સેલેબ્સ લાઈફ:કેટરીના-વિકીએ સાથે સેલિબ્રેટ કરી લગ્ન પછીની પહેલી લોહરી, કપલે સો. મીડિયા પર ફોટો શેર કરીને લોહરીની શુભેચ્છા પાઠવી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલ કલરના ડ્રેસમાં કેટ એકમદ એટ્રેક્ટિવ લાગતી હતી

લગ્ન પછી વિકી કૌશલ અને કેટરીના કૈફે પોતાની પહેલી લોહરી સેલિબ્રેટ કરી. બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે. ફોટોમાં કેટરીના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે. સાથે બ્લેક કલરનુ જેકેટ પણ પહેર્યું છે. તેમજ વિકી કેઝ્યુઅલ લુકમાં છે. વિકીએ ઈન્સ્ટાગ્રામ પર વિકીની સાથે ફોટો શેર કરીને લખ્યું- "હેપ્પી લોહરી!" જ્યારે કેટરીના ઈન્સ્ટા સ્ટોરીમાં ફોટો શેર કર્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ પાસે ઘણા પ્રોજેક્ટ છે. આ યાદીમાં 'ગોવિંદા મેરા નામ', 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી', 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા', 'તખ્ત' અને 'મોનેક શો' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જ્યારે કેટરિના કૈફ 'ફોન ભૂત', 'ટાઈગર 3', 'જી લે ઝરા' અને 'મેરી ક્રિસમસ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

કેટરીના કૈફ અને વિકી કૌશલ બંને પાસે તેમના પ્રોજેક્ટ્સમાં હોવા છતાં દરેક પહેલા તહેવારને સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે. ગયા મહિને 25મી ડિસેમ્બરે લગ્ન બાદની પહેલી ક્રિસમસ કેટરીના કૈફ સાથે સેલિબ્રેટ કરવા વિકી કૌશલ તેના શૂટિંગમાંથી બ્રેક લઈને મુંબઈ આવી ગયો હતો.

કેટ અને વિકીએ 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. ગયા અઠવાડિયે, કેટરિના કૈફ તેના અને વિકી કૌશલના લગ્નની પ્રથમ મહિનાની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ઈન્દોર ગઈ હતી.