તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB)એ વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની ધરપકડ કરી છે. રિપોર્ટસ પ્રમાણે, સોમવાર (11 જાન્યુઆરી)એ અડધી રાત્રે ચેન્નઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આદિત્ય કર્ણાટક સરકારમાં મંત્રી રહેલા દિવંગત જીવરાજ અલ્વાનો દીકરો છે. તેનું નામ કન્નડ એક્ટ્રેસિસને ડ્રગ્સ સપ્લાય કરવામાં સામેલ છે. આદિત્ય વિરુદ્ધ ગયા વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ FIR કરવામાં આવી હતી અને ત્યારબાદથી તે ફરાર હતો. આ કેસમાં કુલ 12 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
પોલીસે પોતાના નિવેદનમાં શું કહ્યું?
પોતાના નિવેદનમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઈમ)એ કહ્યું હતું, 'કૉટનપેટ ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી આદિત્ય અલ્વાની ધરપકડ કરવામાં આવી છે. તેની શોધખોળ ચાલતી હતી. માહિતી મળતા જ ગઈ કાલ રાત્રે ચેન્નઈથી તેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો.' પોલીસના મતે, આદિત્ય ડ્રગ્સ કેસમાં આરોપી નંબર 6 છે. FIRમાં કહેવામાં આવ્યું હતું કે તે પાંચ જુલાઈના રોજ યેલહેંકામાં પ્રાઈવેટ હોટલમાં યોજાયેલ પાર્ટીમાં હાજર રહ્યો હતો.
વિવેકના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા
20 સપ્ટેમ્બરના રોજ CCBએ હેબ્બલ, નોર્થ બેંગલુરુ સ્થિત અલ્વાના ઘરે દરોડા પાડ્યા હતા. આ પહેલાં તેમણે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી. ઓક્ટોબર, 2020માં પોલીસે અલ્વાને શોધવા માટે વિવેક ઓબેરોયના મુંબઈ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા અને એક્ટરની પત્ની પ્રિયંકાને નોટિસ આપીને તપાસમાં સહયોગ આપવાનું કહ્યું હતું.
આ 12 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે
આ કેસમાં પહેલી ધરપકડ ટ્રાન્સપોર્ટ અધિકારી બી કે રવિશંકરની થઈ હતી. રવિશંકર કન્નડ એક્ટ્રેસ રાગિણી દ્વિવેદીનો નિકટનો સાથી હોવાનું કહેવાય છે. તેની પૂછપરછના આધારે 12 લોકો એક્ટ્રેસ રાગિણી દ્વિવેદી, તેનો પૂર્વ ફ્રેન્ડ શિવપ્રકાશ, પાર્ટી ઓર્ગેનાઈઝેર વિરેન ખન્ના, બિઝનેસમેન પ્રશાંત રાંકા, વૈભવ જૈન, આદિત્ય અલ્વા, આફ્રિકન ડ્રગ સપ્લાયલ લોમ પેપર સાંબા, પ્રશાંત રાજુ, અશ્વિન અભિસ્વામી, રાહુલ ટોંસે તથા વિનય વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે રાગિણી તથા શિવપ્રકાશને મુખ્ય ડ્રગ પેડલર ગણાવ્યા છે.
પેડલર કોડવર્ડનો ઉપયોગ કરતાં હતાં
તપાસ પ્રમાણે, પેડલર ડ્રગ્સના બિઝનેસ માટે કોડવર્ડનો ઉપયોગ કરતાં હતાં. વધુ નશાવાળા ડ્રગ્સ માટે 'હેલ્લો કિટી' કોડવર્ડનો ઉપયોગ કરતાં હતાં. રસપ્રદ વાત એ છે કે RTOમાં કર્મચારી રહેલા રવિશંકરનું નામ FIRમાં નથી. રવિશંકરે કહ્યું હતું કે આફ્રિકન ડ્રગ સપ્લાયર સાંબાએ શહેરના અનેક વિસ્તારમાં થયેલી પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. પોલીસે રાગિની દ્વિવેદી, સંજના ગલરાની વિરેન ખન્ના, એજન્ટ રાહુલ ટોંસેની ધરપકડ કરી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.