એક્ટર મહેશ બાબુ, વિશ્વાક સેન, સાઉથ એક્ટ્રેસ તૃષ્ણા કૃષ્ણન, બંગાળી એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી તથા મરાઠી એક્ટ્રેસ મિથિલા પાલકર પણ કોરોના પોઝિટિવ થયાં હતાં.