તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ:પરિણીતી ચોપરાનું ટોપલેસ ફોટોશૂટ ચર્ચામાં, સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ તસવીર શૅર કરી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પરિણીતી ચોપરા હાલમાં ફિલ્મ 'સાઈના'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલના જીવન પર આધારિત છે. જોકે, હવે પરિણીતી ચોપરા પોતાના ટોપલેસ ફોટોશૂટને કારણે ચર્ચાસ્પદ બની છે. ટોપલેસ તસવીરને કારણે પરિણીતી ચોપરાને ટ્રોલ પણ કરવામાં આવી છે.

ફોટોગ્રાફરે તસવીર શૅર કરી

સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ સો.મીડિયામાં પરિણીતી ચોપરાની ટોપલેસ તસવીર શૅર કરી છે. ઉલ્લેખનીય છે કે ફોટોગ્રાફર ડબ્બુ રતનાની દર વર્ષે સેલિબ્રિટીને લઈ કેલેન્ડર બહાર પાડે છે. ડબ્બુના કેલેન્ડરમાં ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, કિઆરા અડવાણી, સની લિયોની, આલિયા ભટ્ટ, ક્રિતિ સેનન, વરુણ ધવનથી લઈ અનેક સ્ટાર્સ સામેલ થઈ ચૂક્યા છે.

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી

ડબ્બુએ આ તસવીર શૅર કરતાં જ સો.મીડિયા યુઝર્સે પરિણીતીને ટ્રોલ કરી હતી. ઘણાં લોકોએ આ તસવીર પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'આ તો કચરો છે, જલ્દીથી બહાર ફેંકો.'

આ તસવીર 2014ના કેલેન્ડરની
ડબ્બુ રતનાનીએ જે તસવીર શૅર કરી હતી, તે વર્ષ 2014ની છે. તે સમયે ડબ્બુના કેલેન્ડરમાં પરિણીતી ઉપરાંત ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ, કેટરીના કૈફ, શાહરુખ ખાન, સલમાન ખાન, અર્જુન રામપાલ, રણબીર કપૂર, રીતિક રોશન, અભિષેક બચ્ચન, અજય દેવગન, વરુણ ધવન તથા સિદ્ધાર્થ મલ્હોત્રા હતાં.

પરિણીતીની બંને ફિલ્મ ફ્લોપ
પરિણીતીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની બે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. અર્જુન કપૂર સાથે 'સંદીપ ઔર પિંકી ફરાર' તથા 'સાઈના.' જોકે, આ બંને ફિલ્મને કોરોનાનું ગ્રહણ નડી ગયું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કમાલ બતાવી શકી નહીં. પરિણીતીની અન્ય એક ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો