તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Celebs Also In Problem During Corona Some Died Due To Lack Of Oxygen, Some Died Due To Lack Of Treatment, Some Had To Seek Help On Social Media.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સ પણ કોરોનાથી ત્રસ્ત:કોઈને ઓક્સિજન તો કોઈને બેડ તો કોઈનું સારવારના અભાવે મોત, સોશ્યિલ મીડિયામાં મદદ માગવી પડી

મુંબઈ2 દિવસ પહેલા
  • કોરોના સામે સામાન્ય જ નહીં બોલિવૂડ સેલેબ્સ પણ લાચાર બની ગયા છે
  • સો.મીડિયામાં પોતાના પરિવારના સભ્યો માટે મદદ માગવા મજબૂર

કોરોનાની બીજી લહેર ભારત માટે ઘાતક સાબિત થઈ છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં ઓક્સિજન, બેડ્સ, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. કોરોનાના આ વિકટ સંજોગોમાં પામર મનુષ્ય લાચાર બની ગયો છે. સામાન્ય માણસ માટે ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ મેળવવો મુશ્કેલ થઈ ગયો છે. જોકે, માત્ર સામાન્ય નહીં, બોલિવૂડ તથા ટીવી સ્ટાર્સને પણ આ કપરી પરિસ્થિતિમાં બેડ મળતો નથી. સામાન્ય માણસની જેમ જ સેલેબ્સ પણ સો.મીડિયામાં મદદ માટે પોસ્ટ શૅર કરી રહ્યાં છે. કેટલાંક સેલેબ્સને મદદ મળી જાય છે તો કેટલાંક સેલેબ્સને મદદ મળવામાં મોડું થતાં સંબંધીઓનું મોત પણ થઈ જાય છે.

પિયા વાજપેઈના ભાઈનું નિધન

રણદીપ હુડ્ડાની ફિલ્મ 'લાલ રંગ' જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ પિયા વાજપેઈના ભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. પિયાએ સો.મીડિયામાં મંગળવાર, 4 મેના રોજ સવારે 6.54 વાગે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મને જિલ્લા ફર્રુખાબાદ, કાયમગંજ બ્લોક, ઉત્તર પ્રદેશમાં તાત્કાલિક મદદની જરૂર છે. વેન્ટિલેટરની સાથે એક બેડ જોઈએ. મારો ભાઈ મરી રહ્યો છે. પ્લીઝ કોઈ મદદ કરો. જો તમે કોઈને ઓળખતા હો તો સંપર્ક કરો. અમે પહેલેથી જ ખરાબ હાલતમાં છીએ. આ પોસ્ટના બે કલાક બાદ એક્ટ્રેસે 9.13 વાગે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારો ભાઈ હવે નથી રહ્યો.'

ભૂમિ પેડનેકરે માસી માટે મદદ માગી હતી

ભૂમિ પેડનેકરે 3 મેના રોજ સાંજે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માસી માટે વેન્ટિલેટર બેડની મદદ માગી હતી. ભૂમિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આ દિવસો મુશ્કેલ બનતા જાય છે. દિલ્હી-NCRમાં મારી માસી માટે વેન્ટિલેટર બેડ જોઈએ છે. હાલમાં તે ICUમાં છે પરંતુ અમારે તેમને તાત્કાલિક શિફ્ટ કરવા પડે તેમ છે. જો કોઈને કંઈ ખબર હોય તો મને તાત્કાલિક મેસેજ કરે. થોડાં સમય બાદ ભૂમિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેની માસી માટે બેડ મળી ગયો છે. ભૂમિએ ચાહકોનો આભાર માન્યો હતો.

'ફુકરે' ફૅમ મનજોત સિંહે ભાઈ માટે બેડ માગ્યો હતો

'ફુકરે', 'ડ્રીમ ગર્લ' જેવી ફિલ્મમાં જોવા મળેલ મનજોત સિંહે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાના ભાઈ માટે બેડ માગ્યો હતો. તેણે પોસ્ટમાં કહ્યું હતું, 'SOS અર્જન્ટ. પ્લીઝ મદદ કરો. દિલ્હી-NCRમાં મારા ભાઈને તાત્કાલિક ICU બેડની જરૂર છે. પેશન્ટઃ સહબજોત સિંહ, ઉંમરઃ 32 વર્ષ, ઓક્સિજનઃ 8, કોન્ટેક્ટઃ પ્રિતપાલ સિંહ. બેડ મળ્યા બાદ મનજોતે પોતાની જૂની પોસ્ટ ડિલીટ કરી નાખી હતી અને નવી પોસ્ટમાં કહ્યું હતુ, 'મારા ભાઈ સહબજોતને હોસ્પિટલમાં બેડ મળી ગયો છે. સપોર્ટ માટે તમામનો આભાર. હવે હું પોસ્ટ ડિલીટ કરી રહ્યો છું.'

સ્વ. ઇરફાનની પત્નીએ કહ્યું, તે છોટા રાજન હોત તો બેડ મળી જાત

ઇરફાન ખાનની પત્ની સુતપાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મેં એક દિવસ પહેલાં મારા સંબંધી સમીર બેનર્જી માટે મદદ માગી હતી. આજે તે અમને છોડીને જતા રહ્યાં. આપણે દેશની રાજધાની દિલ્હીમાં ICU સેટઅપ કરી શક્યા નહી અને અમને હોસ્પિટલમાં બેડ મળી શક્યો નહીં. તે તમામ કોવિડ વોરિયર્સનો આભાર, જેમણે અમારી મદદ કરી. હુ તમને ક્યારેય ભૂલી શકું તેમ નથી. તમને જીવનભર દુઆ આપીશ. હું ક્યારેય સમીરદાના હાસ્યને ભૂલી શકીશ નહીં. તેમના માટે ICUમાં બેડ એટલે ના મેળવી શકી, કારણ કે તે છોટા રાજન નહોતા. તે એક ઈમાનદાર વ્યક્તિ હતા. હું દિલ્હીમાં થયેલી આ તબાહીને ક્યારેય ભૂલી શકીશ નહીં. હું એ પણ નહીં ભૂલી શકું કે બેનર્જી, શેખ, દાસ, અદજાનિયા તમામે જવાનું છે. તે આપણી સાથે થોડો વધુ સમય રહી શકે છે, જો હિંદુ કે મુસ્લિમ તહેવારને બદલે દેશમાં વધુમાં વધુ ઓક્સિજન પ્લાન્ટ્સ લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો સારું.' સુતપાએ પોતાની પોસ્ટમાં દિલ્હી સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા બેટર ટુ બી અ છોટા રાજન (છોટા રાજન હોવું સારું છે) એવા હેશટૅગનો ઉપયોગ કર્યો હતો. સુતપા તથા તેમનો દીકરી બાબિલ હાલમાં કોવિડ 19 સામે ઝઝૂમતા લોકોની મદદ કરી રહ્યાં છે.

સંભાવના સેઠે પપ્પા માટે બેડની મદદ માગી

'બિગ બોસ' ફૅમ ભોજપુરી સ્ટાર સંભાવના સેઠેના પિતા કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. સંભાવનાએ સો.મીડિયામાં પપ્પા માટે બેડ એરેન્જ કરવાની વિનંતી કરતી પોસ્ટ શૅર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'પીતમપુરા, દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં બેડ મેળવવા કોઈ મારી મદદ કરી શકે છે, કારણ કે આ હોસ્પિટલ મારા ઘરની એકદમ નજીક છે. મારા પિતા કોરોના પોઝિટિવ છે. તેમને તાત્કાલિક એક બેડની જરૂર છે. તે હોસ્પિટલની બહાર મારા ભાઈ સાથે બેડની વ્યવસ્થા થાય તેની રાહ જોઈને ઊભા છે.'

જાસ્મીન ભસીનને આઘાત લાગ્યો

'બિગ બોસ' ફૅમ જાસ્મીન ભસીને પણ કોરોનાકાળમાં તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ તે અંગેની પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'બહુ જ દુઃખી છું. દિલ તૂટી ગયુ. રોજ મોત થઈ રહ્યાં છે. લોકો ઓક્સિજન તથા બેડની શોધમાં રસ્તા પર આવી ગયા છે. બે દિવસ પહેલાં મારી મમ્મી આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી. તેમના માટે બેડ મુશ્કેલથી મળ્યો હતો. મારા વૃદ્ધ પિતા, માતા માટે મેડિકલ કેરની શોધમાં આમતેમ ભટકી રહ્યાં હતાં અને અનેક લોકો આ તકલીફમાંથી પસાર થઈ રહ્યાં છે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો