સુશાંતના મૃત્યુના 3 મહિના બાદ:CBI ટૂંક સમયમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કરી શકે છે, નિતેશ રાણેએ કહ્યું- તેમને દિશાના મૃત્યુનું સત્ય ખબર છે, CBI સામે ખુલાસો કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CBI આગામી દિવસોમાં આ કેસ સાથે જોડાયેલી ફાઇનલ તપાસનો રિપોર્ટ રજૂ કરી શકે છે. - Divya Bhaskar
CBI આગામી દિવસોમાં આ કેસ સાથે જોડાયેલી ફાઇનલ તપાસનો રિપોર્ટ રજૂ કરી શકે છે.
  • રિયા ચક્રવર્તીના વકીલને તેમને રિજેક્ટ થયેલી જામીન અરજીની કોપી મળી ગઈ છે
  • રિયા અને તેના ભાઈ શોવિકની બેવાર નીચલી કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાઈ છે

3 મહિના પસાર થઈ ગયા પછી પણ આ કેસ હજુ સોલ્વ થયો નથી કે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ હતું કે આત્મહત્યા. મુંબઈ પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઈલ કરાવ્યા બાદ આ મામલો બિહાર પોલીસ, ED, CBI અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો સુધી પહોંચી ગયો છે.

સૂત્રોના હવાલાથી જાણકારી સામે આવી રહી છે કે CBI આગામી દિવસોમાં આ કેસ સાથે જોડાયેલી ફાઇનલ તપાસનો રિપોર્ટ રજૂ કરી શકે છે. તે AIIMSના ફાઇનલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. 17 તારીખે દિલ્હીમાં AIIMSના ડોક્ટર્સની એક ફાઇનલ બેઠક થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે CBI આ કેસમાં આત્મહત્યાનો એન્ગલ લઈને આગળ વધી રહી છે. અત્યારસુધીમાં તેમને હત્યા કે કોઈપણ પ્રકારના ષડ્યંત્રના સંકેત નથી મળ્યા. આજે પણ અમુક લોકોને પૂછપરછ માટે CBI DRDO ગેસ્ટહાઉસ બોલાવી શકે છે.

આ વચ્ચે NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ આ કેસમાં 17 લોકોને અરેસ્ટ કરી લીધા છે. અરેસ્ટ થયેલા લોકોમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક પણ સામેલ છે. બંને 22 સપ્ટેમ્બરથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બંનેની નીચલી કોર્ટમાં બેવાર જામીન અરજી રિજેક્ટ થઇ ગઈ છે. જામીન માટે હવે તેમની પાસે હાઇકોર્ટનો વિકલ્પ બચે છે. જોકે 6 દિવસથી જેલમાં રહેતી રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેનું કહેવું છે કે તેમના ક્લાયન્ટ જામીન માટે ઉતાવળ નથી કરી રહ્યાં. સોમવારે બપોરે વકીલને રિયા અને શોવિકની રદ થયેલી અરજીના ચુકાદાની કોપી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આજે અથવા કાલ સુધી તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે.

નિતેશ રાણેએ કહ્યું, તેમને દિશાના મૃત્યુનું સત્ય ખબર છે
મહારાષ્ટ્રના મોટા નેતા નારાયણ રાણેના દીકરા અને BJP નેતા નિતેશ રાણેએ રિપબ્લિક ભારત ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમને સુશાંતની એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુનું સત્ય ખબર છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે દિશાનો બોયફ્રેન્ડ રોહન ખુદ સામે આવીને સત્ય જણાવે. નિતેશ રાણેએ કહ્યું હતું કે જે પુરાવા રોહન રાય છુપાવી રહ્યા છે એ મારી પાસે છે. જો રોહન CBIને સત્ય નહીં જણાવે તો હું જણાવીશ. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે દિશા સાથે રહેતો હતો રોહન તે ગાયબ કેમ છે? જ્યારે દિશા પડી તો રોહન ત્યાં 25 મિનિટ પછી કેમ આવ્યો? પાર્ટીમાં દિશાને બોલાવી હતી, પરંતુ તે જવા ઇચ્છતી ન હતી.

તમે મુંબઈ આવો, હું તમારું રક્ષણ કરીશ
રાણેનું કહેવું છે કે હું રોહન રાયને જણાવવા ઈચ્છું છું કે તમે મુંબઈ આવો. ડરો નહીં. તમે બધું સાચું એજન્સીને જણાવો. તેમણે કહ્યું હતું કે રોહન રાય સાથે પૂછપરછ થઈ તો બધું સામે આવી જશે, 8 જૂને પાર્ટીમાં એક નેતા પણ સામેલ હતા. એ જ દિવસે દિશાનું મૃત્યુ થયું હતું. એ પાર્ટીમાં એક બિલ્ડર, બે એક્ટર, એક એક્ટરનો ભાઈ અને એક મોટા નેતા પણ સામેલ હતા. દિશાના મૃત્યુના એક અઠવાડિયા પછી 14 જૂને બાંદરાસ્થિત ફ્લેટમાં સુશાંતની ડેડબોડી લટકેલી મળી હતું.

નિતેશ રાણેના જણાવ્યા અનુસાર, 'સુશાંત સિંહ રાજપૂત 8 જૂન પછીથી ઘણો હેરાન હતો. 8 તારીખે પાર્ટીમાં એવા કયા લોકો હાજર હતા, જેને બચાવવા માટે સરકાર આટલી મહેનત કરી રહી છે? માત્ર રિયા માટે સરકાર આટલી મહેનત નથી કરતી.'

દિશાએ આત્મહત્યા ન કરી હોવાનો દાવો
નિતેશ રાણેએ વધુમાં કહ્યું હતું કે દિશા સલિયનનું મર્ડર થયું છે, 'હું દાવા સાથે કહી શકું છું કે દિશાએ આત્મહત્યા નથી કરી. જો આ આત્મહત્યા છે તો રોહન, તેના મિત્રો, પાડોશીઓ અને વોચમેન ગભરાયેલા કેમ છે?' નિતેશ રાણેએ CBI તપાસના વખાણ કરતાં કહ્યું હતું કે તેમને આ વાતની ખુશી છે કે તેઓ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા છે અને ટૂંક સમયમાં સત્ય સામે આવશે.

લોનાવલાના ફાર્મહાઉસ પરથી ઘણી વસ્તુઓ મળી
થોડા દિવસ પહેલાં NCBએ સુશાંતના લોનાવલા ફાર્મહાઉસમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી ઘણી વસ્તુઓ મળી છે. એમાં એક ડોક્ટરનો કાગળ, દવાઓ, કૃત્રિમ હુક્કો, અમુક સંદિગ્ધ નશીલા પદાર્થ મળ્યાં છે. ફાર્મહાઉસના કર્મચારીઓએ બોલિવૂડના અમુક સેલેબ્સ ત્યાં આવતા અને પાર્ટીમાં સામેલ થતા હોવાની પુષ્ટિ કરી છે.

અન્ય સમાચારો પણ છે...