તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંત ડેથ કેસ:CBIએ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને જવાબ- તપાસ ચાલુ છે, મોત સાથે જોડાયેલા કોઈ પણ પાસાનો ઈનકાર કર્યો નથી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) સુશાંત સિંહ રાજપૂતના મોતના છ મહિના પછી પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ પર પહોંચી નથી. CBIએ કહ્યું હતું કે સુશાંત કેસમાં તમામ પાસાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને હાલમાં કોઈ પણ સંભાવનાનો ઈનકાર કરવામાં આવ્યો નથી.

રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન કાર્યાલય (PMO)ને પત્ર લખીને તપાસની સ્થિતિ અંગે માહિતી માગી હતી, જેના જવાબમાં CBIએ સ્ટેટ્સ રિપોર્ટ આપ્યો હતો. સ્વામીને 30 ડિસેમ્બરના રોજ મોકલેલા પત્રમાં CBIએ કહ્યું હતું, 'કેન્દ્રીય એજન્સી ઊંડાણથી અને પ્રોફેશનલ રીતે આ કેસની તપાસ કરી રહી છે. આ માટે આધુનિક વૈજ્ઞાનિક ટેકનીકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મોતના તમામ પાસાઓ પર વિચાર કરવામાં આવ્યો છે અને કોઈ પણ એંગલની શક્યતાને હાલમાં નકારી શકાય તેમ નથી. અત્યારસુધી અલીગઢ, ફરીદાબાદ, હૈદરાબાદ, મુંબઈ, માનેસર તથા પટનામાં તપાસ કરવામાં આવી છે. તો ટીમના અધિકારી ઘટનાસ્થળ પર પણ ગયા હતા. તપાસ સાથે જોડાયેલા તમામ પાસાને આવરી લેવામાં આવ્યા છે.'

CBIએ વધુમાં કહ્યું હતું, 'તપાસ દરમિયાન આધુનિક મોબાઈલ ફોરેન્સિક ઉપકરણોમાંથી મહત્ત્વનો ડેટા કાઢીને તેનું વિશ્લેષણ શક્ય બન્યું છે. કેસમાં સંબંધિત મોબાઈલ ટાવરના બેકાર થઈ ચૂકેલા ડેટાનું પણ ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સુશાંત રાજપૂત મોત કેસમાં તમામ સંબંધિત સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે, જેથી ફરિયાદકર્તા, તેમના પરિવારના સભ્ય તથા સ્વતંત્ર સૂત્રો તરફથી કરવામાં આવેલી તમામ શંકાનું સમાધાન કરી શકાય. આ કેસમાં વ્યાપક રીતે તપાસ કરવામાં આવી છે.'

રિયા ચક્રવર્તીના વકીલે આ વાત કહી હતી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, રવિવાર (27 ડિસેમ્બર)ના રોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રીની અપીલનું સમર્થન કરતાં સતીષ માનશિંદેએ કહ્યું હતું, 'જ્યારે મુંબઈ પોલીસે તપાસમાં બે મહિના કર્યાં હતાં અને જનતા સમક્ષ રિપોર્ટ આપ્યો નહોતો ત્યારે આ મુદ્દાને અલગ જ રંગ આપવામાં આવ્યો હતો. જુલાઈ 2020માં રિયા ચક્રવર્તી તથા તેના પરિવાર વિરુદ્ધ ખોટા આક્ષેપો મૂકીને પટનામાં FIR ફાઈલ કરવામાં આવી હતી. પટના પોલીસની સાથે સાથે મુંબઈ પોલીસ, ED, NCB તથા CBIએ રિયા વિરુદ્ધ તપાસ કરી હતી.'

રિયાની કોઈ પણ પુરાવા વગર ખોટા કેસમાં ધરપકડ કરી
વધુમાં માનશિંદેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે NCBએ રિયા ચક્રવર્તીની ખોટા કેસમાં કોઈ પણ જાતના પુરાવા વગર ધરપકડ કરી હતી અને બોમ્બે હાઈકોર્ટમાં જામીન મળે તે પહેલાં એક મહિનો કસ્ટડીમાં રહી હતી. તેમણે હંમેશાં કહ્યું છે કે સત્ય ક્યારેય બદલાશે નહીં, પછી ભલે કોઈ પણ તેની તપાસ કરે.

આ દુઃખદ ઘટનાનું ક્લોઝર આપવામાં આવે
માનશિંદેએ આગળ કહ્યું હતું કે પરિસ્થિતિ કોઈ પણ હોય, CBIએ ચાર મહિનાની તપાસના પરિણામો સાથે સામે આવવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે આ દુઃખદ ઘટનાનું ક્લોઝર આપી દેવામાં આવે. સત્યમેવ જયતે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ શું કહ્યું હતું?
રવિવારે, 27 ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું, 'તપાસ શરૂ થયે પાંચ મહિનાનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ CBIએ હજી સુધી એ સ્પષ્ટતા કરી નથી કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા કરી હતી. હું CBIને અપીલ કરું છું કે તે જલદીથી તપાસના પરિણામો જાહેર કરે.'

સુશાંતના મોતને છ મહિના થયા
14 ડિસેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતને છ મહિના થયા હતા. 14 જૂનના રોજ સુશાંતની ડેડબોડી મુંબઈના બાંદ્રા સ્થિત ભાડાના ઘરમાં મળી આવી હતી. શરૂઆતમાં મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ માનીને તપાસ શરૂ કરી હતી. જોકે, સુશાંતના પરિવાર, મિત્રો તથા ચાહકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

જોકે, AIIMSએ સુશાંતની હત્યા થઈ હોવાની વાતનો ઈનકાર કર્યો છે. તો CBIએ અત્યાર સુધી કોઈ પણ રિપોર્ટ આ કેસમાં રજૂ કર્યો નથી. ED તથા NCB અલગ-અલગ એંગલથી કેસની તપાસ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો